- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
તુંબાડ માટે એક શહેર ખડું થઈ રહ્યું છે.‘તુંબાડ ૨’ માટે મુંબઈમાં ૭–૮ એકરનો ભવ્ય સેટ તૈયાર કરાયો.૨૦૨૪માં ફરી રિલીઝ બાદ તુંબાડ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર રી-રિલીઝ ફિલ્મ બની હતી.તુંબાડ સાથે સોહમ શાહે ખરેખર એક સિનેમેટિક માસ્ટરપીસ ફિલ્મ આપી હતી. જેની એક એક ળેમ દર્શકો અને વિવેચકો વખાણતાં હતાં. આ ફિલ્મે સમય જતાં કલ્ટ ફિલ્મ તરીકે લોકપ્રિયતા મેળવી અને હિન્દી હોરર ફિલ્મોમાંથી એક શ્રેષ્ઠ માનવામાં આવે છે. ૨૦૨૪માં તેની ફરી રિલીઝ બાદ તે ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર રી-રિલીઝ ફિલ્મ બની હતી. ત્યારથી જ દર્શકો તુંબાડ ૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને તેની જાહેરાત બાદ ઉત્સુકતા વધુ…
આમિર ખાન અને કાદર ખાન જેવી હસ્તીઓની મિમિક્રીને અદ્ધભુત પ્રતિસાદ મળ્યા.“હું પહેલેથી જ ધીમો છું, વધુ ધીમાં નથી પડવું” : સુનિલ ગ્રોવર.અમારે તો ઘણું બધું કરવાની ઈચ્છા હોય છે, પરંતુ લોકો તેને કેવી રીતે સ્વીકારે છે તે જ અગત્યનું છે.એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવર કોમેડી અને ખાસ તો મિમિક્રીની દુનિયામાં એક એવું નામ બની ગયું છે કે તેની મિમિક્રીને હવે આદર્શ માનવામાં આવે છે, તેની મિમિક્રી નકલ નહીં પણ ખરા અર્થમાં પરકાયા પ્રવેશ લાગે છે. તાજેતરમાં કોમેડી અને મિમિક્રીની દુનિયામાં આવતા પડકારો વિશે તેણે ખુલીને વાત કરી હતી. આમિર ખાન અને કાદર ખાન જેવી હસ્તીઓની તેની મિમિક્રીને અદ્ધભુત પ્રતિસાદ મળ્યો…
જીગરાએ શેર કરી પોસ્ટ.૧૦ વર્ષની યાદગાર સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર.‘જીગરા’ તરીકે લોકપ્રિય જિગરદાન ગઢવીની અચાનક નિવૃત્તિથી ફેન્સમાં આશ્ચર્ય અને નિરાશાનો માહોલ.ગુજરાતી પ્લેબેક સિંગર, ગીતકાર અને સંગીતકાર જિગરદાન ગઢવીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષની સફળ સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની આશ્ચર્યજનક જાહેરાત કરી છે. સિંગરે રામ નવમીના દિવસે કરેલી આ જાહેરાતથી ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ ચોંકી ગયા છે. જાેકે તેઓ સ્વતંત્ર સંગીત અને લાઈવ શોમાં સક્રિય રહી શકે છે. જિગરદાનની પોસ્ટમાં આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ આરોહી પટેલે કોમેન્ટમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દુસરો કે લિયે ગાના ગાને…
મેકર્સે બુધવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી.અનન્યાની ‘ચાંદ મેરા દિલ’ મુલતવી, હવે ૨૨ મેએ રિલીઝ માટે તૈયાર.૨૦૨૪માં, કરણ જાેહરે ફિલ્મનાં ફર્સ્ટ-લૂક પોસ્ટર્સ શેર કર્યાં હતાં અને લખ્યું હતું કે આ એક જુદા જ પ્રકારની પેશેનટ લવ સ્ટોરી હશે.એક તરફ અનન્યા પાંડેની વેબ સિરીઝની ચર્ચા છે, તો બીજી તરફ તેની ફિલ્મ ચાંદ મેરા દિલની રિલીઝ પાઠી ઠેલાઈ છે. જેમાં તેની સાથે લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. ધર્મા પ્રોડક્શન દ્વારા બનેલી આ રોમેન્ટિક ફિલ્મ હવે ૧૦ એપ્રિલની જગ્યાએ ૨૨ મેના રોજ સિનેમાઘરોમાં આવશે. મેકર્સે બુધવારે સોશિયલ મીડિયા દ્વારા આ ફેરફારની જાહેરાત કરી હતી.આ ફિલ્મનું ડિરેક્શન વિવેક સોનીએ કર્યું છે, જેમણે અગાઉ મીનાક્ષી સુંદરેશ્વર…
પ્રતિબંધ હોવા છતાં કુરિવાજથી હજારો મહિલાઓના અકુદરતી મોત થાય છે.દહેજને કારણે થતાં મૃત્યુ સમાજ પર ગંભીર કલંક : સુપ્રીમ કોર્ટ.દહેજને કારણે મૃત્યુ જેવા ખૂબ જ ગંભીર ગુનામાં હાઈકોર્ટે પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જાેઈતી હતી.દહેજના કારણે થતાં મૃત્યુને સમાજ માટે ગંભીર કલંક ગણાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કાયદામાં દહેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતા આ સામાજિક કુરિવાજને કારણે હજારો મહિલાઓના અકુદરતી મોત થઈ રહ્યાં છે. દહેજ મૃત્યુ કેસમાં એક પુરુષના જામીન રદ કરતા ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને વિજય બિશ્નોઈની બનેલી ખંઠપીઠે અવલોકન કર્યું હતું કે આરોપીને જામીન પર મુક્ત કરવાનો પટણા હાઈકોર્ટનો આદેશ સંપૂર્ણપણે અયોગ્ય…
