- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
૧૦૦૦થી વધુ મેડિસિનના ભાવ વધશે ૧ એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) માં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે ૦.૬% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે.…
ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન ભારત સહિત ૫ મિત્ર દેશના જહાજાે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે રણનીતિક રીતે અતિ મહત્વનો એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરાયો નથી મડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજાેને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની…
સોનાના વાયદામાં રૂ.3175 અને ચાંદીના વાયદામાં રૂ.14090નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.427નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.7765.45 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.110714.73 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6043.69 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.118480.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7765.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.110714.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.798.24 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6043.69 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.139800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.141433 અને નીચામાં રૂ.139800ના સ્તરને સ્પર્શી, રૂ.144097ના આગલા બંધ સામે રૂ.3175 ઘટી રૂ.140922ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.2450 ઘટી રૂ.113217ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.294 ઘટી રૂ.14171ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.3441 ઘટી રૂ.140897ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.141003ના…
શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે | સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને || રામ રક્ષા સ્ત્રોતનો આ છેલ્લા શ્લોકમાં રામ નામનો અદભુત મહિમા કહી સ્તોત્ર પુરું કર્યું! એવાં રામ તત્વનાં જન્મની તિથિ એટલે રામ નવમી. તિથિ ની અવઢવમાં રામ જન્મ ગઈ કાલે થયો! પણ જન્મ પછી જ આપણાં અંતરમાં એ જન્મ્યું કે નહીં? એની ખાતરી કરવાની હોય, એટલે આપણે આજે એ રામ તત્વ વિશે ચિંતન કરીશું, પણ પહેલાં ચૈત્રની નોમે મા નવદુર્ગાના નવમાં સ્વરૂપ મા સિદ્ધિદાત્રીને નમીએ. સિદ્ધિદાત્રીનાં આશિષથી સહસ્ત્રાર ચક્રની કલ્પના પણ આલાદક છે, અને જો ત્યાં સુધી શક્તિ પ્રવાહને ખેંચી શકાય તો બહુ સારું છે, પરંતુ આપણી માટે સ્વ થી…
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીની સાથે સાથે એસસી સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા, અમદાવાદ શહેર યુથ વિંગ પ્રમુખ કુલદીપભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા આપણે સમાચાર જોયા કે ભાજપ અને હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. આમ આદમી પાર્ટીની યુથ વિંગ સુરતમાં ડ્રગ્સ વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવા જઈ રહી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં આમ…
આમ આદમી પાર્ટી ગુજરાત SC વિંગ પ્રમુખ જગદીશ ચાવડાએ આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભામાંથી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના આશરે સો જેટલા પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. જેમાં ધંધુકા તાલુકાના રંગપુર વિસ્તારના રહેવાસી અને ધંધુકા તાલુકા ભાજપના SC મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ કોરડિયા અને રાજુભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, તેમજ અન્ય કાર્યકર મિત્રો પણ આવ્યા છે. આશરે સો જેટલા કાર્યકરો બે દિવસ પહેલાં પોતાના રંગપુર વિસ્તારની અંદર જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપના માધ્યમથી હું જણાવવા માંગું છું કે મુકેશભાઈ છેલ્લા ત્રીસ…
આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને દિલીપસિંહની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે હું ગુજરાતભરની જનતાનું ધ્યાન બે મહત્વના મુદ્દાઓ તરફ દોરવા માંગું છું. ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન (પ્રશ્ન ક્રમાંક 68) હતો. મેં પૂછેલા પ્રશ્નનો ગૃહમંત્રી દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો, પરંતુ સમયના અભાવે તેની વિસ્તૃત ચર્ચા થઈ શકી નહીં. તેમ છતાં, મળેલો જવાબ ચોંકાવનારો છે. મેં પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલાં લોકોએ સ્વરક્ષણ માટે રિવોલ્વર લાયસન્સ લીધાં છે. અહીં સિક્યુરિટી ગાર્ડ,…
પાકિસ્તાને માંગ્યો કમાણીનો ૮૦% હિસ્સો.ફિલ્મની સ્ટોરી પાકિસ્તાન, કરાચી અને લ્યારીમાં સેટ છે જેના કારણે પડોશી દેશમાં પણ હલચલ જાેવા મળી હતી.રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ૨એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જેને અગાઉના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. તે ગ્લોબલ લેવલે ધૂમ મચાવી રહી છે. ધુરંધર ૨ એ વર્લ્ડ વાઈડ ૯૦૦ કરોડની કમાણી કરી છે. તેની સ્ટોરી પાકિસ્તાન, કરાચી અને લ્યારીમાં સેટ છે જેના કારણે પડોશી દેશમાં પણ હલચલ જાેવા મળી હતી. એક ઓનલાઈન વીડિયો સામે આવ્યો છે જેમાં લ્યારીના રહેવાસીઓ ધુરંધર ૨ ની કમાણીથી ગુસ્સે છે. જેમાં તેઓ ફિલ્મની કમાણીનો હિસ્સો માંગી રહ્યા છે. ધુરંધરના આટલા મોટા વધારાથી રહેવાસીઓ…
કાસ્ટિંગ ડિરેક્ટરે કર્યો ખુલાસો.હવે અફસોસ કરે છે, ઘણા એક્ટર્સે ધુરંધરમાં રહેમાન ડકૈતનો રોલ રિજેક્ટ કર્યો હતો.રહેમાન ડકૈતના રોલ માટે અક્ષય ખન્ના પહેલી પસંદ નહોતો, તેના પહેલા ઘણા એક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો.ધુરંધર ૨ દુનિયાભરમાં ૬ દિવસની અંદર ૯૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે, જેને સફળ બનાવવામાં માત્ર રણવીર સિંહ, સંજય દત્ત જેવા સ્ટાર્સની શાનદાર એક્ટિંગ જ નહીં, મુકેશ છાબરાની શાનદાર કાસ્ટિંગની પણ ભૂમિકા છે. કાસ્ટિંગ ડિરેક્ટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રહેમાન ડકૈત માટે અક્ષય ખન્ના પહેલી પસંદ નહોતો. તેના પહેલા ઘણા એક્ટર્સને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ બધાને ઇનકાર કરી દીધો. ધુરંધરના રિલીઝ પછી એ તમામને રોલ ન કરવાને…
૨૦૨૬માં ૭ ફિલ્મોમાં મચાવશે ધમાલ.દિગ્ગજ અભિનેત્રીને ટક્કર આપશે એક્ટ્રસ વામિકા ગબ્બી.બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીને ટક્કર આપીને વામિકા ગબ્બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવા મહેનત કરી રહી છે.વામીકા ગબ્બી એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે પંજાબી અને હિન્દી ફિલ્મો અને સિરિઝમાં કામ કરે છે. જે પંજાબી અને હિન્દી સિનેમાની સાથે-સાથે OTT પ્લેટફોર્મ (જેમ કે જ્યુબિલી, ખુફિયા)માં તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તેણીએ હિન્દી ફિલ્મ જબ વી મેટ (૨૦૦૭)માં ટૂંકી ભૂમિકા સાથે બાળપણમાં તેની સ્ક્રીન ડેબ્યૂ કરી હતી, હવે ૨૦૨૬માં એક પછી એક ઘણી મોટી ફિલ્મોમાં જાેવા મળશે. વામિકા ગબ્બી માટે વર્ષ ૨૦૨૬ કોઈ મોટા બ્રેકથી ઓછું નહીં હોય. અભિનેત્રી આ વર્ષે…




