- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
Author: garvigujrat
ઓપન-સોર્સ પ્લેટફોર્મના કારણે ડેટાની ગોપનીયતા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી AI, ડિજિટલ ટૂલ્સને ન્યાયતંત્ર પર હાવી થવા દેવા જાેઇએ નહીં: સુપ્રીમ કોર્ટ જજ કોર્ટ સેશનમાં ટેકનોલોજીના ઇન્ટિગ્રેશન અને ન્યાયિક પ્રક્રિયાઓના રિ-એન્જિનિયરિંગના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચાવિચારણા કરાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ માત્ર સહાયક સાધનો તરીકે થવો જાેઈએ, પરંતુ આ નવી ટેકનોલોજીને ન્યાયિક તર્ક પર હાવી થવા દેવી જાેઇએ નહીં તેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રાજેશ બિંદલે રવિવારે જણાવ્યું હતું. તેમણે ઓપન-સોર્સ પ્લેટફોર્મના ઉપયોગ અને ડેટાની ગુપ્તતા અંગેના સંભવિત જાેખમો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારના ન્યાય વિભાગના સહયોગથી સર્વાેચ્ચ અદાલતની ઇ-કમિટી દ્વારા ૧૧-૧૨ એપ્રિલે આયોજિત ‘જ્યુડિશિયલ પ્રોસેસ…
દુનિયા ટેન્શનમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ CENTCOM એ હોર્મુઝની નાકાબંધી કર્યાની જાહેરાત કરી ટ્રમ્પે રવિવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સંકેત આપ્યા હતા કે અમેરિકા ‘અવૈધ ટોલ’ વસૂલતા જહાજાેને રોકશે વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર જાહેરાત કરી છે કે, ૧૩ એપ્રિલ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યાથી ઈરાની બંદરોની સંપૂર્ણ નાકેબંધી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન નૌસેના હવે એક્શન મોડમાં આવી ગઈ છે.CENTCOM એ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજાે વિરુદ્ધ આ નાકેબંધી નિષ્પક્ષ રીતે લાગુ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમા કોંગ્રેસના વોર્ડ નં.૧૨ ના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ઉમેદવારી ફોર્મમા અધૂરી વિગત હોવાના કારણે ચૂંટણી અધિકારીએ રદ કરેલ છે. ભૂપેન્દ્ર પટેલ વાલ્મીકિ સમાજના ઉમેદવારતરીકે કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરેલ. તેઓ અગાઉ બે વાર ચૂંટણી લડી ચૂકયા છે. કમનસીબે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બંનેવાર તેઓ ચૂંટણી હારી ગયેલ. હાલના વોર્ડમા કોંગ્રેસના મતદારોની વધુ સંખ્યા હોવાના કારણે તેઓના જીતવાના ચાન્સ સારા હતા. વોર્ડ નં.૧૨મા નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર, મહિધરપુરા વિસ્તારમા લઘુમતી અને અનુસુચિત જાતિના સારી સંખ્યામા મતદાર છે. ભૂપેન્દ્ર પટેલ ને આ મતદારની સંખ્યા ને લક્ષમા લઈ ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે પસંદગી કરી હતી. દરેક ઉમેદવારને ચાર ઉમેદવારી…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.589નો ઝડપી ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1186 અને ચાંદીનો વાયદો રૂ.5492 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.20369.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.134855.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12046.11 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155224.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20369.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.134855.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3096.63 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12046.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.151547ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152144 અને નીચામાં રૂ.151255ના મથાળે અથડાઈ, રૂ.152652ના આગલા બંધ સામે રૂ.1186 ઘટી રૂ.151466 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.796 ઘટી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં આજે ભગવાધારીઓ કેમ બદનામ થઈ રહયા છે? એ વિચારવા જેવો સવાલ છે ત્યારે એનો સીધો અર્થ એ થાય કે ભલી ભોળી પ્રજાને અને એમાય ખાસ કરી મહિલાઓને જો વિશ્વાસમાં લેવી હોય તો એનું એક માત્ર હથવગું હથિયાર છે. “ધર્મ” અને આ ધર્મના નામે તમે ભગવા પહેરો, ગળામાં બે ચાર માળાઓ પહેરો, લાંબી જટા અને લાંબી ભસ્મ લગાવી ટીલા ટપકા કરો એટલે તમે પૂજવા લાયક બની જાઓ અને પછી તમારી પર મુકાય અંધવિશ્વાસ અને એ મુકાયેલા અંધવિશ્વાસના સહારે તમને મળી જાય છે ઐયાસી કરવાનું જાણે કે લાયસન્સ? અને આવો જ એક ભગવાધારી સાધુ સુરતના ડીંડોલી વિસ્તારમાં…
