- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
વેપારીઓનો બળાપો UPI પર લાગતો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલીશું અથવા રોકડ વ્યવહાર કરીશું દેશમાં રોકડ વ્યવહાર વધવાનો ભય નાણામંત્રાલયે નકારી કાઢ્યો, એમડીઆરનો બોજ ગ્રાહકો પર ના પડે તે માટે મિકેનિઝમ ગોઠવાશે કેન્દ્ર સરકારે રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ૦.૪૦ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરવાની જાહેરાત કરી ત્યારથી દેશભરમાં ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. હવે દેશભરમાં સમાજમાં દરેક વર્ગમાંથી દુકાનદારો, વેપારીઓ, પેટ્રોલ પંપ ડીલરો, સ્ટોક બ્રોકર્સથી લઈને મોટી-મોટી કંપનીઓ જ નહીં સામાન્ય લોકોમાં પણ આ અંગે ભારે ગભરાટ ફેલાયો છે. લોકોનું માનવું છે કે વેપારીઓ પર લગાવાયેલા આ ચાર્જનો અંતિમ બોજ લોકો પર જ પડશે. એમડીઆરનો વિરોધ…
યુવતી બનીને પોલીસને આપતો હતો થાપ! ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો આરોપીએ પ્રથમ હત્યા માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે કરી હતી અને અત્યાર સુધીમાં કુલ ૮૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બ્રાઝિલમાં પોલીસને થાપ આપવા માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડઝનબંધ હત્યાઓના શંકાસ્પદ આરોપીએ ધરપકડથી બચવા સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો હતો. ૩૩ વર્ષીય જાેરલાન અલ્વેસ દા સિલ્વા નામના આ શખ્સને પોલીસે મહિલાના કપડાંમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાના જીવનમાં અંદાજે ૮૦ લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને આ…
માર્ચ માસમાં પણ કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી, ઈંધણ બચાવવા વિદેશ યાત્રા પર પ્રતિબંધ ચાલુ નાણાકીય વર્ષમાં, કર્મચારીઓ સાથે સંબંધિત ન હોય તેવા ખર્ચમાં દર મહિને ૫ ટકાનો ઘટાડો કરાશે પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી થઇ રહી છે. જેમાં મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ અને લાલ સમુદ્રમાં વેપાર અને પુરવઠાના અવરોધોના લીધે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે. જેના પગલે પાકિસ્તાન સરકારે ઈંધણના વપરાશ પરના નિયંત્રણો અને સંઘીય અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પરત્રણ મહિના સુધી પ્રતિબંધ મૂક્યો છે. કેબિનેટ વિભાગે ગુરુવારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ પગલાંનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવ્યું છે. પાકિસ્તાનમાં…
સુરતમાં આરોપીઓ પર પોલીસ અત્યાચાર મામલે હાઈકોર્ટની કડક કાર્યવાહી; તત્કાલિન IPS અધિકારીને શો કોઝ નોટિસ
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત સુરતના એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) દ્વારા તૈયાર કરાયેલા અને લો એન્ડ ઓર્ડર ના આઇ જી દ્વારા ચકાસાયેલા આ પ્રાથમિક તપાસ અહેવાલને ગૃહ વિભાગના એસીએસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની વિગતવાર માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં ફેરવીને લાઠીઓથી માર મારવાના ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ડિવિઝન બેંચ સમક્ષ આ સુઓમોટો પ્રોસિડિંગ્સની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તત્કાલિન ઇન્ચાર્જ ડીસીપી ઝોન-૨ રાજદીપસિંહ નકુમ પોલીસ કર્મચારીઓ સાથે હાજર રહીને આરોપીઓ પર અત્યાચાર…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ગણેશોત્સવ એટલે શ્રધ્ધા અને ભક્તિનો સમન્વય. આ ભક્તિભાવ ભર્યો ગણેશોત્સવ વર્ષો વર્ષથી ઉજવાતો આવ્યો છે. એવો આ ગણેશોત્સવ હવે જાણે કે દેખાદેખી અને સ્પર્ધાનો ઉત્સવ બની ગયો હોય એમ હવે સુરતના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા ગણેશ મંડપો જોઈ ને લાગી રહ્યુ છે. ગણેશોત્સવ એ ધાર્મિક લાગણી સાથે જોડાયેલી ગણેશજી પ્રત્યેની અસિમ શ્રધ્ધા છે. અને આ શ્રધ્ધા દરેક બાળકોથી લઇ ને યુવાનો અને વડિલ ભાઈ બહેનો માં હોય છે. જેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ કોઇ પણ ચીજ માં જ્યારે અતિરેક થતો હોય ત્યારે એ શ્રધ્ધા ની જગ્યાએ દેખાદેખીનો તહેવાર બની જાય છે.…
