- Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników
- Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles
- કચ્છમાં માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારો, પાણી અને પશુ સારવારની AAPની સરકારને માંગ
- હોર્ડિંગ્સમાં ભગવાન જગન્નાથ સાથે નેતાઓના ફોટા સામે AAP નેતા હિમાંશુ ઠક્કરનો વિરોધ
- મૌલવી જરજિસ અંસારીના શ્રીકૃષ્ણ અંગેના નિવેદનથી વિવાદ, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- સરકાર કે મુખ્યમંત્રીની ટીકા રાષ્ટ્રદ્રોહ નથી: પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા બાદ અનેક ઈરાની સૈન્ય ઠેકાણાં તબાહ
- સુરતના DCP રાજદીપ નકુમના વર્તન સામે આક્ષેપો, ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાની જાહેરાત
Author: garvigujrat
ઈમરજન્સીમાં આ નંબર પર કરો ફોન મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતીયો માટે દૂતાવાસની નવી એડવાઈઝરી ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા, જરૂર પડે તો આ નંબરો પર તાત્કાલિક સંપર્ક કરી શકાશે અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, સતત હુમલા થઈ રહ્યા છે અને ઈરાને પણ જવાબી કાર્યવાહી કરીને મિડલ ઈસ્ટના અલગ-અલગ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ ઇઝરાયેલના અનેક શહેરો પર હુમલા કર્યા છે. જે બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અનેક દેશોએ હાઈ અલર્ટ જાહેર કરી દીધું…
ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ, ઈરાનમાં ૪૦ દિવસના શોકની જાહેરાત અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું મોત ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટિ કરી દેવામાં આવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર મંતર પર વિશાળ રેલી કરીને દેશને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે 140 કરોડ લોકો મળીને દેશમાંથી તાનાશાહ સરકાર ઉખાડી ફેંકશે. આ લોકો સત્તાની રાજનીતિ કરે અને અમે જનતા માટે કામ કરીશું. આજથી આ બદલાવની ગણતરી શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મોદીજી કહેતા રહ્યાં કે દિલ્હીવાળાઓનો ’દીકરો’ ભ્રષ્ટ છે, પરંતુ કોર્ટએ સાફ કરી દીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હતો, છે અને રહેશે. કોંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળી લોકોએ મોટી આશાઓ સાથે મોદીજીને પૂર્ણ બહુમત આપ્યો. આજે દેશના દરેક ક્ષેત્ર બરબાદ છે. આ દરમિયાન દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા…
કથિત લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ સાબીત થતા દિલ્હીના જંતર-મંતર ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના શિર્ષ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાઓ જંતર-મંતરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીનો જંતર-મંતરથી શરૂ થતો કાર્યક્રમ ફરી એકવાર દર્શાવે છે કે ભારતના લોકોએ અરવિંદ કેજરીવાલજીને કટ્ટર ઈમાનદાર તરીકે માન્યતા આપી છે. આજ માટે સમગ્ર દેશની નજર જંતર-મંતર પર છે. મિત્રો, આજે આ કાર્યક્રમમાં તમે…
આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો માટે “કિસાન બચાવો યાત્રા” AAP દ્વારા શરૂ કરવામાં આવી હતી. 108 દિવસની જેલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતો સુધી પહોંચવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા આજે રાજકોટ ખાતે પહોંચી છે. રાજકોટ ખાતે સ્થાનિક તમામ પદાધિકારીઓ, જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા રાજકોટ જિલ્લાના તાલુકાઓ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે ઘણીવાર કહીએ છીએ કે નામ મેં ક્યાં રખ્ખા હૈ લેકીન નામ મેં બહુત કુછ રખા હૈ. અને એવું જ કંઈક રાજસ્થાન સરકારે કરી બતાવ્યું છે. જે રીતે દેશના અન્ય રાજ્યમાં નામ બદલવાનો પવન ફૂંકાઈ ને નામો બદલવામાં આવ્યા છે એ જ રીતે હવે રાજસ્થાન સરકાર પણ ચાલી રહી હોય એમ તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ત્રણ શહેરો ના નામ બદલ્યા છે. માઉન્ટ આબુ હવે આબુરાજ, કામાં હવે કામવન અને જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી હતી. સરકારે આ પ્રદેશની સંસ્કૃતિ અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં આ મોટું પગલું ગણાવ્યુ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ વાત છે સ્પેનની જયાં એક કર્મચારી ઓફિસમાં કામ કરવા આવે એ પછી બિયર પીતો હોય એવી શંકા હોવાથી કંપનીએ પોતાની પોલીસી મુજબ ઓફિસના સમયમાં અને ઓફિસની અંદર દારૂ કે દારૂ હોય એવું કોઈ પણ પીણું પીવા પર પ્રતિબંધ હતો. જોકે આ માણસ બિયર પીતા હોવાની શંકા જતાં તેના ઉપરીએ આ માટે તેની પાછળ ડિટેક્ટિવ ગોઠવ્યા. ઓફિસમાં માટે તે કોઈની નજરે ચડે એ રીતે તો દારૂ નહોતો પીતો, પરંતુ એ પછી બિયર કયાંકથી પી ને આવતો હતો એવું લાગતું હતું.આ ફરિયાદ પર કંપનીએ કર્મચારીની પાછળ જાસૂસ બેસાડયા અને કંપનીનો શક સાચો પડયો. લંચ-બ્રેક દરમ્યાન તે પાર્કિંગમાં…
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરેન્સ ૨૦૨૬ના શુભારંભ બાદ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને પરિણામે રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે. વધુમાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ના યુપીએના શાસન દરમિયાન ગુજરાતને રેલવે બજેટમાં માત્ર રૂ.૫૮૯ કરોડ ફાળવવામાં આવતા હતા. તેની સરખામણીએ, વર્તમાન સરકારે આ વર્ષે ગુજરાત માટે રૂ.૧૭,૩૬૬ કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. આમ, બજેટમાં અનેકગણો વધારો…
NITI આયોગના પૂર્વ CEO નું મોટું નિવેદન ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ યુરોપ બાદ હવે મિડલ ઈસ્ટમાં નવો મોરચો ખુલતા ચિંતા. નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે વિશ્વમાં તેલનું ઉત્પાદન ઠપ થઈ શકે છે. તેમના મતે, જાે આ યુદ્ધ લાંબુ ચાલશે તો ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ જશે અને તેલના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળી શકે છે, જેની સીધી અસર ઊર્જા પર ર્નિભર દેશો પર પડશે. અમિતાભ કાંતે વધુમાં જણાવ્યું કે અમેરિકા આ ક્ષેત્રમાં એક એવી…
અવારનવાર આગ લગાડવામાં આવતી હોવાની આશંકા ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં ૧૦૦ જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન વેરાવળ અને ચોરવાડના ફાયરફાઈટરે જઈ વૃક્ષમાં લાગેલી આગ બૂઝાવી : લાકડાં કાપનારાઓનું કૃત્ય હોવાની ચર્ચા. ચોરવાડના ત્રિવેણી નજીક આવેલા જંગલ વિસ્તારમાં આજે બપોરે આગ ભભૂકી હતી. જેમાં ૧૦૦ જેટલા શરૂના વૃક્ષમાં નુકસાન થયું હતું. આ અંગે જાણ થતા ચોરવાડ અને વેરાવળના ફાયર ફાઈટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ અકસ્માતે નહી પરંતુ લાકડા માટે લગાડવામાં આવી હોવાની આશંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી માંગ ઉઠી છે. ચોરવાડના ત્રિવેણી ઘાટ નજીક નાગાગુરૂ મંદિર આવેલું છે. આ મંદિરની પાછળના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



