- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગ ના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવ અંગે ના ઠરાવોથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓની ભરતી ઉપર રોક લાગેલ હોય જેથી ઉપરોક્ત બંને ઠરાવો રદ કરાવાની ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ રજીસ્ટર ટ્રેડ યુનિયનના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી સૈયદભાઇ શેખ,મહામંત્રી કાંતિભાઇ સોલંકી,સુરત શહેર શાખા ના કાર્યકારી પ્રમુખ હસમુખભાઇ પટેલ વિગેરેએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લેખિત રજૂઆત કરી સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા -કર્મ-ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન…
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર.અમદાવાદમાં પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા લોકોની લાંબી લાઇન.પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી .શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જાેવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા કે પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જાેવા મળ્યો હતો. પરિણામે, અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલ પંપ…
દેશના વાતાવરણમાં આવશે પલટો.વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ.૨૪ માર્ચથી ૨૬ માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જાેરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી. દેશભરમાં પ્રી-મોન્સૂનની અસર જાેવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૨૪ માર્ચથી ૨૬ માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જાેરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ખાસ કરીને રાજસ્થાનમાં અનુભવાશે, જેમાં બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાવાની ધારણા છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ રાજસ્થાનમાં હવામાન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જેસલમેર, બિકાનેર અને જાેધપુર જેવા પશ્ચિમી જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે (સોમવાર)…
વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું: પ્રિયંકા ગાંધી.આ મામલે વધુ ચર્ચા થવાથી સરકાર અને વિપક્ષ બંને પક્ષો પોતપોતાના વિચારો રાખી શકશે : પ્રિયંકા ગાંધી.મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આજે સોમવારે(૨૩ માર્ચ) સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતીયોની સુરક્ષાને લઈને નિવેદન આપ્યું હતું. પીએમ મોદીના મિડલ ઈસ્ટના નિવેદનને લઈને પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે, વડાપ્રધાને કાંઈ નવું નથી કહ્યું… આમ, પ્રિયંકાએ સંસદમાં મિડલ ઈસ્ટ પર વિસ્તૃતમાં ચર્ચા કરવાની માંગ કરી છે. પ્રિયંકાએ સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે, તેમાં કોઈ નવી વાત નથી. દેશને માત્ર જાણકારી આપી, પરંતુ આ ગંભીર…
ગુજરાત સરકારનું અનોખું પગલું.૨૦ સેવાઓને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે હવે તેને ઓનલાઇન કરવામાં આવી.આવક-જ્ઞાતિના દાખલા અને રાશનકાર્ડમાં નામ ઉમેરવા જેવી ૨૦ સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ.ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની ૨૦ જેટલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે. GARC ના અહેવાલ મુજબ, ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ સેવાઓમાંની આશરે ૪% સેવાઓ માટે સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ડિલિવરી પહેલેથી જ સક્રિય કરવામાં આવી છે. હાલ મોટી સંખ્યામાં સેવાઓ જન સેવા કેન્દ્રો અને ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે સફળતાપૂર્વક પ્રદાન કરવામાં આવી રહી છે, જે રાજ્યની મજબૂત સેવા વ્યવસ્થા અને વ્યાપક ઉપલબ્ધતાને દર્શાવે…
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટના વાદળો.શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલના કારખાના થયા ઠપશહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર ૫૦ ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે ભારતના ઉદ્યોગો પર પણ જાેવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ LPG ગેસની અછતને કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર ૫૦ ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. સુરત, જેને દેશનું ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, ત્યાં રોજના લગભગ ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે.…
બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો.બાળ તસ્કરીનો પર્દાફાશ: નવજાત બાળકને અમદાવાદમાં બે લાખમાં વેચ્યું!.આ ટોળકીમાં અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટની ભૂમિકા નિભાવતો હતો.સાબરકાંઠા જિલ્લામાંથી બાળ તસ્કરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને આ અંગે વિગતો મળતા તપાસ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોની તસ્કરી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરહદી વિસ્તારના મેડી ગામના નવજાત બાળકને અમદાવાદમાં પંદરેક દિવસ અગાઉ વેચાણ કરવામાં આવ્યું હતું. બાળકના વેચાણ થયાની વિગતોને લઈ તપાસ કરતા બાળકને બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું અને આ માટે…
વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ.વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ.આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં અચાનક લાગેલી આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વૃક્ષો અને વનસ્પતિ બળીને ખાખ થઈ રહ્યા છે.મળતી માહિતી અનુસાર, નારધા ગામની સીમમાં આવેલા ડુંગરો પર લાગેલી આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પવનની ગતિને કારણે આગ જંગલના ઊંડા વિસ્તારોમાં પ્રસરી રહી છે. આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે, જેના કારણે…
પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની સરકારની સ્પષ્ટતા.અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને અપીલ કરાઈ.રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી : રાજ્ય સરકાર.છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે…
હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો. હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો.આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે.હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે મોટો ફટકો પડ્યો છે. હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૫ રૂપિયા સુધીનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અનાથ બાળકો અને વિધવાઓ માટે નિયમિત આવકનો પ્રવાહ ઉત્પન્ન કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને ઇંધણ પર ‘અનાથ અને વિધવા સેસ‘નો પ્રસ્તાવ મૂકીને આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


