- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
સોનાનો વાયદો રૂ.1.29 લાખ અને ચાંદીનો વાયદો રૂ.1.99 લાખના સ્તર સુધી ગબડ્યા બાદ બંને વાયદા ફરી ઊંચકાયા ક્રૂડ તેલનો વાયદો રૂ.758 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.684471.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.9051.45 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140158ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.140525 અને નીચામાં રૂ.129595ના સ્તરને સ્પર્શી, રૂ.144492ના આગલા બંધ સામે…
આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિડિયો માધ્યમ દ્વારા જણાવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો યથાવત છે. ભલે તે જમીન માપણીની વાત હોય, ખેડૂતોએ પકવેલા અનાજના ભાવની વાત હોય કે સિંચાઈના પાણીની સમસ્યા હોય., આવી અનેક સમસ્યાઓથી ગુજરાતના ખેડૂતો ત્રસ્ત છે ત્યારે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ ગુજરાતના બેરોજગાર યુવાનોના પ્રશ્નોને રજૂ કરવા માટે અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીજી અને મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તા. 26 મી માર્ચ, ગુરુવારના રોજ લાલપુર ખાતે સાંજે 5 વાગ્યે હાજર રહેશે. હું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પોલીસ પણ આખરે કાળા માથાનો માનવી છે. એ પણ લાગણી, પ્રેમ, સંવેદના, દયા, ગુસ્સો વિગેરે સામાન્ય માનવીની માફક જ વ્યક્ત કરતો હોય છે. ત્યારે અહીં એવો જ એક લાગણીસભર, પ્રેમ, કરુણા અને મહિલાના આત્મ સન્માનનો આ કિસ્સો જાણવા જેવો છે. વાત છે ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ થાણામાં ૨૫ વર્ષથી ભોજન બનાવતી મીરાબાઈ નામની મહિલાના દીકરા માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. રવિવારે સાંજે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પૂરણસિંહ રાજપુરોહિત સહિત તમામ પોલીસો ઢોલ-નગારા સાથે મીરાબાઈના ઘરે પહોંચ્યા હતા. એ વખતે તેઓ પરંપરાગત અંદાજમાં થાળીમાં મામેરું સજાવીને લઈ ગયા હતા. પોલીસો તેમની વરદી પર માથે સાફા બાંધીને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક તરફ ઈરાન બીજી તરફ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલો સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચેતવણીનો સંકેત છે. આ સંઘર્ષની તીવ્રતા મિસાઈલ અને ઘાતક બોમ્બના વ્યાપક ઉપયોગથી સ્પષ્ટ થાય છે. ક્રૂરતા એટલી હદે પહોંચી ગઈ છે કે યુધ્ધના કાયદાઓનું ઉલ્લંઘન કરીને નાગરિક વિસ્તારો પર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઈરાનમાં એક કન્યાશાળા પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે ઘણી વિદ્યાર્થીનીઓના મોત થયા હતા. અને ઈરાન પર ધરાર આ યુધ્ધ થોપવામાં આવ્યુ. જેનું પરિણામ આજે વિશ્વની સામે છે છતાં આજે અમેરિકા કે ઇઝરાયેલને આ અંગે પૂછવાની…
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, આ સિવાય પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાંતલપુર તાલુકા સંબંધિત મુદ્દો પણ ઉઠ્યો. થોડા સમય પહેલા હું સાંતલપુર વિસ્તારમાં ગયો હતો, ત્યારે સ્થાનિક આગેવાનો, ખેડુતો અને વડીલો સાથે મુલાકાત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકાની તમામ કચેરીઓ વારાહીમાં આવેલ છે. સાંતલપુરથી વારાહી જવા માટે લાંબો સમય લાગે છે અને લોકોને ભારે તકલીફ પડે છે. તાલુકાનું નામ સાંતલપુર છે પરંતુ કચેરીઓ વારાહીમાં છે. સાંતલપુરના લોકોની લાંબા સમયથી માંગ છે કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવામાં આવે જેથી લોકોનો સમય અને પૈસા બંને બચે અને કામ ઝડપથી થાય. આજે…
વિધાનસભા ગૃહમાં થયેલ પ્રશ્નોતરી મામલે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે 23મી માર્ચ 2026ના વિધાનસભા સત્રના દિવસે સવારે એક કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ પ્રશ્નોમાં પૂર્વ પ્રશ્ન પૂછવાની મને તક મળી. આ તકના આધારે બે અતિ મહત્વના મુદ્દાઓ પર મેં વિધાનસભાના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત મૂકી છે. એક મુદ્દો એ છે કે અમારી વિસાવદર વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના વતન ગામ કાલાવડમાં છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયતનું કામ અધરૂ પડ્યુ છે. હું કલેક્ટરને મળ્યો, ડીઆરડીએને મળ્યો, ડીડીઓને મળ્યો અને તમામ સાથે ચર્ચા કરવા છતાં પણ પાંચ વર્ષથી કેબિનેટ મંત્રીના…
સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓને પકડીને ડરાવી-ધમકાવી રહી છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત પરિબળ તરીકે ઊભરી રહી છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં વધતા ઓછા અંશે આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ખૂબ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને કોઈ પણ સંજોગોમાં દબાણ કરીને, દંડાનું શાસન ચલાવી, પોલીસથી ડરાવી-ધમકાવી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા એક વ્યવસ્થિત, સંગઠિત ષડયંત્રના ભાગરૂપે ચાલી રહી…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આજે ઊર્જા ભર્યો દિવસ છે, આજે ખરેખર ખુશીનો દિવસ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લોકપ્રિય સામાજિક આગેવાન, તમામ સમાજ સાથે જેમનો ઊંડો સંબંધ છે અને જનસેવાના કામો કરતા કરતા જેમણે સમાજમાં યશ અને પ્રતિષ્ઠા મેળવી છે એવા નાનજીભાઇ ચોવટીયા અને તેમની આખી ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે. સમાજમાં જેમનું ખરેખર માન છે એવા આગેવાનો પાર્ટી સાથે જોડાય એ અમારા માટે ખૂબ ગર્વની બાબત છે. હું તેમનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને તેમની આખી ટીમનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે યોગ્ય…
તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ.હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરાં ગણવારની કામગીરી થોપાઈ.છેલ્લાં ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે, કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે. હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા…
LPG શોર્ટેજ વચ્ચે ગેસ કંપનીઓની વિચારણા.હવે ૧૪.૨ કિલોના બદલે ૧૦ કિલોનો જ ગેસ સિલિન્ડર મળશે?.મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઈન પર ભારે દબાણ જાેવા મળી રહ્યું છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશો પર જાેવા મળી રહી છે. ન્ઁય્ની અછતના અહેવાલોની વચ્ચે આગામી દિવસોમાં ૧૪.૨ કિલોગ્રામ ગેસના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં લગભગ ૧૦ કિલોગ્રામ જેટલો ગેસ મળી શકે છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઈરાન યુદ્ધને કારણે ખોરવાયેલી ગેસ વ્યવસ્થા અને એલપીજીની અછતની સ્થિતિ વચ્ચે આવી વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઈન પર ભારે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


