- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
- Betify Casino en Ligne | Jouez sur Betify avec 1000 €
- Mostbet – Casino Online e Casa de Apostas em Portugal
- સુરત મનપામાં ત્રણ વર્ષ બાદ નવી વર્ધિત પેન્શન યોજનાનો અમલ, કર્મચારીઓના હિતમાં નિર્ણય
- સુરતમાંથી 16 વર્ષીય પાયલ ગુમ, એક વર્ષથી ભાળ નહીં; ખટોદરા પોલીસે માહિતી આપવા અપીલ કરી
- સુરતની શ્યામ સંગીની માર્કેટમાં આગ નહીં, આગચંપી! CCTVમાં કેદ અજાણ્યા શખ્સથી અનેક સવાલો
Author: garvigujrat
હેડ કોચ ગૌતમ ગંભીરે આપ્યો ટ્રોલર્સને જવાબ મારુ કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ અને વ્યૂ નહીં તેમણે કહ્યું કે, ટીમ સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે અને તાજેતરની હાર મોટી નિષ્ફળતા નથી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે એ સવાલોનો જવાબ આપ્યો છે જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે. ગંભીરે એ વાતનો ઇન્કાર કરી દીધો છે કે ભારત ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તાજેતરની હારને કોઈ મોટી નિષ્ફળતા તરીકે નહીં, પરંતુ પરિવર્તનના સમયગાળા(ટ્રાન્ઝિશન ફેઝ)ના એક ભાગ તરીકે જાેવી જાેઈએ. ગોલમાં ૧૬૫ રનથી જીત મેળવ્યા બાદ, ભારત શ્રીલંકા સામે કોલંબોમાં બીજી ટેસ્ટ રમવા જઈ…
સ્થાનિક સ્તરે ખાદ્ય તેલ મોંઘું બન્યું છે ડુંગળી, તેલ, ખાંડ, દાળ…મોંઘવારી કંટ્રોલ કરવામાં કેન્દ્ર સરકાર કાચી પડી ભારતમાં ખાદ્ય મોંઘવારીએ માઝા મૂકી છે, જેમાં ખાંડ, ડુંગળી, ટામેટાં, કઠોળ અને ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે મોંઘવારીમાં સતત થઈ રહેલા ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખાંડ, ડુંગળી, ટામેટાં, ખાદ્ય તેલ અને વિવિધ દાળના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં પણ કઠોળ અને તેલના ભાવ ઊંચા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને પગલે સરકાર ભાવ નિયંત્રણ માટે હરકતમાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ૭ રૂપિયા અને છેલ્લા એક મહિનામાં…
ભાવનગર લઠ્ઠાકાંડમાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા અને જે પરિવારો અનાથ બન્યા, તેમના ન્યાય અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદ ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટ, પ્રદેશ મહિલા મોરચા અગ્રણી નેહા કેવલરામાણી, રાજુ દીક્ષિત, દીપક દેસાઈ, મુકેશ ચૌહાણ, જતીન પટેલ, વિધાર્થી નેતા યાત્રિક પટેલ, ઝુબેર શેખ, ડિમ્પલબેન, મહેશ દેસાઈ, પિયુષ અગ્રાવત, રીના પંચાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ સંગઠન મંત્રી ડૉ.કરન બારોટે જણાવ્યું…
સુરત ખાતે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા ભવ્ય ‘નારી હુંકાર’ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુક, કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, અસ્મિતા ધોરાજીયા તેમજ પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અને કોર્પોરેટર રચના હીરપરા, મોનિકા ગુપ્તા, કાજલ ઘોઘારી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી 2700થી વધુ બહેનો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ ‘નારી હુંકાર’ સંમેલનમાં જોડાઈ હતી. મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે યોજાયેલા આ સંમેલનમાં બહેનોએ એકસાથે ‘નારી હુંકાર’નો…
એન્ડરસનને પછાડી મિચેલ સ્ટાર્કે બનાવ્યો વર્લ્ડ રેકોડ બાંગ્લાદેશ ઘૂંટણિયે, માત્ર ૬૪ રનમાં ઓલઆઉટ મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ઓવરમાં સૌથી વધુ ૯ વિકેટ ઝડપી જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સ્ટાર્કે ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ પહેલાં ટેસ્ટ મેચના પ્રથમ બોલ અથવા પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે…
