- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
કેદીઓની અમાનવીય સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટનું સખત વલણ.રાજ્યો જેલોની સ્થિતિ અંગે તાજી અને સંપૂર્ણ વિગતો આપે: સુપ્રીમ કોર્ટ.૧લી માર્ચ, ૨૦૨૬ની સ્થિતિ મુજબ દરેક જેલની ક્ષમતા અને કેદીઓની સંખ્યા દર્શાવતી સંપૂર્ણ વિગતો રજૂ કરવી પડશે.દેશભરની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિઓ અંગે કડક વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે, ૨૦૨૬ સુધીમાં જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વાેચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માગી છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યાે હતો. આ કેસમાં…
ઈરાનનો અમેરિકાને જવાબ.“જાે પાવર પ્લાન્ટ પર હુમલો થયો, તો હોર્મુઝનો માર્ગ કાયમ માટે બંધ”.ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઈરાન સામેના યુદ્ધમાં ઘાયલ થયેલા સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.મિડલ ઈસ્ટ યુદ્ધ આજે ૨૪માં દિવસે પહોંચી ગયું છે પણ શાંતિના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. ઈરાન અને અમેરિકા તેમજ ઇઝરાયલ સાથેનું યુદ્ધ ઘટવાને બદલે દિવસે દિવસે વધતું જઇ રહ્યું છે. આ સ્થિતિની વચ્ચે હોર્મુઝની ખાડી સૌથી વધુ વિવાદનું કેન્દ્ર બની છે. હોર્મુઝ મુદ્દે અમેરિકાએ ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે જાે આગામી ૪૮ કલાકમાં હોર્મુઝને ખોલવામાં નહિ આવે તો અમેરિકા ઈરાનના વીજ મથકોને તબાહ કરી દેશું. આ ધમકીના…
સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ નામની થ્રીલરમાં દેખાશે.તબુનું છ વર્ષ પછી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન.તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ પણ અનેક તેલુગુ ફિલ્મો કરી ચૂકી છે. તબુ છ વર્ષ પછી ફરી સાઉથની ફિલ્મમાં પુનરાગમન કરી રહી છે. તેણે ‘સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ’ નામની ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં તે વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરવાની છે. સાઉથના જાણીતા ફિલ્મ સર્જક પુરી જગન્નાથ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તબુ છેલ્લે ૨૦૨૦માં એક તેલુગુ ફિલ્મમાં દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ…
રશ્મિકા, દીપિકા સાથે ત્રીજી હિરોઈન બનશે.અનુષ્કા અલ્લુ અર્જુનની સાઈફાઈ ફિલ્મથી પુનરાગમન કરશે તેવી ચર્ચા.ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલાં છે. એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી સાઈ ફાઈ ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ ફિલ્મ દ્વારા અનુષ્કા શર્મા મોટા પડદે પુનરાગમન કરી રહી હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય હિરો છે. રશ્મિકા મંદાના તથા દીપિકા પદુકોણ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલાં છે. હવે તેમની સાથે અનુષ્કાની પણ એન્ટ્રી થઈ રહી હોવાનું કહેવાય છે. અનુષ્કા છેલ્લે ૨૦૧૮માં ‘ઝીરો’માં લીડ હિરોઈન તરીકે જાેવા મળી હતી. તે પછી તેણે કોઈ મોટી ફિલ્મ કરી નથી.…
અગાઉ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.અભિનેતા કમ નેતા વિજયની ફિલ્મ જનનાયક ચુંટણીપંચ પાસે મોકલાઈ.અગાઉ તામિલનાડુમાં ૧૯૭૩માં પણ ચુંટણી સમયે રાજકીય નેતાની ફિલ્મ રિલીઝનો વિવાદ થયો હતો.હાલ તામિલનાડુમાં ચુંટણી લડી રહેલા અભિનેતા વિજયની લાંબા સમયથી રિલીઝની રાહ જાેઈ રહેલી ફિલ્મ ‘જનનાયક’ હવે ચુંટણીપંચના સ્ક્રીનીંગમાં પહોંચી છે. અભિનેતા વિજયનની આ ફિલ્મ ૯ જાન્યુ.નાં રિલીઝ થવાની હતી.સેન્સર બોર્ડ પણ મંજુરી આપી હતી પણ ફિલ્મના નિર્માતાએ સેન્સરના સર્ટીફીકેટ સાથે વાંધો ઉઠાવીને વાત અદાલતમાં લઈ ગયા અને ફિલ્મને કોર્ટે ફરી સેન્સરની વિચારણા માટે મોકલી હતી.હવે આ ફિલ્મમાં કેટલાક રાજકીય સંવાદો હોવાથી સેન્સર બોર્ડ ચુંટણી જાહેર થઈના કારણ હેઠળ ફિલ્મ હવે ચુંટણી પંચની મંજુરી માટે…
ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિ મુખ્ય રોલમાં હશે.મણિરત્નમની આગામી ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે.શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે.મણિરત્નમે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. જેમાં એઆર રહેમાન પોતાની સંગીતની ધૂન પર દર્શકોને ડોલાવશે. મણિરત્નમ અને એએઆર રહેમાને ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. તેની ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જાેડી જાેવા મળવાની છે. આ પહેલા એવી માહિતી હતી કે, મણિરત્નમની ફિલ્મમાં સાઇ અભ્યંકરનું…
કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની ૫૦૦ કરોડની કેરી પર નુકસાનની ભીતિ ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે ૨૯,૦૦૦ કન્ટેનર અટવાયેલા છે, જેમાં ૫,૫૦૦ થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ?૨૭૫ કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ…
અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા – વેનના ભાડા નહીં વધે યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો આમ તો ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થાય ત્યારે વાલીઓને સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેનના ભાડા વધવાની ચિંતા સતાવતી હોય છે. પરંતુ આ વખતે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો ર્નિણય કર્યો છે. યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે અત્યારથી જ લોકો મોંઘવારી અને રાંધણગેસની અછતનો માર સહન કરી રહ્યા છે તેવામાં અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ…
લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના કમાન્ડરને મોતને ઘાટ ઉતારાયો અબુ ખલીલ બરજી હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ રાદવાન ફોર્સ ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લેબનોનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત રાદવાન ફોર્સના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે. તે હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ રાદવાન ફોર્સ ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો. તે ઘણા વર્ષોથી આ સંગઠનમાં સક્રિય હતો.IDF ના જણાવ્યા અનુસાર, બરજીના નેતૃત્વ હેઠળનું યુનિટ મુખ્યત્વે ઈઝરાયલી સૈનિકો પર…
૨૪ વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા અમિત શાહે મોદીની ખુલ્લા દિલે પ્રશંસા કરી છે અને તેમના કાર્યકાળને ભારતના વિકાસ માટે સુવર્ણકાળ ગણાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી (મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે) સેવા આપનારા નેતા બની ગયા છે. સૌથી ખાસ અને નોંધનીય વાત એ છે કે, પોતાના ૨૪ વર્ષના આ લાંબા રાજકીય કાર્યકાળમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. પીએમ મોદીએ આ મામલે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પણ પાછળ છોડી દીધા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


