Author: Garvi Gujarat

એક સમયના કોમેડી કિંગની દયનીય હાલત જાેઈ ફેન્સ ચોંક્યા.સુનિલ પાલ ૨૦૧૦થી ટેલિવિઝનથી દૂર છે, અને તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી.એક સમયે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના વિજેતા અને કોમેડિયન તરીકે સફળતા મેળવનારા સુનિલ પાલની તાજેતરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેમના ચાહકો ચોંકી ગયા છે. કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું ૨’ના પ્રીમિયર દરમિયાન સુનિલ પાલની સાધારણ સ્થિતિ જાેઈને ફેન્સમાં ચિંતા અને દુ:ખની લાગણી જાેવા મળી રહી છે.કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને એહસાન કુરેશીના સમયમાં સુનિલ પાલની કોમેડી ખૂબ વખણાતી હતી. જાે કે, પ્રીમિયર ઇવેન્ટમાં તેમનો દેખાવ તદ્દન બદલાયેલો જાેવા મળ્યો હતો. તેમનું વજન ઘણું…

Read More

૫૩ વર્ષનો દિગ્ગજ એક્ટર લગ્ન કર્યા વિના ૨ બાળકનો પિતા બનશ.અર્જુન રામપાલ તાજેતરમાં જ ફિલ્મ “ધુરંધર”માં જાેવા મળ્યા હતા અને તેઓ વારંવાર તેમના પરિવાર સાથે વિદેશ અને ભારતનો પ્રવાસ કર છે.બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અર્જુન રામપાલ, જે પોતાની ચાર્મિંગ પર્સનાલિટી અને અભિનય માટે જાણીતા છે, તે ૫૩ વર્ષની ઉંમરે ચાર બાળકોના પિતા બની ચૂક્યા છે. જાે કે, તેમના અંગત જીવનનો એક ખુલાસો હાલમાં ચર્ચામાં છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે તેમને બે બાળકો હોવા છતાં તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ તેમની સગાઈ થઈ ગઈ છે.અર્જુન રામપાલના ચાર બાળકો છે. તેમની પહેલી પત્ની મેહર જેસિયાથી તેમને…

Read More

યુદ્ધના અંત માટે ઝેલેન્સ્કીએ યુક્રેનની નાટોમાં સભ્યપદની માગણી છોડી.અમેરિકા ઇચ્છે છે કે યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેને ડોનેત્સ્ક પ્રદેશ રશિયાને સોંપી દેવો જાેઇએ. આ પ્રદેશનો મોટાભાગનો વિસ્તાર રશિયન દળોના કબજામાં છે.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં આશરે ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે હવે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોની સુરક્ષા ગેરંટીના બદલામાં નાટોમાં જાેડાવાની તેમના દેશની માગણી પડતી મૂકવાની ઓફર કરી હતી. જાેકે તેમણે રશિયાને પોતાના દેશનો પ્રદેશ સોંપવાના યુએસ દબાણને નકારી કાઢ્યું હતું.રશિયા સાથેનો અંતનો અંત લાવવા માટે જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યાં ત્યારે તેમણે આ ઓફર કરી હતી. બર્લિનમાં યુક્રેન, અમેરિકા અને યુરોપિય અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજવાની છે.…

Read More

ગોવા ટ્રીપના ખર્ચમાં વધારો થશે.નવા વર્ષના જશ્ન પહેલા ગોવામાં ગેરકાયદે ક્લબો પર તવઈ.નાઈટક્લબમાં આગની ઘટના બાદ નિયમભંગ કરતાં કેટલાંક જાણીતા નાઇટક્લબ સીલ કરવામાં આવ્યાં.ગોવા સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા સલામતી અને લાઇસન્સિંગ ધોરણોનો ભંગ કરતા નાઇટક્લબો પર કડક કાર્યવાહી ચાલુ કરી છે અને સંખ્યાબંધ નાઇટ ટુરિસ્ટ સ્પોટ સીલ કર્યા છે. નોર્થ ગોવાના નાઇટક્લબ બર્ચ બાય રોમિયો લેનમાં ભીષણ આગમાં ૨૫ લોકોના મોત પછી સરકારે આ કાર્યવાહી ચાલુ કરી છે.ટુરિઝમ માટે જાણીતું આ રાજ્ય વર્ષના સૌથી વ્યસ્ત ટુરિસ્ટ પખવાડિયાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિવિધ સરકારી વિભાગોની ટીમોએ કેટલાંક જાણીતા નાઇટ ટુરિસ્ટ સ્પોટને સીલ કરી દીધા છે અને બીજા…

Read More

ઇલોન મસ્કની સ્પેસએક્સ ૨૫થી ૩૦ અબજ ડોલરનો IPO લાવશે : રિપોર્ટ.ચેટજીપીટી મેકર ઓપનએઆઈ પછી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન પ્રાઈવેટ સ્ટાર્ટઅપ સ્પેસએક્સનું મૂલ્ IPO બાદ ૧.૫ ટ્રિલિયન ડોલર અંકાશે.ઈલોન મસ્કની સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસએક્સ ૨૦૨૬માં ઈતિહાસ રચશે. રિપોર્ટ મુજબ, સ્પેસએક્સ આવતા વર્ષે પબ્લિક કંપની બનશે. કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બ્રેટ જ્હોનસને શેરહોલ્ડર્સને લખેલા લેટર અનુસાર કંપનીએ સેકન્ડરી શેરનું વેચાણ શરૂ કર્યું છે. જેના દ્વારા કંપનીનું મૂલ્ય ૮૦૦ બિલિયન ડોલર એટલે કે, રૂ. ૭૨,૪૬૪,૦૦૦,૦૦૦,૦૦૦ આંકવામાં આવ્યું છે. આ સાથે જ ઈલોન મસ્કની કંપની વિશ્વના સૌથી મોટા આઈપીઓ સાથે રેકોર્ડ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સનો સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસ અને તેનો ચંદ્ર…