એકની ધરપકડ કરવામાં આવી અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ૨૯૧ લિટર દેશી દારૂ ઝડપાયો નહેરના કિનારેથી ૫૮,૨૦૦ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર નહેરના કિનારેથી પોલીસે ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરાયેલો ૨૯૧ લિટર દેશી દારૂ જપ્ત કરીને એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે જપ્ત કરાયેલા દારૂની કિંમત ૫૮,૨૦૦ રૂપિયા હોવાનું જણાવ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે શુક્રવાર (૨૧મી ઓગસ્ટ)ની સાંજે કાર્યવાહી હાથ ધરી હતી. સરખેજ-ધોળકા રોડ પર નરીમાનપુરા નહેરથી આશરે ૩૦૦ મીટર દૂર નહેરના કિનારે જાહેર સ્થળે દેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે અજય ચુનારા નામના ૨૨ વર્ષીય યુવકની ધરપકડ કરી…
મહિલા સન્માન સાથે કોઈ સમાધાન નહીં : આરોગ્ય મંત્રી રાજકોટની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે વાતચીત કરી ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આરોગ્ય વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે…
પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો E-20 પેટ્રોલનો ડર: વાહન ચાલકોને એવરેજ અને એન્જિનના આયુષ્યની ચિંતા થઈ નવી દિલ્હીમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની ચિંતાને કારણે ગ્રાહકો પ્રીમિયમ અને હાઈ-ઓક્ટેન પેટ્રોલ તરફ વળ્યા ઈથેનોલ મિશ્ચિત પેટ્રોલથી વ્હીકલ્સની એવરેજ અને એન્જિનના આયુષ્યને લઈને ચિંતાને કારણે ગ્રાહકો હવે પ્રીમિયમ અને હાઈ-ઓક્ટેન પેટ્રોલ તરફ વળી રહ્યા છે. આ કારણે કુલ વેચાણમાં પ્રીમિયમ પેટ્રોલનો હિસ્સો માર્ચ મહિનાના લગભગ ૪ ટકાથી વધીને ૧૫ ટકા થયો છે. જાણકારોના મતે, ગ્રાહકો એ વાતથી અજાણ છે કે, પ્રીમિયમ પેટ્રોલમાં પણ ૨૦ ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે. તેઓ ઈન્ડિયન ઓઈલના એક્સપી-૯૫, ભારત પેટ્રોલિયમના સ્પીડ અને હિંદુસ્તાન પેટ્રોલિયમના પાવર-૯૫ જેવા હાઈ-ઓક્ટેન વેરિઅન્ટ્સ…
ભાલો ફેંકીને આકાશ ચીરી દીધું… નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં કર્યો સિઝનનો બેસ્ટ થ્રો નીરજ ચોપરાએ ૮૮.૦૫ મીટરનો થ્રો કર્યો : શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગેએ ૮૮.૧૪ મીટરનો થ્રો કરી જીત મેળવી ભારતના ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં સિઝનનો પોતાનો સવર્શ્રેષ્ઠ થ્રો કર્યો. આ સ્પર્ધામાં નીરજની ટક્કર શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગે સાથે થઈ અને તેઓ માત્ર નજીવા અંતરથી પાછળ રહી ગયા. નીરજે ૮૮.૦૫ મીટરનો થ્રો કર્યો, જ્યારે રુમેશે ૮૮.૧૪ મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે આ સિઝનના પોતાના શ્રેષ્ઠ ૮૬.૬૯ મીટરના પ્રદર્શન સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. આ રીતે નીરજ ચોપરા લુસાને ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યા.…
આ ઘટનાથી પૂરાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી સલમાન ખાનની માલિકીનાં જિમમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી ફાયરની ટીમે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિટનેસ બ્રાન્ડ સાથે સંકળાયેલા એક જિમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાઉથ દિલ્હીનાં પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશ-૧માં ગુરુવારનાં રોજ રાત્રે બની છે. જિમમાં આગ લાગ્યા પછી લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. જાે કે ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ કારણો મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટના રાત્રે લગભગ ૧૦.૧૫ વાગે બની છે. જિમનાં પહેલાં ફ્લોર પર અચાનક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


