Author: garvigujrat

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ચૈતર વસાવા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે સરકાર તરફથી એવી દલીલો કરવામાં આવી કે ચૈતરભાઈ વસાવા વારંવાર વિવિધ ગુનાઓ કરે છે. પરંતુ આપણને સૌને ખબર છે અને આપણે જાણીએ પણ છીએ કે ચૈતરભાઈ વસાવાનો કોઈ વાંક કે ગુનો નહોતો. કાચનો ગ્લાસ મારવાની ઘટના તો ઊભી કરવામાં આવી હતી. આ સિવાય, જે વન કર્મચારીએ રાત્રે બે વાગ્યે આવીને ખેડૂતોનો ઊભો પાક કાપી નાખ્યો હતો, ત્યારે ચૈતરભાઈએ એક જવાબદાર ધારાસભ્ય તરીકે ત્યાં જઈને સમાધાન કરાવ્યું હતું. પરંતુ ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય કે આદિવાસી સમાજમાંથી કોઈ…

Read More

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા ધર્મનો સાર સત્ય છે,મોક્ષનો સાર સમતા છે તથા તમામ ક્ષેત્રો અને તીર્થોનો સાર આ અવિમુક્ત તીર્થ કાશી છે. પૃથ્વી ઉપર જે કંઇપણ વસ્તુ દ્રષ્ટિગોચર થાય છે તે સચ્ચિદાનંદરૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મરૂપ છે.પોતાના કૈવલ્ય અદ્રેતભાવમાં જ રમનારા એ અદ્વિતિય પરમાત્મામાં ક્યારેક એકથી બે થઇ જવાની ઇચ્છા જાગૃત થઇ પછી તે જ પરમાત્મા સગુણરૂપે પ્રગટ થઇને શિવ કહેવાયા.એ શિવ જ પુરૂષ અને સ્ત્રી શક્તિ કહેવાયા.આ ચિદાનંદસ્વરૂપ શિવ અને શક્તિએ સ્વંય અદ્રષ્ટ રહીને સ્વભાવથી જ બે ચેતન પ્રકૃતિ અને પુરૂષની સૃષ્ટિ કરી.એ બંન્ને માતાપિતાને એ સમયે સામે ના જોઇને એ બંન્ને પ્રકૃતિ અને પુરૂષ સંશયમાં પડી ગયા.એ સમયે…

Read More

૩૦૦ શ્રદ્ધાળુઓએ ધાર્મિક કાર્યક્રમ માટે મંજૂરી માંગી ધાર્મિક કાર્યોના નામે અડચણો ઉભી ના કરી શકાય : હાઇકોર્ટ કોર્ટે જણાવ્યું કે ધર્મ પાળવાની છૂટ સંપૂર્ણ નથી, જાહેર સુરક્ષા અને સામાજિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય પટણા હાઇકોર્ટે ધર્મ પાળવા, ધાર્મિક પ્રવૃત્તિઓને અનુસરવાને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે છૂટ નથી, જે છૂટ આપવામાં આવી છે તેમાં જાહેર જનતાને નુકસાન ના થાય, જાહેર આદેશો, સામાજિક નિયમો વગેરેનું પણ ધ્યાન રાખવું જ પડે. બિહારના સિવાનમાં એક ધાર્મિક કાર્યક્રમ માટે ૩૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ છૂટ માગી હતી, જાેકે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને તમામને છૂટ નહોતી…

Read More

બાબા રામદેવે કંગના રણૌત પર કર્યો પલટવાર હું તુચ્છ વ્યક્તિઓ પર કમેન્ટ નથી કરવા માંગતો જનરેશન ગટર નિવેદનથી શરૂ થયેલો આ વિવાદ હવે ઉગ્ર બન્યો છે, જાેકે રામદેવે તેને વધારવાનો ઇનકાર કર્યો મારી યુવાની કે બેડરૂમ વિશે સપના ન જુઓ કહેનાર ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત પર હવે બાબા રામદેવે વળતો પ્રહાર કર્યો છે. રામદેવે કંગનાને તુચ્છ વ્યક્તિ(ઓછી વ્યક્તિ) સુધી કહી દીધી છે. જાે કે, તેમણે વિવાદને ખતમ કરવાની તરફ ઈશારો કરતા કહ્યું છે કે તેઓ હવે આ વિવાદને વધારવા માંગતા નથી. ખરેખર, કંગના રણૌતે Gen-Z જનરેશન પર કમેન્ટ કરતા તેને ગટર જનરેશન બતાવી હતી, જેનાથી બબાલ મચી ગઈ…