મહારાજા ફિલ્મ જૂન ૨૦૨૪માં રિલીઝ થઈ હતી હોલિવૂડમાં રિમેક થનારી પહેલી તમિલ ફિલ્મ ‘મહારાજા’ બનશે વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપ અભિનિત ફિલ્મને હોલિવૂડ સ્ટુડિયોએ રિમેક માટે પસંદ કરી નિથિલન સામીનાથનના ર્નિદેશનમાં બનેલી તમિલ ફિલ્મ ‘મહારાજા’ની હવે હોલિવૂડમાં રિમેક થવા જઈ રહી છે. વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપની આ ફિલ્મને હોલિવૂડમાં રિમેક થનારી પહેલી તમિલ ફિલ્મ તરીકે નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેર કરી છે. બુધવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી.નિર્માતાઓએ પોસ્ટમાં ફિલ્મને “ઐતિહાસિક સીમાચિહ્ન” ગણાવતાં જણાવ્યું કે ‘મહારાજા’ કોઈ મોટા હોલિવૂડ સ્ટુડિયો દ્વારા હોલિવૂડમાં બનાવવામાં આવનારી પહેલી તમિલ ફિલ્મ બનશે. જાહેરાત બાદ ફિલ્મના કલાકારો અને ડિરેક્ટરને ચાહકોએ…
‘મારા પિતા બહુ થિયેટ્રિકલ છે’ આલિયાએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર હરીશ વ્યાસના ર્નિદેશનમાં બનેલી આ ફિલ્મમાં અંશુમન ઝા અને રઘુબીર યાદવ ફિલ્મમાં હરી અને ઓમના રોલમાં છે આલિયા ભટ્ટે પોતાની માતા સોની રાઝદાન અભિનિત ફિલ્મ ‘ઓમ કા હરી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ પિતા અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે જાેડાયેલી બાળપણની એક રમૂજી યાદ તાજી કરી હતી. આલિયાએ કહ્યું કે તેનાં પિતાનો વધારે પડતો નાટકીય અંદાજ ઘણી વખત પરિવાર માટે યાદગાર ક્ષણો ઊભી કરી દે છે.પોતાનાં બાળપણની વાત કરતાં આલિયાએ કહ્યું, “મારા પિતા બહુ થિયેટ્રિકલ છે અને ક્યારેક એમાંથી બહુ સારા કિસ્સા બની જાય છે. હું જ્યારે પહેલાં…
સમંથાએ શેર કરી આધ્યાત્મિક અનુભવની તસવીરો સમંથા રૂથ પ્રભુએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી આ પ્રસંગે ડિઝાઇનર શિલ્પા રેડ્ડી અને સ્ટાઇલિસ્ટ નીરજા કોના સહિતના નજીકના મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ પતિ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૬માં પ્રથમ સંતાનના આગમનની તૈયારી કરી રહેલા દંપતીએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ પરંપરાગત બૅબી શાવર સેરેમની યોજી હતી. સમંથાએ વિધિની તસવીરો શેર કરવાની સાથે તેની પાછળ રહેલા આધ્યાત્મિક અર્થ વિશે પણ વાત કરી હતી.આ પ્રસંગે સમંથાએ ડાર્ક યલો અને ગોલ્ડ રંગનો પરંપરાગત અનારકલી ડ્રેસ પહેર્યાે હતો. પરંપરાગત જ્વેલરી અને…
અભિનેત્રી મોના સિંહે પોતાની કારકિર્દી અંગે વાત કરી ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા મોના સિંહે ૯૦% શો નકાર્યા કલાકારની કારકિર્દી ઘડવામાં ઇન્ડસ્ટ્રીની તકો જેટલો જ ફાળો તેમની પોતાની પસંદગીઓનો પણ હોય છે :મોના અભિનેત્રી મોના સિંહે પોતાની કારકિર્દી અંગે વાત કરતાં જણાવ્યું છે કે લોકપ્રિય ટીવી પાત્ર ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા માટે તેને મળેલા મોટાભાગના પ્રોજેક્ટ્સને ના કહેવાનું પસંદ કર્યું હતું. મોનાના મતે, કલાકારની કારકિર્દી ઘડવામાં ઇન્ડસ્ટ્રીની તકો જેટલો જ ફાળો તેમની પોતાની પસંદગીઓનો પણ હોય છે.‘જસ્સી જૈસી કોઈ નહીં’માં જસ્સીની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતી બનેલી મોના સિંહે કહ્યું કે આ પાત્રની સફળતા બાદ તેને સતત ‘નેક્સ્ટ ડોર ગર્લ’, મુલ્યો આધારીત સાચો…
આમ આદમી પાર્ટીએ આજે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ગાંધીનગર શહેર અને ગાંધીનગરની જનતા માટે જનકલ્યાણકારી ગેરંટી પત્ર જાહેર કર્યું હતું. આ દરમિયાન આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે અને પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરણ બારોટ હાજર રહ્યા હતા. પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ ગેરંટી પત્ર મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ગાંધીનગરની જનતા માટે આજે આમ આદમી પાર્ટી 14 અલગ અલગ મુદ્દાઓને લઈને ગેરંટી પત્ર જાહેર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી અને જન સુવિધાઓ, રોજગાર અને આર્થિક વિકાસ, ટેક્સ અને નાગરિક રાહત, પરિવહન, પાર્કિંગ અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


