- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
તમામ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સમસ્યા ઉકેલવાના તમામ પ્રયાસોને બંને દેશનું સમર્થન શસ્ત્રોથી કોઈ સમસ્યા નહીં ઉકેલાય, સંવાદ જરૂરી: ભારત-નોર્વેનો એક સૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ દેશની મુલાકાત દરમિયાન સ્વીડન સાથે દ્વિપક્ષી સંબંધો સુદૃઢ બનાવવા સંયુક્ત એક્શન પ્લાન (૨૦૨૬-૩૦) જાહેર થયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્વેના વડાપ્રધાન જાેનાસ ગર સ્ટોર વચ્ચે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો દરમિયાન યુક્રેન અને પશ્ચિમ એશિયામાં તણાવને ઉકેલવા આહવાન થયું હતું. બંને દેશના નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે, શસ્ત્રોથી કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. સંવાદ અને રાજદ્વારી પ્રયાસો થકી સમાધાન શોધાવું જાેઈએ. યુરોપીયન દેશો સાથે થયેલા ૧૦૦ અબજ ડોલરના કરારનું સ્મરણ કરી વડાપ્રધાન મોદીએ આ સમયને…
ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો હવે એક નિર્ણાયક તબક્કે પહોંચ્યા છે. તાજેતરના વર્ષોમાં, આપણા સંબંધો અભૂતપૂર્વ ગતિ સાથે વિસ્તર્યા છે, જે એક સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો તેમજ ભવિષ્ય માટેના સમાન વિઝન પર આધારિત એક વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થયા છે. એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રણાલી એક ઉંડા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ઇટાલી અને ભારત વચ્ચેની ભાગીદારી ઉચ્ચ રાજકીય અને સંસ્થાકીય સ્તરે નિયમિત આદાનપ્રદાન દ્વારા માર્ગદર્શન મેળવી રહી છે, અને એક નવો તથા ઉચ્ચ આયામ પ્રાપ્ત કરી રહી છે જે આપણી આર્થિક ગતિશીલતા, સામાજિક સર્જનાત્મકતા અને હજારો વર્ષ જૂની સભ્યતાના શાણપણને જોડે છે. આપણો સહયોગ આપણી એ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુન્હેગારોના વરઘોડા તો નીકળશે જ, લંગડા પગે તો ચાલવું જ પડશે. આવી બેફામ વાણી જાહેરમાં ઉચ્ચારનારા રાજ્યના બહુબોલકા ગૃહમંત્રીને જાણે કે ગુન્હેગારો ચેલેન્જ ફેંકતા હોય એમ ભાજપના જ મહિલા નેતાના એકના એક પુત્રને ઉધના રોડ નંબર ૬ ઉપર અડધી રાત્રે જાહેરમાં રહેંસી નાંખી ગુન્હેગારોએ ગૃહમંત્રી એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત પોલીસ તંત્રને જાણે કે ચેલેન્જ કરી બતાવી દીધું છે કે જો ભાજપના જ નેતાના પુત્રની આ હાલત અમે કરીએ છીએ તો સામાન્ય માણસની શું વિસાત? આવો ગર્ભિત ભય પ્રજામાં આજની તારીખે વ્યાપેલો છે ત્યારે અહીં પ્રજાની સુરક્ષા અંગે સવાલો ઉભા તો જરૂર થાય છે. સુરતના ઉધના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણી સંસ્કૃતિમાં દાન, ધર્મ, વ્રત ઉપવાસને મહત્વ આપવામાં આવ્યું છે. એને લઈ આપણે મંદિર, મસ્જિદ કે દરગાહ અથવા અન્ય ધાર્મિક સ્થળોએ બેઠેલા ભિખારીને કંઈ ને કંઈ આપી પુણ્યનું ભાથું બાંધીએ છીએ. ત્યારે રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટું શ્યામ મંદિરની બહાર બનેલી એક અજીબોગરીબ ઘટના અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે ફાટેલા કપડાં પહેરી, ભિક્ષુક બની હાથમાં વાડકો લઈ ત્રણ કલાક મંદિરની બહાર બેસીને ભીખ માંગી હતી. આ ૩ કલાકમા તેને મળેલી ભીખની રકમ જાણીને આંખો પહોળી થઈ જશે. ત્રણ જ કલાકમાં ૪૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઈન્ફલુએન્સરે ભીખમાં મેળવી હતી. આ રકમ…
ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ સોનાના વાયદામાં રૂ.351ની વૃદ્ધિઃ ચાંદીના વાયદામાં રૂ.2739ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.26988.98 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133817.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18710.11 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38791 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.160807.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26988.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133817.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 38791 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2133.13 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18710.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.159899ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160200 અને…
