- આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમૂજી યાદ શેર કરી; ‘ઓમ કા હરી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
- સમંથા રૂથ પ્રભુએ પતિ રાજ નિદિમોરુ સાથે યોજી પરંપરાગત ‘સીમંતમ’ વિધિ; આધ્યાત્મિક અનુભવ કર્યો શેર
- ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા મોના સિંહે 90% શો નકાર્યા; કારકિર્દી અંગે કર્યા ખુલાસા
- આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ૧૪ મુદ્દાનું ‘ગેરંટી પત્ર’ જાહેર કર્યું.
- Donate mobile app and mobile guide
- Donate mobile app guide: UK casino experience on the go
- Donate No Deposit Bonus Guide for UK Players – How to Claim & Use
- Donate Casino Review – Online Casino Donate Guide for UK Players
Author: garvigujrat
તેહરાન પર અમેરિકી હુમલાની આશંકા વધી ભારતે પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાનું કહ્યું ભારતીય દૂતાવાસ સાથે નિયમિત સંપર્ક જાળવવા વિનંતી ઈરાન અને પશ્ચિમ એશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ત્યાંના તેના નાગરિકો માટે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય દૂતાવાસે સોમવારે એક નવી એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા વિનંતી કરી છે. આગામી દિવસોમાં અમેરિકા દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની ચિંતા વચ્ચે આ સલાહ આપવામાં આવી છે. એડવાઈઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો, પછી ભલે તે વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, વ્યવસાયિક પ્રવાસીઓ અથવા પ્રવાસીઓ હોય તેમણે કોઈપણ ઉપલબ્ધ માધ્યમથી શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવું જાેઈએ.…
સોનાના વાયદામાં રૂ.2817 અને ચાંદીના વાયદામાં રૂ.12190નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.21 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.26485.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.135764.25 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21459.88 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39784 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162253.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26485.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.135764.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2027.1 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21459.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.158458ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160600 અને…
ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ લાલ કિલ્લા-દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો દિલ્હી પોલીસને આજે(૨૩ ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. આ ધમકી કથિત રીતે ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. દિલ્હી પોલીસે કહ્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકા જાણે કે ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ હોય એમ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થયેલા અધિકારીઓ સુરત મ.ન.પા ને જાણે કે દલા તલવારીનું ખેતર સમજી ગયા હોય એમ પોતાના હોદ્દાની રૂએ લાંબી ટૂંકી રોકડી કરવામાં પાછા નહીં પડતાં અને અરજદારને મજબૂર બનાવી ખંખેરી લેતા હતા. સદર અધિકારીઓ વિરુધ્ધ સુરત મ.ન.પા ની વિજિલન્સમાં કેટલીય લેખિત ફરિયાદો અરજદારો ધ્વારા કરવામાં આવતી હોવા છતાં આજદિન સુધી સુરત મ.ન.પા ની વિજિલન્સ બ્રાન્ચે કશું ઉકાળ્યું નહીં હોવાથી મ.ન.પા ના અધિકારીઓની જોહુકમીથી કંટાળેલા અરજદારો હવે જાગૃત બની ને ACB (એન્ટી કરપ્શન બ્રાન્ચ) નો સંપર્ક કરી ને મ.ન.પા અધિકારીઓને સાણસામાં લઈ રહયા છે.…
ઉપરોક્ત તસવીર સુરત કોટસફીલ રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ટોઇલેટની છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સદર જગ્યાની સાફ-સફાઈ કરનારા પોતાની ભૂખ સંતોષવા પે એન્ડ યુઝ ના મુખ્ય દરવાજા પાસે જ ટેબલ ઉપર બેસી પેટની આગ ઠારી રહ્યો છે ત્યારે કાળા માથાના માનવીએ કાળી મજૂરી કરીને પણ પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા પેશાબની વાસ વચ્ચે મજબૂરી વશ પણ પેટને ભાડું આપવું પડે છે. એવી આ તસવીર કારમી મોંધવારી, બેકારી અને મજબૂરીના મિશ્રણનો જીવતો જાગતો નમૂનો છે. (તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા ધ્વારા)
