- ચોમાસુ સત્રમાં ચર્ચા વિના વિધેયકો પસાર થતાં સંસદની લોકશાહી ગુણવત્તા સામે સવાલો
- સુરતના મોડર્ન ટાઉનમાં રખડતા કૂતરાઓનો આતંક, યુવાનને ગંભીર ઈજા; મનપાની કામગીરી સામે સવાલો
- मुंबई में ‘विन्ध्य आइकॉनिक बिज़नेस अवॉर्ड–सीज़न 2’, अमीषा पटेल ने 27 हस्तियों को किया सम्मानित
- મક્કામાં પાકિસ્તાન-સાઉદી-તુર્કીનો સંરક્ષણ કરાર, એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો
- કરીના કપૂરની ભણસાલી સાથે પહેલી ફિલ્મની શક્યતા, ધનુષની આગામી ફિલ્મમાં લીડ રોલ માટે સંપર્ક
- અક્ષય કુમારે કરી ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત, ૧૫ નવેમ્બરે અમદાવાદમાં યોજાશે
- ‘માલામાલ વીકલી 2’માં રવિના-પરિણીતિની એન્ટ્રી, પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં
- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
Author: garvigujrat
ગેસની અછતને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક મહિનાનું લોકડાઉન જાહેર સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક ર્નિણય: ૨૫૦ કારખાનાં બંધ થઈ ગયાં . મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવા પડે તેવી નોબત ઉભી થઇ છે. આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજે ૫૦૦ જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસની અછત અને તેનો ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી એક માસ સુધી બંધ કરવાનો સામૂહિક ર્નિણય લેવામાં આવ્યો છે.મોરબીના સિરામિક કારખાનાઓમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. જેથી ધીમે ધીમે ૨૦૦ જેટલા કારખાના બંધ થઈ ગયા હતા.છેલ્લા બે…
૨૨ લાખ બેરોજગારો છતાં રાજસ્થાનમાં રોજગાર કચેરીના ચોપડે નોકરીઓનો દુકાળ! છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ ઉમેદવારને સરકારી નોકરી અપાવી શકી નથી: આરટીઆઈમાં ખુલાસો. રાજસ્થાનમાં એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરાયેલી આરટીઆઈએ દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી હદે વકરી છે તેનો ચિતાર રજૂ કર્યાે છે. માહિતીના અધિકાર હેઠળ હાંસલ કરાયેલી વિગતો અનુસાર, રાજસ્થાનમાં આવેલી વિવિધ રોજગાર કચેરીઓમાં હાલ ૨૨ લાખ બેરોજગાર યુવાનો નોંધાયેલાં છે. એટલું જ નહીં, છેલ્લાં પાંચ વર્ષમાં રોજગાર કચેરીના માધ્યમથી એક પણ બેરોજગારની સરકારી ક્ષેત્રોમાં નિમણૂક થઈ નથી.ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ દ્વારા ઉપલબ્ધ બનાવાયેલી માહિતી અનુસાર, વિવિધ જિલ્લાઓમાં આવેલી રોજગાર કચેરીઓમાં નોંધાયેલાં નોકરીવાંચ્છુઓની સંખ્યા ૧૪ જાન્યુઆરીના રોજ ૨૨,૨૧,૩૧૭ હતી. જેમાં ૧૩.૦૮…
હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પ એકલા હાથે મેદાને! ઈરાન પર અમેરિકાએ ૫૦૦૦ પાઉન્ડનો ‘મહાબોમ્બ’ ઝીંક્યો સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર ૫૦૦૦ પાઉન્ડના બોમ્બ વર્ષાવીને તેમને તબાહ કરી દીધા છે. બીજી તરફ, સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી છે.અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડી નજીક ઈરાની તટરેખા પર આવેલા મજબૂત મિસાઈલ બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યાે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ૫૦૦૦ પાઉન્ડ (આશરે ૨૨૬૭ કિલોગ્રામ) ના અત્યંત શક્તિશાળી બોમ્બનો ઉપયોગ કરવામાં…