આ ફિલ્મમાં મહેશ ભટ્ટના ક્રિએટિવ ઈનપૂટસ હશે વીર પહાડિયા બેનામ ફિલ્મમાં એન્ટી હિરો તરીકે દેખાશે વીર પહાડિયા અગાઉ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મ ૧૫૦ કરોડનાં બજેટમાં બની હતી વીર પહાડિયાને ‘બેનામ‘ ટાઈટલ ધરાવતી વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે એન્ટી હિરોનો રોલ ભજવી રહ્યો હોવાનું કહેવાય છે. આ ફિલ્મ સાથે પ્રેઝન્ટર તરીકે મહેશ ભટ્ટ પણ જાેડાયા છે. તેઓ પોતાના ક્રિએટિવ ઈનપૂૂટ્સ આપવાના છે. જાેકે, ફિલ્મના અન્ય કલાકારો વિશે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી. વીર પહાડિયા અગાઉ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મ ૧૫૦ કરોડનાં બજેટમાં બની હતી. જાેકે, ફિલ્મ તેનાં બજેટ જેટલું પણ કમાઈ શકી…
અનીત પડ્ડાની શક્તિ શાલિની હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે શાહરુખની કિંગ સાથે ટક્કર ટાળવા અનીતની શક્તિ શાલિની ડિલે થઈ શકે ફિલ્મ શરૂઆતમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી, એ જ દિવસે કિંગ પણ થિયેટરમાં આવવાની છે અનીત પડ્ડાની આગામી ફિલ્મ શક્તિ શાલિનીહવે ૨૦૨૭ સુધી મુલતવી રહી શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. અહેવાલો મુજબ, ફિલ્મના નિર્માતાઓ શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ કિંગ સાથે સીધી બોક્સ ઓફિસ ટક્કર ટાળવા માટે નવી રિલીઝ તારીખ પર વિચાર કરી રહ્યા છે.શક્તિ શાલિની મેડોક ફિલ્મ્સના વધતા હોરર કોમેડી યુનિવર્સનો ભાગ છે, આ ફિલ્મ શરૂઆતમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી, એ જ…
ઇન્સ્ટાગ્રામ પર સુરજે એક લાંબું નિવેદન શેર કર્યું “કોઈ એલિમની નથી, કોઈ વિવાદ નથી, કોઈ ત્રીજી વ્યક્તિ સામેલ નથી” : સુરજની સ્પષ્ટતા સુરજ નામ્બિયારે મૌની સાથે ડિવોર્સ બાબતે તેમની પ્રાઈવસીનું માન રાખવાની અપીલ કરી મૌની રોય અને ઉદ્યોગપતિ સુરજ નમ્બિયાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યાં છે, કારણ કે તેમનાં તાજેતરના ડિવોર્સની જાહેરાત બાદ ચર્ચાઓ તેજ બની છે. એક અઠવાડિયા પહેલા ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન દ્વારા અલગ થવાની જાહેરાત કર્યા પછી, સુરજે હવે તેમનાં લગ્નજીવનના અંત અંગે ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરી છે અને એલિમની, ઝઘડા તથા ત્રીજી વ્યક્તિને લઈને ચાલી રહેલી અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે.ઇન્સ્ટાગ્રામ પર સુરજે…
શેખર સુમને યુવાનોને કન્ટેન્ટ વેચવા માટે ગાળો ન આપવા સલાહ આપી ગાળના આધારે આગળ વધવાની કોશિશ ન કરો : શેખર સુમન ગાળો આપવી કૂલ છે. કદાચ તેમના માટે એ મજા, કંઈક નવું અને બળવાખોર પ્રકારની વાત હશે શેખર સુમન મુંબઈમાં પોતાના ટોક શો ‘શેખર ટોનાઇટ’ના લોન્ચ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં તેનો પુત્ર અને શોનો ક્રિએટર અધ્યયન સુમન તથા પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. શેખરના ટીવી શોઝ હંમેશાં યાદગાર રહ્યા છે અને તેમણે તેના વિશે વાત કરી. સાથે જ આજકાલના યુવાનો કન્ટેન્ટ વેચવા અને હાસ્ય ઊભું કરવા માટે ગાળોનો સહારો લેતા હોવાના ટ્રેન્ડ પર પણ ખુલીને પોતાની…
ટેરા નોવાઝ પીઝાના ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર દરોડા પ્રખ્યાત ટેરા નોવાઝ પીઝામાંથી નીકળ્યો વંદો હાઈજીન અને મોંઘા ભાવ વસૂલતી આ બ્રાન્ડની આવી ગંભીર બેદરકારી સામે આવતા ગાંધીનગર મહાનગરપાલિકાએ લાલઆંખ કરી છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફૂડ લવર્સ અને ખાસ કરીને પીઝાના શોખીનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં આવેલા ‘ટેરા નોવાઝ પીઝા‘ નામના જાણીતા આઉટલેટમાંથી પીઝાની અંદરથી વંદો નીકળતા ગ્રાહકોમાં ભારે હોબાળો મચી ગયો છે. હાઈજીન અને મોંઘા ભાવ વસૂલતી આ બ્રાન્ડની આવી ગંભીર બેદરકારી સામે આવતા ગાંધીનગર મહાનગરપાલિકાએ લાલઆંખ કરી છે.આ આઘાતજનક ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા અને તંત્રને ફરિયાદ મળતા જ ગાંધીનગર મહાનગરપાલિકાની બે સક્ષમ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