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત આજકાલ ભારતભરમાં સાયબર છેતરપિંડીનું નેટવર્ક એટલું વ્યાપક બન્યું છે કે કોણ ક્યારે અને ક્યાં ભોગ બનશે તે આગાહી કરવી અશક્ય છે. આવા કેસોમાં ઝડપથી વધારો એ ગંભીર ચિંતાનો વિષય છે. અહીં પ્રશ્ન એ છે કે આધુનિક ટેકનોલોજીના આ યુગમાં સાયબર છેતરપિંડી કેમ રોકી શકાતી નથી? લોકો છેતરપિંડીનો ભોગ બને છે. તેમના જીવનભરની બચત ગુમાવે છે. એમાંય “ડિજિટલ ધરપકડ” જેવા કિસ્સાઓમાં પીડિતોને માનસિક ત્રાસ પણ ભોગવવો પડે છે. આવા ગુન્હાઓને રોકવાના પ્રયાસમાં કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના વિશેષ સચિવની અધ્યક્ષતામાં એક આંતર-મંત્રી સમિતિની રચના કરી છે. આ સમિતિએ એમ પણ કહ્યું છે કે સીબીઆઈ હવે “ડિજિટલ ધરપકડ” સંબંધિત…
ફોરેન ટ્રીપની લાલચ આપી હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનું રેકેટ થાઇલેન્ડ ફરી આવો, મસાજ કરાવો અને ગાંજાે લેતા આવો દરેક ટ્રીપના લાખો રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી યુવાનોને થાઈલેન્ડ મોકલવામાં આવતા હતા અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજાની વધતી માગ વચ્ચે ગાંજાના સપ્લાયરો દ્વારા યુવાનોને થાઈલેન્ડની ટ્રીપની લાલચ આપી હેરાફેરી કરાવવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. અમદાવાદ એસઓજીના અધિકારીઓએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી એક મહિલા સહિત બે પેડલરને અંદાજે રૂ. ૮ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડતા સમગ્ર રેકેટ બહાર આવ્યું છે. પોલીસના હાથે ઝડપાયેલી જીયા ઉર્ફે જેસીકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તેના પિતરાઈ ભાઈ ચેતન પ્રજાપતિ સાથે ગાંજાે વેચવા નીકળી હતી ત્યારે એસઓજીની ટીમે દરોડો પાડી…
વિદેશી પ્રવાસીઓ સહિત ૨૪ ઈજાગ્રસ્ત નેપાળમાં મોટી દુર્ઘટના: ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા ૧૭ના મોત પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોને લઈ જતી બસ બેનીઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-૫ પાસે પૃથ્વી હાઇવે પરથી નીચે ઉતરી ગઈ હતી નેપાળમાં આજે વહેલી સવારે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા અત્યાર સુધીમાં ૧૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત પૃથ્વી હાઇવે પર સર્જાયો હતો.નેપાળના ધાદિંગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે અંદાજે ૧:૩૦ વાગ્યે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોને લઈ જતી બસ બેનીઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-૫ પાસે પૃથ્વી હાઇવે પરથી નીચે ઉતરી…
ભારતીય લશ્કરમાં અગ્નીપથ યોજના અંતર્ગત અગ્નીવીર તરીકે જોડાઈને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ગુજરાતના ફક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નીવીર (જનરલ ડ્યુટી),અગ્નીવીર (ટેકનીકલ), અગ્નીવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનીકલ, અગ્નીવીર ટ્રેડમેન(તમામ)ની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. લશકરી ભરતી મેળા માં ભાગ લેવા માટે (તા.૦૧/૦૭/૨૦૦૫ થી ૦૧/૦૭/૨૦૦૯ વચ્ચેની જન્મ તારીખ)૧૭ થી ૨૨ વર્ષ ઉમર ધરાવતા ઉમેદવારો તથા ધો-૮/૧૦/૧૨ અને આ.ટી.આઇ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.in પર તા ૧૩/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૪/૨૦૨૬ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ અરજી કરેલ ઉમેદવારો માટે તા.૦૧/૦૬/૨૦૨૬ થી ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ ઓનલાઈન પરીક્ષા લેવાશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી,…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં મહિલાઓની સુરક્ષા આપવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. કહેવાતું મેટ્રો સિટી અમદાવાદ હોય કે રાજ્યના અન્ય શહેરો, મા-બેન-દીકરીઓ પર દુષ્કર્મ, છેડતી અને અપહરણ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તો માત્ર તે કેસોની વાત છે જે પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. અનેક દીકરીઓ એવી પણ હશે કે જે પરિવાર કે સમાજના ડરથી પોલીસ સુધી પહોંચી શકતી નથી. છતાં નોંધાયેલા આંકડાઓમાં પણ વધારો થતો જ રહ્યો છે. પ્રશ્ન એ છે કે આવા ગુનાઓ અટકતા કેમ નથી? ગૃહમંત્રી પોતાના નિવેદનોમાં કહે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