Read More

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ.ભાજપ અને કોંગ્રેસે પોતાના ધારાસભ્ય પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી.રાજસ્થાન સરકારે રવિવારે ત્રણ ધારાસભ્યો પર એમએલએ ફંડ જારી કરવાના બદલામાં કમિશન માંગવાના આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે આરોપી નેતાઓ પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરી છે. આ કાર્યવાહી હેઠળ તપાસનું પરિણામ આવવા સુધી આરોપી નેતાઓના એમએલએ-લોકલ એરિયા ડેવલોપમેન્ટ (એમએલએ-એલએડી) એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક અખબારના સ્ટિંગ ઓપરેશન પછી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં ખિંવસારના ભાજપ એમએલએ રેવંતરામ ડાંગા, હિંડૌનના કોંગ્રેસ એમએલએ અનિતા જાટવ તથા બયાનાથી અપક્ષ એમએલએ રિતુ…

Read More

૪ આરોપી ઝડપાયા.મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા.કુલ ૨૩૮ હુકમો સામે ૯ હુકમો ખોટા થયા હતાઅમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ ઉજાગર થયું છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટના ખોટા હુકમો અને બનાવટી સહી-સિક્કાઓનો ઉપયોગ કરનારા ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ બનાવટી હુકમોને તેઓએ ખરા તરીકે સ્થાપિત કરવા માટે જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ આરોગ્ય ભવન જન્મ-મરણ વિભાગમાં રજૂ કર્યા હતા. જેની ફરિયાદના આધારે પોલીસે પગલાં લીધા હતા. આ કેસમાં મળતી માહિતી મુજબ, આરોપીઓએ નામદાર કોર્ટના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા અને તેના પર ખોટા સહી-સિક્કા કરીને આ દસ્તાવેજાેને જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ…

Read More

૧૦૮ નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન.અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન કરાયું.આ કળશને ફરી વખતે પૂજન કરીને મંદિરના ગર્ભગૃહમાં ૧૦૮ દંપતી/યજમાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાનું વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય ૫૪ કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું છે. ગર્ભ ગૃહ સહિત સમગ્ર પરિષરનું કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન ૨૦૨૦ વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે પવિત્ર ગંગા નદી સહિતની ૧૦૮ નદીના જળથી ભરેલા ૧૦૮ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કળશને આજે (૧૪ ડિસેમ્બર) ફરી વખતે પૂજન કરીને મંદિરના…

Read More

ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ./ગુજરાતમાં રવિવારના રોજ ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું.નલિયામાં આજે ઠંડીનો પારો ૧૧.૪ ડિગ્રીએ અટક્યો.ગુજરાતમાં આજે રવિવારના રોજ ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. ગુજરાતમાં જ્યાં સૌથી વધુ ઠંડી નોંધાય છે તે નલિયામાં આજે ઠંડીનો પારો ૧૧.૪ ડિગ્રીએ અટક્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજે રવિવારના રોજ નલિયામાં સૌથી વઘુ ઠંડી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ૧૪.૯ ડિગ્રીએ અટક્યો છે, તો વડોદરામાં ૧૨.૪ ડિગ્રીએ ઠંડીનો પારો રહ્યો હતો. ભાવનગરમાં ૧૪.૬ ડિગ્રી, ભૂજમાં ૧૪.૩ ડિગ્રી, ડીસામાં ૧૩.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૧ ડિગ્રી, રાજકોટમાં ૧૨.૬ ડિગ્રી, સુરતમાં ૧૫.૧ ડિગ્રી, પોરબંદરમાં ૧૩.૪ ડિગ્રી, દ્વારકામાં ૧૭.૯ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે…

Read More

હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે.કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા : એમ્સ.અભ્યાસ સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે ભારતમાં આપવામાં આવેલી રસીઓ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે.શું કોરોનાની રસી લીધા પછી યુવાનોમાં હાર્ટ એટેક કે અચાનક મૃત્યુનું પ્રમાણ વધ્યું છે? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. જાેકે, નવી દિલ્હી સ્થિત દેશની સર્વોચ્ચ તબીબી સંસ્થા AIIMS દ્વારા કરવામાં આવેલા એક વર્ષના લાંબા અને સઘન અભ્યાસે આ તમામ શંકાઓ દૂર કરી દીધી છે. રવિવારે જાહેર થયેલા આ શબપરીક્ષણ-આધારિત રિપોર્ટ મુજબ, યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક થતા મૃત્યુ અને કોવિડ-૧૯ રસીકરણ વચ્ચે કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. અભ્યાસ સ્પષ્ટપણે…

Read More