ફિલ્મનું ટાઈટલ સુંદર પૂનમ હશે સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રાવલ રોમેન્ટિક થ્રીલરમાં સાથે દેખાશેે ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ તથા સાન્યા મલ્હોત્રા એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને હાલ ‘સુંદર પૂનમ‘ ટાઈટલ અપાયું છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. ફિલ્મના શૂટિંગ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં જુહૂ ખાતે ૧૪.૩ કરોડનું સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. તેણે તાજેતરમાં આ ઘરમાં ગૃહ પ્રવેશ…
વિવાદાસ્પદ ગીત યુ ટયુબ પરથી હટાવી લેવાયું દેશવ્યાપી આક્રોશ, ફરિયાદને પગલે નોરાનું અશ્લીલ સોંગ પાછું ખેંચાયું દિલ્હી પોલીસ સાઈબર સેલમાં અલાયદી ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું મૂળ કન્નડ ફિલ્મ ‘કેડી: ધી ડેવિલ’નું નોરા ફતેહી અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલું ગીત અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાના રાષ્ટ્રવ્યાપી વિવાદ બાદ આ ગીતને યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. આ ગીત સામે સોશિયલ મીડિયા પર ભારે જનાક્રોશ વ્યક્ત કરાયો હતો. દેશમાં કેટલાંક સ્થળે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. કંગના રણૌત, ગાયક અરમાન મલિક સહિતના સેલેબ્સએ પણ આ ગીતને વખોડી કાઢ્યું હતું. ‘સરકે ચુનર સરકે’ એવા શબ્દો ધરાવતું હિન્દી તથા…
રણવીરની ફિલ્મે યુએસમાં ‘પઠાણ’ અને ‘આરઆરઆર’ના રેકોર્ડ તોડ્યા ‘ધુરંધર ૨’નાં એડવાન્સ બુકિંગની આંધી વર્લ્ડવાઇડ બૂકિંગ રૂ. ૧૦૦ કરોડને પાર ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. ધુરંધર ૨નં એડવાન્સ બૂકિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક એડવાન્સ બૂકિંગ આ વીકેન્ડથી શરૂ થયું છે. ત્યારથી અત્યાર સુધીના પ્રી-સેલ્સ દરરોજ નવા…
તીસ માર ખાનની નિષ્ફળતા વિશે ફરાહે કહ્યું ‘હું તો પથારીમાંથી પણ ઊઠી શકતી નહોતી’ આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારી સફળતા માટે ખુશ થવા કરતાં, બીજા લોકોની નિષ્ફળતા માટે વધુ ખુશ થાય છે. ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં પોતાના કૅરિયરના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે ૨૦૧૦માં આવેલી તેની ફિલ્મ તીસ માર ખાનને મળેલા વિરોધ અને ટીકા કારણે તેને પ્રોફેસનલ અને ઇમોશનલ રીતે ભારે અસર થઈ હતી.તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં થયેલી વાતચીત દરમિયાન ફરાહે ફિલ્મ રિલીઝ પછીના સમયને પોતાના કરિયરની “સૌથી અંધકારમય અવસ્થા” ગણાવી. તે સમયને યાદ કરતાં તેણે કહ્યું કે પહેલાંની સફળ ફિલ્મો બાદ તે ખૂબ…
બે જહાજાે ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં ગેસ અને ક્રુડ ઓઈલ સહિતના પુરવઠાની ભારે તંગી સર્જાઈ છે. વિદેશમાંથી જથ્થો લઈને આવી રહેલા જહાજાેને હોર્મુઝ સ્ટેટથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે. જામનગરના…
ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ડાય કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સમર સ્પેશિયલ વ્યવસ્થા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને…
પરિવાર જ બન્યો દુશ્મન અમદાવાદમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત ૪ સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે રાણીપમાં રહેતા ૪૫ વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ…




