Author: garvigujrat

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2022 પછી આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ અને રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે, ત્યારે સત્તાધારી ભાજપ પાર્ટીને ભીંસ પડી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા ભાજપને ભીંસ પડી છે અને હવે તેમણે નવો પ્રોપેગેન્ડા શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અને દિલ્હીના કાર્યકર્તાઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. કાયદાનો દૂરપયોગ કરીને ગુજરાતમાં ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. અમારા પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ ડો.કાયનાત અંસારીએ જનતા રેડ કરી દારૂના અડ્ડા રોકવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે સરકાર માને કે ન માને પરંતુ હાલમાં જે વાવાઝોડુ આવ્યુ તેણે ખેડૂતોને પારાવાર નુકસાન કર્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને તો નુકસાન થયું જ છે, પરંતુ એ સિવાયના જે સંવેદનશીલ પાકો છે, જેમનો ઉલ્લેખ સરકાર કે મીડિયા દ્વારા થતો નથી, તેમને પણ ભારે અસર પહોંચી છે. જીરું ગુજરાતમાં આશરે 1,72,476 હેક્ટર વિસ્તારમાં થયુ છે અને તે ખૂબ સંવેદનશીલ પાક છે. તેવી જ રીતે ધાણા આશરે 1,26,470 હેક્ટરમાં થયુ છે. સવાનું વાવેતર આશરે 12,212 હેક્ટરમાં અને ઇસબગુલનુ વાવેતર 17,284 હેક્ટરમાં થયુ છે. આ બધા…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી જે મુદ્દાઓ છે, તે ગરીબો, વંચિતો, શોષિતો અને આદિવાસી સમાજના છે, આ મુદ્દાઓ પર તેઓ સભાને સંબોધન કરવાના છે. છેલ્લા ત્રણ દિવસથી અમારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકો યોજાઈ છે. આ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે. જેમાં પહેલું લિસ્ટ છે, તે ટૂંક સમયમાં અમે ઉમેદવારોનું જાહેર કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતાની અલગ રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી ચાલતા, પરંતુ અમારી પોતાની રણનીતિથી આગળ વધીએ છીએ. અને…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અમારી સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસની મિટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો નક્કી કર્યા છે. આ નામોને લઈને અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આગામી ૨૪ તારીખે સાંજે રાજકોટમાં બંને નેતાઓ પહોંચશે અને ત્યાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક યોજાશે. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, 25મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 26મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિંદ કેજરીવાલજી અને…

Read More

સૂર્ય સાક્ષીએ અધ્યાત્મનું ખેડાણ કરીને, મણિચક્ર એવંમ રત્નોનાં નગરની સફરે જઈએ. આજે ચૈત્રી ચોથે નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ એટલે કે પૃથ્વી નામનાં ગર્ભમાંથી પ્રાણીમાત્રને જન્મ આપનારી કુષ્માંડાને નમન કરીએ. મનુષ્ય પણ એક પ્રાણી જ છે, અને તેનાં મૂળમાં પણ અન્ય પ્રાણીની જેમ કામ જ કેન્દ્ર બિંદુ છે. એટલે તે કામ અને કામના વચ્ચે સતત ગૂંચવાયેલો રહે છે! પરંતુ જો તેને આ ચક્ર વ્યુહ માંથી બહાર નીકળવું હોય તો તેણે તેની પ્રાણશક્તિને કામ શક્તિ માંથી રામ શક્તિ તરફ ઉર્ધ્વગમન કરાવવું પડે, અને તેની આ આધ્યાત્મિક સફરનું નામ જ કુંડલિની જાગરણ છે. મનુષ્ય તરીકે એને સાત જન્મ મળે છે, પરંતુ જન્મ લઇ તે…

Read More

બંધ ક્રેડિટ કાર્ડનાં 10 વર્ષ પછી 33 લાખ રૂપિયાની માંગણી કોર્ટે 5 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે. તમે તેને બંધ કરી દીધું છે. તમે બાકીનું બધું ચૂકવી પણ દીધું છે. જો બેંક હજુ પણ તમારા પૈસા માંગે તો તમે શું કરશો ? કોર્ટમાં જાઓ? મૈસુરના વેંકટેશે બરાબર આવું જ કર્યું એસવીએન,બેંગલુરુ તમે તમારા ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચૂકવી દીધું અને તેને બંધ કરી દીધું. દસ વર્ષ પછી, બેંકે ₹33.83 લાખની ડિમાન્ડ નોટિસ મોકલી. ગ્રાહક ખૂબ જ હેરાન થઈ ગયો. તેણે બેંકને પરિસ્થિતિની જાણ કરી, પરંતુ બેંકે હાર માનવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ ગ્રાહકે ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવ્યો, જ્યાં…

Read More

સીટ બેકરેસ્ટમાં છુપાવ્યા હતા ડ્રગ્સના પેકેટો.એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી ૨ કિલો હાઈબ્રિડ ગાંજાે ઝડપાયો.ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છ.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળતા મેળવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ દરમિયાન અંદાજે ૨ કિલો જેટલો કિંમતી હાઈબ્રિડ (હાઈડ્રોપોનિક) ગાંજાે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ સાથે સંકળાયેલા ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છે.મળતી વિગતો અનુસાર, ફ્લાઈટ નંબરIX-263 માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી કસ્ટમ્સ વિભાગને મળી હતી. જેના આધારે AIU યુનિટે સમગ્ર વિમાનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પેસેન્જર સીટની પાછળના ભાગે એટલે…

Read More

૪ કર્મચારીઓ સામે FIR દાખલ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટ કૌભાંડ સામે આવ્યું.૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું.શહેરની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલના કેશિયર સહિતના કર્મચારીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ હોસ્પિટલ તંત્ર પોલીસમાં FIR નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હાલ ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે હાલ પોલીસ તથા હોસ્પિટલ તંત્રએ ઉચ્ચ તપાસ હાથ ધરી…

Read More

વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત.રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. આગામી ૨૩ માર્ચે રાહુલ ગાંધી ગુજરાતના વડોદરા પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થવામાં થોડા જ દિવસો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર ૨૫ માર્ચે પૂર્ણ થશે. આ પછી ૨૬ માર્ચે,…

Read More

સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન જાહેરાત કરી.મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો ૫૦ ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો ૩૦ ટકા, ધારાસભ્યોનો, ૨૦ ટકા અને સરકારી અધિકારીઓનો ૩૦ ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો ૩૦ ટકા પગાર અટાકીવ દેવાયો છે. મુખ્યમંત્રી સુક્ખુએ એવું પણ કહ્યું…

Read More