બ્લૂ બૉડી હગિંગ ગાઉનમાં વર્તાવ્યો કહેર બીમારી બાદ કામ પર પરત ફરી સબા આઝાદ સબા અને ઋતિક લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે અને ઘણીવાર સાથે જાેવા મળે છે અભિનેતા ઋતિક રોશનની ગલફ્રેન્ડ સબા આઝાદ તાજેતરમાં બીમાર પડી હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના પલંગ પરથી એક ફોટો શેર કર્યાે હતો, જેમાં તેણીની બીમારીનો ખુલાસો થયો હતો.તેણીએ પોસ્ટ કરી, “મારા જીવનના સૌથી ખરાબ ૧૪ દિવસ. સાયક્લોસ્પોરા કેયેટેનેન્સિસ, તે ખૂબ જ ખરાબ છે. હું હંમેશા ઘરે બનાવેલો ખોરાક ખાઉં છું, મારું પાણી જાતે લઈ જાઉં છું, છતાં પણ મને પેટમાં ચેપ લાગ્યો છે.”હવે, સબા સ્વસ્થ છે અને કામ પર પાછી ફરી છે.…
૨૦ ભાષાની રચનાને આપ્યો સ્વર આશા ભોંસલેના સૂરનો જાદૂ, ૧૨ હજાર ગીતો સાથે બનાવ્યો રેકોર્ડ ૨૦૧૧માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આશા ભોંસલેને સંગીત ઇતિહાસમાં “સૌથી વધુ રેકોર્ડેડ કલાકાર” તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી ભારતીય સિનેમાના સંગીતમાં આશા ભોંસલેનું વિશેષ સ્થાન છે. “આશા તાઈ”, જેમણે પોતાના ગાયનથી શ્રોતાઓના હૃદયમાં એક નવી લહેર ફેલાવી હતી, તે હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાભારતીય સંગીત ઉદ્યોગમાં વૈવિધ્યતાની વાત આવે ત્યારે, આશા ભોંસલેનું નામ સૌથી પહેલા આવે છે. આ દિગ્ગજ ગાયિકાએ તેમના ફિલ્મી કરિયરમાં એટલા બધા ગીતો ગાયા છે કે આ સંખ્યા સામાન્ય વ્યક્તિને પણ આશ્ચર્યચકિત…
અનુપમા હવે ત્રીજા ક્રમે આવી ગયું ! નાના પડદા પર સાસુનું રાજ ફેન્ટેસી શોઝની પકડ ઢીલી! ‘કયુ કી સાસ ભી…’ બે ટી.આર.પી. રેટીંગમાં ‘નંબર-૧’ બન્યુ : ‘અનુપમા’ની જગ્યા ‘તુમ સે તુમ તક’ દ્વારા ઝડપી વર્ષ ૨૦૨૬ ના પહેલા ત્રણ મહિના વીતી ચૂક્યા છે અને આ ત્રિમાસિક ગાળામાં ભારતીય દર્શકોએ પોતાના મનપસંદ ટેલિવિઝન શોઝને ભરપૂર પ્રેમ આપ્યો. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના ૧૨ અઠવાડિયા ૩ જાન્યુઆરી થી ૨૭ માર્ચનો ટીઆરપી રિપોર્ટ જણાવે છે કે નાના પડદાના દર્શકોનું દિલ આજે પણ જૂના સંબંધો અને હાઈ વોલ્ટેજ ડ્રામા માટે ધબકે છે.આ ક્વાર્ટરમાં ’ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ એ એકતરફી બાદશાહત કાયમ રાખી,…
શોમાં આવશે મોટો ટ્વિસ્ટ ‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજાેગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જાેવા મળશે.પ્રિયંકા ચહર ચૌધરી અભિનીત કલર્સનો ‘નાગિન ૭’ લોકપ્રિય શો છે. હંમેશા તેના ભવ્ય કાલ્પનિક તત્વો અને રસપ્રદ પૌરાણિક કથાઓ માટે જાણીતો રહ્યો છે. આ…
વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ “કામ નહીં તો વોટ” નહીં ના બેનરો સાથે રહીશો મેદાને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે રહીશોએ રાજકીય પક્ષો સામે મોરચો માંડ્યો છે. ન્યૂ વસ્ત્રાલની વેદાંત સ્કાય લાઇન સહિત આસપાસની ૬ સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર ‘ચૂંટણી બહિષ્કાર’ ના બેનરો લગાવી દીધા છે. આ બેનરોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “કોઈ પણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.” સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ૬ વર્ષથી તેઓ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. વરસાદ સમયે રસ્તા પર ગોઠણસમા પાણી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