Read More

​(છગનલાલ મેવાડા દ્વારા) સુરત        ​ભારતીય પ્રજામાં ખાંડ રોજિંદા જીવન માં ઉપયોગી અને મહત્વની ખાધ્યવસ્તુ છે. ચા, મીઠાઈ, બિસ્કીટ, ઠંડા પીણાં, બકરી પ્રો. ઉત્પાદનો અને વિવિધ ખાધ્ય ચીજોમાં ખાંડનો વ્યાપક ઉપયોગ થાય છે. તેથી ખાંડના ભાવમાં વધારો થાય ત્યારે તેની સીધી અસર સામાન્ય પરિવારના બજેટ થી લઈને મીઠાઈ અને ખાધ્ય ઉદ્યોગ સુધી જોવા મળે છે.​હાલ માં તહેવારોના સમયે જ ખાંડ કડવી (મોંઘી) થઈ જતાં પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાંડ ના ભાવ વધવાનું એક કારણ ઇથેનોલ પણ છે. જેના કારણે શેરડીના ભાવ વધ્યા છે. હાલના સમયમાં ઇથેનોલ ઉત્પાદનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે.               ​આમ પણ શેરડી અને ખાંડ આધારિત કાચા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત લોકશાહી માં સરકારો બદલાતી રહે છે, સત્તાના ચહેરાઓ બદલાય છે, નીતિઓ બદલાય છે, પરંતુ લોકશાહીની સાચી તંદુરસ્તી એ વાત થી સ્પષ્ટ થાય છે કે સામાન્ય નાગરિક પોતાની વાત કેટલી નિર્ભયતાથી કહી શકે છે. આવા કામોમાં સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંગઠનો અને નોન-પ્રોફિટ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. સાથે એ પણ મહત્વનું છે કે લોકશાહીમાં અસહમતિ કોઈ ગુનો નથી. સરકારની ટીકા કરવી દેશવિરોધી પ્રવૃત્તિ નથી. સત્તાને પ્રશ્ન પૂછવો એ લોકશાહીની મૂળભૂત પ્રક્રિયા છે. આ સમયે દેશમાં સત્તાધારી પાર્ટીની મનમાની થતી હોય અને જ્યારે અંધકાર નો સમય આવે (એટલે પ્રજાની કોઈ જવાબદારી લેવા જ તૈયાર ના હોય) અને…

Read More

આજે આમ આદમી પાર્ટી પરિવારને આજે વધુ મજબૂતી મળી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP – અજિત પવાર જૂથ) ના IT સેલ પ્રદેશ પ્રમુખ તથા પટેલ સમાજના અગ્રણી, સમાજસેવક અને ઘાટલોડિયા વિધાનસભાના પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા હાર્દિક પરીખ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મંત્રી અનુપ શર્મા અને ઝોન પ્રભારી ચંદ્રશેખર રાવતની ઉપસ્થિતિમાં હાર્દિક પરીખે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મંત્રી અનુપ શર્મા અને ઝોન પ્રભારી ચંદ્રશેખર રાવતે હાર્દિક પરીખનું આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન કર્યું હતું. હાર્દિક પરીખ આમ…

Read More

દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર નાગેશ્વર જ્યોતિર્લિંગ કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે.તે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.રૂદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે.નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આપના દેશમાં એક કાળ એવો હતો કે જ્યારે લોકોમાં શ્રદ્ધા હતી ૫રંતુ વચ્ચેના કાળમાં લોકો આળસુ અને પ્રમાદી થયા હતા.તે સમયે પશ્ચિમ સાગરના કિનારે દ્વારીકા નજીક એક વન હતું જે સોળ યોજન વિસ્તારમાં પથરાયેલું હતું.દારૂકા નામની એક અતિ પ્રભાવી રાક્ષસી ત્યાં રહેતી હતી.આળસુ…

Read More

વેપાર કરાર સ્થગિત કરી કર્યું બદલાનું એલાન અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેનેડા આ ર્નિણયથી બંને દેશોના વેપાર અને ગ્રાહકો પર આર્થિક બોજ પડશે : આ ટેરિફ અડધી રાતથી અમલમાં આવશે વિશ્વ પટલ પર બે સૌથી વધુ નિકટના પડોશી દેશો વચ્ચે એક મોટો અને ગંભીર વેપારી સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ આખરે તૂટી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના સામાન પર ૫૦ ટકાનો ભારે-ભરખમ ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો મોટો ર્નિણય લીધો છે. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ પાછળ ન હટવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા એલાન કર્યું…

Read More

હેડ કોચ ગૌતમ ગંભીરે આપ્યો ટ્રોલર્સને જવાબ મારુ કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ અને વ્યૂ નહીં તેમણે કહ્યું કે, ટીમ સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે અને તાજેતરની હાર મોટી નિષ્ફળતા નથી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે એ સવાલોનો જવાબ આપ્યો છે જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે. ગંભીરે એ વાતનો ઇન્કાર કરી દીધો છે કે ભારત ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તાજેતરની હારને કોઈ મોટી નિષ્ફળતા તરીકે નહીં, પરંતુ પરિવર્તનના સમયગાળા(ટ્રાન્ઝિશન ફેઝ)ના એક ભાગ તરીકે જાેવી જાેઈએ. ગોલમાં ૧૬૫ રનથી જીત મેળવ્યા બાદ, ભારત શ્રીલંકા સામે કોલંબોમાં બીજી ટેસ્ટ રમવા જઈ…

Read More