૨૫ થી ૨૯ વર્ષના ૨૦ ટકા ગ્રેજ્યુએટ્સ બેકાર.ભારતમાં ૪૦% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી.દેશમાં દર વર્ષે એવરેજ ૫૦ લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાય છે, જેમાંથી માત્ર ૨૮ લાખ જ નોકરી મેળવી શકે છે.દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ, તેમના માટે નોકરીઓ ઉપલબ્ધ નથી. જેના કારણે દેશમાં ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના રિપોર્ટમાં આ ચિંતાજનક હકીકત સામે આવી છે. રિપોર્ટ મુજબ, દેશમાં ૨૦૦૪થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૫૦ લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાયા પરંતુ, તેની સામે નોકરી ફક્ત ૨૮ લાખને જ મળી. દેશમાં ૨૫ વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર આશરે ૪૦ ટકા જેટલો છે. ૨૫થી…
શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક.સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ!.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.એક તરફ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, સરકારી વિભાગોમાં ભરતી કરીને શિક્ષિત યુવાઓને તક આપવામાં આવી રહી છે. વાસ્તવમાં આજે પણ સરકારી વિભાગોમાં નિવૃત્તિ પછી પણ કરાર આધારિત નોકરી આપવાનો ક્રમ જારી રહ્યો છે. ૫૮ વર્ષ નિવૃત્તિ પછી પણ સરકારના માનીતા અધિકારીઓને પુન: તક આપી નોકરીમાં ગોઠવી દેવાયા છે. પરિણામે સચિવાલય, બોર્ડ-નિગમો જાણે ઘરડાઘરમાં તબદીલ થયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું…
મિડલ ઈસ્ટ યુદ્ધમાં મોટી રાહત.ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા ૧૦ દિવસ અટકાવ્યાં.છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જાેવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો પર થનારા હુમલાઓને આગામી ૧૦ દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ ર્નિણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે.ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા…
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા.ગીર સોમનાથમાં ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ; ત્રણ ઝબ્બે.નવાબંદર મરીન પોલીસે ત્રણ વાહનમાંથી ૮૮૦૦ લિટર શંકાસ્પદ ડીઝલ અને રૂ.૨૫ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગીર સોમનાથમાં ૮૮૦૦ લિટર જેટલું ડીઝલ જપ્ત કરી પોલીસે શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નવાબંદર મરીન પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા છે અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે આટલી મોટી માત્રામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત થતા આ મામલે હાલ ગીર સોમનાથ પંથકમાં ચકચાર મચી છે. વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની…
ઇમરજન્સી વોર્ડમાં હાલાકીની પરાકાષ્ઠા.નવસારી: સિવિલમાં ફરી વળ્યા ગટરના પાણી.હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે.દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે. નવસારી સિવિલના જે ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે, ત્યાં અત્યારે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ પાણી વોર્ડની અંદર…




