- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
- Magic Red Casino Review: Full Guide for UK Players
- Online casino VegasHero: overview and options for UK players
- Candyland casino games account verification guide for UK players
- મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દે
- સાઉદી અરેબિયા પર હૂતિઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ક્રૂડ ઓઇલમાં ૪%નો ઉછાળો
- આરકે સ્ટુડિયોના ગણપત્યુત્સવની યાદો તાજી કરતી કરિશ્મા કપૂર: રાજ કપૂરના નિધન બાદ પરંપરા થઈ અસ્તિત્વહીન
Author: garvigujrat
નેપાળની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો.ઓળખપત્ર વગર ભારત-નેપાળ સરહદે એન્ટ્રી ઉપર પ્રતિબંધ.આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ. નેપાળની બાલેન સરકારે ભારતથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે ભારત-નેપાળ સરહદ પર ભારે અફરાતફરીનો માહોલ જાેવા મળી રહ્યો છે. નવા આદેશ મુજબ, હવે કોઈપણ ભારતીય નાગરિક ઓળખપત્ર (Identity Card) વિના નેપાળમાં પ્રવેશ કરી શકશે નહીં. આ નિયમ નેપાળથી ભારતમાં પ્રવેશતા લોકો માટે પણ સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે. શનિવારે આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. કોલકાતાથી…
૧૨ મેએ લેશે CM પદની શપથ.હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન.અસમ ભાજપ વિધાનસભા પક્ષની એક બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં નેતાની ઔપચારિક પસંદગી કરવામાં આવી હતી.હિંમત બિસ્વા સરમા અસમના આગામી મુખ્યમંત્રી હશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. જેપી નડ્ડાએ હિમંત બિસ્વાના નામની જાહેરાત કરી. હિમંત બિસ્વા સરમા ૧૨ મેના રોજ સવારે ૧૧ વાગ્યે બીજી વખત અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપે ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી માટે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. અસમ ભાજપ વિધાનસભા પક્ષની એક બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં નેતાની ઔપચારિક પસંદગી…
૯ અન્ય વિધાયકોએ મંત્રીપદના શપથ લીધા.તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા થલાપતિ વિજય.વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા : આ પળના તેમના માતા પિતા અને મિત્રો સાક્ષી રહ્યા હતા : રાહુલ ગાંધી પણ સામેલ થયા.અનેક માથાપચ્ચી બાદ આખરે તમિલનાડુમાં ટીવીકેનો સત્તાનો માર્ગ મોકળો થઈ ગયો અને આજે થલાપતિ વિજયના નામથી ઓળખાતા સી જાેસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. વિજયના શપથગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા વિજય બપોરે ૩.૪૫ કલાકે શપથ લેવાના હતા પરંતુ તેમના એસ્ટ્રોલોજરે તેમને સવારે ૧૦ વાગે શપથ લેવાની સલાહ આપી હતી. થલાપતિ વિજય…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે ઘણીવાર વાત વાતમાં બોલીએ છીએ કે તને આખે આખો ગળી જઈશ. તું શોધ્યો પણ નહીં જડે. આવું સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે સાઉથ આફ્રિકામાં તો ૫૯ વર્ષના ગ્રેબિઅલ બતિસ્તા નામના હોટલ માલિક જે કેટલાય દિવસથી ગાયબ હતા.તેમની હોટલ પાસે આવેલી કોમાટી નામની નદીમાં પૂર આવ્યું એ પછીથી તેઓ ક્યાંય જોવા મળી રહ્યા ન હતા. લોકોને લાગ્યુ હતું કે પૂરમાં તણાઈ ગયા હશે અથવા તો પાણીના વહેણ સાથે ક્યાંક દૂર પહોંચી ગયા હશે. પોલીસે ગ્રેબિઅલને શોધવા માટે આકાશ પાતાળ એક કરી લીધા. પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહીં. આખરે થોડા દિવસ પછી રેસ્ક્યુ ટીમ…
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશમાં જ્યારે પણ લોકસભા કે વિધાનસભા માટે ચૂંટણીઓ યોજાય છે ત્યારે પૂરતી સંખ્યામાં મહિલાઓને ટિકિટ આપવાની નિષ્ઠાવાન ઈચ્છાશક્તિનો અભાવ હોય છે તેનું કારણ શું છે? ઉલ્લેખનિય છે કે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવેલી મહિલાઓની સંખ્યા અને વિજેતાઓની સંખ્યા પોતે જ મહિલાઓની ભાગીદારી અંગે રાજકીય પક્ષોની ખોરી દાનત પર પ્રશ્ન ઉઠાવે છે. સ્પષ્ટપણે લગભગ તમામ પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં ઓછો ઉત્સાહ દર્શાવ્યો. જોકે સંસદમાં સીમાંકન બિલ પસાર કરવામાં તાજેતરમાં નિષ્ફળતાના સંદર્ભમાં મહિલા અનામતનો મુદ્દો પણ ચૂંટણીનો મુદ્દો બની ગયો અને ભાજપે આ મુદ્દા પર વિરોધી પક્ષો…
ઈતિહાસમાં પહેલીવાર જળથી કુંભાભિષેક થશે.સોમનાથ મંદિર ઉપર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે.ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે : સૂર્યકિરણ એર શો બતાવાશે . પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુન:નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. “સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી…
વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે.સોમનાથ-વડોદરાનાં વિશેષ કાર્યક્રમોમાં પીએમ આપશે હાજરી.મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધિત પણ કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તથા પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધિત પણ કરશે. ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૧૦ મેના રોજ મોડી રાત્રે જામનગરમાં રાત્રી રોકાણ કરશે. જે બાદ ૧૧ મેના રોજ સવારે…
૧૫% ડ્રાઈવરો ફેઈલ .મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ ૨૦ ટકા (૫૮૭ ડ્રાઈવરો) મરાઠીમાં વાતચીત કરવા સક્ષમ નહોતા. મહારાષ્ટ્રમાં જાહેર પરિવહન સેવાઓને સ્થાનિક સંસ્કૃતિ અને ભાષા સાથે જાેડવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધર્યું છે. રિક્ષા અને ટેક્સી ચાલકોને મરાઠી ભાષાનું પાયાનું જ્ઞાન હોવું જાેઈએ તે હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનના હવે ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યા છે. મીરા-ભાઈંદરમાં હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જે બાદ હવે આ ઝુંબેશને સમગ્ર રાજ્યમાં વિસ્તારવામાં આવી છે. રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરતા પહેલા મીરા-ભાઈંદર વિસ્તારમાં ૨ એપ્રિલથી ૧ મે દરમિયાન એક પાયલોટ ડ્રાઈવ…
અગ્નિમિત્રા પોલ સહિત ૫ વિધાયકોએ પણ લીધા મંત્રીપદના થપથ.પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ.સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા : આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારીએ આજે બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન થયું. સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પ્રોટોકોલ મુજબ મમતા બેનર્જીને પણ સમારોહનું…
હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભૂમિકા બદલાઈ રહી છે.ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! ૩ મહિનામાં બે ગુપ્ત બેઠક.ભારતીય સરકારી વર્તુળોમાં એવી સર્વસંમતિ બની રહી છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડી (પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર) સાથે વાતચીત માટે એક ગુપ્ત રસ્તો ખુલ્લો હોવો જાેઈએ. ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા ત્રણ મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી બે વાર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


