Author: garvigujrat

અગ્નિમિત્રા પોલ સહિત ૫ વિધાયકોએ પણ લીધા મંત્રીપદના થપથ.પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ.સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા : આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારીએ આજે બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન થયું. સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પ્રોટોકોલ મુજબ મમતા બેનર્જીને પણ સમારોહનું…

Read More

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભૂમિકા બદલાઈ રહી છે.ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! ૩ મહિનામાં બે ગુપ્ત બેઠક.ભારતીય સરકારી વર્તુળોમાં એવી સર્વસંમતિ બની રહી છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડી (પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર) સાથે વાતચીત માટે એક ગુપ્ત રસ્તો ખુલ્લો હોવો જાેઈએ. ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા ત્રણ મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી બે વાર…

Read More

સોશિયલ મીડિયા પર અફવા વાયરલ થઈ.મોતની અફવા ફેલાતાં શક્તિ કપૂર નારાજ, કાનૂની પગલાંની ચિમકી.શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં ભરવાનો છે. શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ સમાચારોને અવગણવા વિનંતી છે. મારા માટે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન…

Read More

અક્ષયે છેલ્લે અનીસ બાઝમી સાથે કેરળમાં શૂટ પૂરું કર્યું.અક્ષય કુમારે વ્યસ્તતામાંથી આરોગ્યના કારણોસર બ્રેક લીધો હોવાની ચર્ચા.એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પોતાની આગામી ફેમિલી કોમેડી ફિલ્મનું શીડ્યુલ પૂર્ણ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંનો એક છે. વર્ષ ૨૦૨૬ની પોતાની પ્રથમ હિટ ફિલ્મ ભૂત બંગલા આપ્યા પછી અક્ષયે તરત જ દિગ્દર્શક અનીસ બઝમી સાથેની આગામી એન્ટરટેનર ફિલ્મ પર કામ શરૂ કરી દીધું હતું. જાેકે, હવે અક્ષયે પોતાના સ્વાસ્થ્ય માટે થોડો બ્રેક લીધો છે.આ અંગેના અહેવાલો મુજબ, અક્ષય કુમારે ૬ મેના રોજ મુંબઈમાં આંખોની સર્જરી કરાવી હતી. સર્જરી પછી તે થોડા સમય…

Read More

અંદાજે ૧૬૦૦ કરોડના ખર્ચે રામાયણ ફિલ્મ બે ભાગમાં બની રહી છે.યશે મુંબઈમાં ‘રામાયણ’ માટે સીતાનાં સ્વયંવરની સિક્વન્સનું શૂટિંગ શરૂ કર્યું.ફિલ્મ માટે રાજમહેલના આંગણાં, શાહી બાલ્કની, ફૂલોથી સજાવેલી રંગોળી અને પરંપરાગત શૈલીની વિશાળ સજાવટ કરાઈ. નિતેશ તિવારીની રામાયણ લાંબા સમયથી ચર્ચામાં છે, બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ હાલમાં ભારતીય સિનેમાના સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ માટે અંદાજે ૧૬૦૦ કરોડથી વધુનું ભવ્ય બજેટ ફાળવાયું છે, તેથી તેના વિશાળ પ્રોડક્શન ડિઝાઇન અને સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે.ફિલ્મના હાલના શિડ્યુલ વિશે મળતી માહિતી મુજબ, યશ હાલમાં મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં રાવણ તરીકેના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો…

Read More

પ્રોડ્યુસર તરીકે શાહરુખ ડિરેક્ટરને પુરતી આઝાદી આપે છે.પ્રોડ્યુસર શાહરુખ ખાન ક્યારેય સેટ પર નથી આવતો : સૈફ અલી ખાન.શાહરુખ અને સૈફે ૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ એવોર્ડ્સના કૉ-હોસ્ટ તરીકે પણ દર્શકોને મજા કરાવી હતી. શાહરુખ ખાને પોતાના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ‘ધ બાર્ડ ઓફ બ્લડ’ અને ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ જેવી અનેક ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હોવા ઉપરાંત શાહરુખ ખાન ભારતના અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાં પણ સામેલ છે. તેનાં બેનર રેડ ચિલીઝ હેઠળ અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને લોકપ્રિય વેબ સિરીઝ બની છે. હવે તેનાં બેનર…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વડોદરામાં ૨૦૨૫ માં ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શ્રીગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકી શાંતિને પલીતો ચાંપનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી સગીર હોવાનો ખુલાસો પણ થયો હતો. પોલીસે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી. વડોદરા માં ગત ઓગષ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત છ અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે પાંચ આરોપીની અરજી સ્વીકારી…

Read More

(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશભરમાં આજે પત્રકારોએ સાચુ લખવું હોય તો ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે અને એના અનેક દાખલાઓ મૌજૂદ છે. જેમાં સત્યને પંથે ચાલનારા પત્રકારોએ મોતને પણ વહાલું કરવું પડયુ હોય ત્યારે પંજાબના ભટિંડા શહેરમાં મંગળવારે પત્રકારો, ખેડૂત પ્રતિનિધિઓ અને નાગરિક અધિકાર કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)ની કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. “પ્રેસ દી આઝાદી બહાલ કરો સંઘર્ષ સમિતિ” દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સહભાગીઓએ માનવ સાંકળ રચીને રાજ્યમાં પ્રેસની સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેખાવકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં આક્ષેપ કર્યો હતો કે…

Read More

૩ ટુરિસ્ટ જીવતા બળી ગયા ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, ૧૦ કિ.મી. ઊંચે રાખ ઊડી ઈન્ડોનેશઇયામાં હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો  આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ખતરનાક સ્થળોએ ફોટો અને વીડિયો બનાવવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી પર આવી જ એક ઘટના બની છે. વહીવટીતંત્રની કડક ચેતવણી અને પ્રતિબંધ હોવા છતાં, ૨૦ પ્રવાસીઓ જ્વાળામુખીના જાેખમી વિસ્તારમાં ચઢી ગયા હતા. આ દરમિયાન અચાનક જ્વાળામુખી ફાટતા આસમાનમાં રાખ અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે સિંગાપોરના પ્રવાસીઓ અને એક સ્થાનિક…

Read More

અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો અમેરિકાએ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં ગોળીબાર થયો છે અને બંને એકબીજા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે મધ્યસ્થી બનેલા પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે. અમેરિકાએ તાજેતરમાં જ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા. આમ અમેરિકાએ મધ્યસ્થી કરાવવા ધમપછાળા કરી રહેલા પાકિસ્તાનને પણ છોડ્યું નથી અને હવે પોતાના લોકોને છોડાવવા માટે પાકિસ્તાન અમેરિકાના…

Read More