Author: garvigujrat

૮ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી ધામાસાણ!.ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી.આગામી ૮ જાન્યુઆરીથી રાજ્યભરમાં મનરેગા બચાવો કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છ.કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર માટેની જૂની MGNREGA યોજનામાં ધરમૂળથી ફેરફાર કરી તેને નવા નામ અને માળખા સાથે લાગુ કરી છે. જાેકે, આ નવા ફેરફારો સામે વિપક્ષ (Opposition) આક્રમક મૂડમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી છે અને આગામી ૮ જાન્યુઆરીથી રાજ્યભરમાં ‘મનરેગા બચાવો કાર્યક્રમ‘ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી યોજનામાં રોજગારીના દિવસો વધ્યા છે, પરંતુ ફંડિંગ પેટર્ન બદલાતા વિવાદ સર્જાયો છે. કેન્દ્ર સરકારના ર્નિણય સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે…

Read More

કોઈ ગર્લ્સ હોસ્ટેલની બારી ખખડાવી લાઇટ બંધ કરે છે!.ખેડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને થયો ડરામણો અનુભવ થઈ રહ્યો છે.કન્યા છાત્રાલયની ૪૭ વિદ્યાર્થિની ભયના ઓથાર હેઠળ.નડિયાદ અનુસૂચિત કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો ખૌફ ફાટી નીકળ્યો છે. નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાયલની વિદ્યાર્થીનીઓએ કોઈ અજાણ્યા શખ્સના આતંકને પગલે પોલીસની શી ટીમ પાસેથી મદદ માંગી હતી. ગઈકાલે રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી ૫૦થી વધુ વિદ્યાર્થીનીઓ આખી રાત ભયના ઓથાર નીચે કાઢ્યો. નડિયાદમાં સરકારી કન્યા છાત્રાયલ આવેલી છે. જ્યાં છેલ્લા અઠવાડિયાથી આ અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક ફાટી નીકળ્યો છે. વોર્ડન સમક્ષ રજૂઆત છતાં વિધાર્થીનીઓની વાતને સાંભળવામાં આવતી નથી. આ…

Read More

૪ અધિકારીઓ પર FIR નો ચૂંટણી પંચનો આદેશ.બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ખેલ!.મોયના અને બારુઈપુર પૂર્વમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ નકલી મતદારોને કાયદેસરની માન્યતા આપી દીધી હતી.પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપ હેઠળ ચૂંટણી પંચે ૪ વરિષ્ઠ અધિકારીઓ અને એક કર્મચારી સામે FIR દાખલ કરવાનો આદેશ આપી કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે મોયના અને બારુઈપુર પૂર્વમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ વાસ્તવિક સ્થિતિની તપાસ કરવાને બદલે ઓફિસમાં બેઠા બેઠા જ નકલી મતદારોને કાયદેસરની માન્યતા આપી દીધી હતી. પંચે આ અધિકારીઓ પર લોકશાહીની પ્રક્રિયા સાથે છેડછાડ કરવાનો અને બોગસ વોટિંગ માટે નકલી નામોને…

Read More

દિમાગ હજુ પણ ઠેકાણે નથી : સની દેઓલ.બોર્ડર ૨ના પ્રમોશન સમયે સની દેઓલ પિતા ધર્મેન્દ્રને યાદ કરી ભાવુક થયો.પ્રથમ જાહેર કાર્યક્રમમાં હાજર રહેલા સની દેઓલે તેના કરિયર પર પિતાના પ્રભાવ વિશે ઊંડી વાતો કરી હતી.રાજસ્થાનના જેસલમેરમાં પોતાની આગામી ફિલ્મ “બોર્ડર ૨” ના મ્યુઝિક લોન્ચ દરમિયાન અભિનેતા સની દેઓલ અત્યંત ભાવુક જાેવા મળ્યો હતો. પિતા ધર્મેન્દ્રના તાજેતરના નિધન બાદ પ્રથમ જાહેર કાર્યક્રમમાં હાજર રહેલા સની દેઓલે તેના કરિયર પર પિતાના પ્રભાવ વિશે ઊંડી વાતો કરી હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ સાથે “ઘર કબ આઓગે” ગીતના લોન્ચિંગમાં જાેડાયેલા દેઓલે ૧૯૯૭ની ક્લાસિક વોર ફિલ્મ “બોર્ડર” ના ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેણે…

Read More

વૈશ્વિક બજારમાં ધાતુઓની કિંમતોમાં ઐતિહાસિક તેજી.એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા!.આંતરરાષ્ટ્રીય સ્તરે એલ્યુમિનિયમ, કોપર અને નિકલ જેવી જીવનજરૂરી ધાતુઓના ભાવમાં ઐતિહાસિક ઉછાળો.વૈશ્વિક બજારમાં કાચા માલના વધતા ભાવ હવે સામાન્ય ગ્રાહકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એલ્યુમિનિયમ, કોપર અને નિકલ જેવી જીવનજરૂરી ધાતુઓના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખળભળાટ છે. ઉત્પાદન ખર્ચમાં થયેલો આ અસહ્ય વધારો હવે એસી, કિચન અપ્લાયન્સિસ અને બાથ ફિટિંગ્સ જેવી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારા તરીકે ગ્રાહકો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. વૈશ્વિક બજારમાં ધાતુઓની કિંમતોમાં ઐતિહાસિક તેજી જાેવા મળી રહી છે, જેમાં ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ નવા…

Read More

હાર્દિક પંડ્યાએ ફટકારી ધમાકેદાર સદી.બરોડા માટે રમતા હાર્દિક પંડ્યાએ પોતાના બેટથી તબાહી મચાવી.હાર્દિક પંડ્યાએ ૬૮ બોલમાં પોતાની સદી પૂરી કરી,તેણે સદી પૂરી કરવા માટે આઠ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા.હાર્દિક પંડ્યાએ નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆત ધમાકેદાર સદીથી કરી. ૩ જાન્યુઆરીએ ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે રમતા હાર્દિકે વિદર્ભ સામે ધમાકેદાર સદી ફટકારી. હાર્દિકે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને મજબૂત બનાવી જ નહીં, પરંતુ વિરોધી બોલરોને પણ પોતાની ધમાકેદાર સદીથી હંફાવ્યા. હાર્દિકે મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. ૩૮ ઓવરના અંતે બરોડાનો સ્કોર ૭ વિકેટે ૧૮૨ રન હતો અને બે મિનિટ બાદ સ્કોર ૨૧૬ સુધી પહોંચી ગયો હતો. આનું કારણ એ હતું…

Read More

વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં ઉતરતા જ રચ્યો ઇતિહાસ.વૈભવ અંડર ૧૯ ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન.કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચમાં નિષ્ફળ સાબિત થયો.ભારત અંડર ૧૯ અને સાઉથ આફ્રિકા અંડર ૧૯ વચ્ચે પહેલી યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશી કેપ્ટન બનીને મેદાન પર ઉતર્યો હતો. જાે કે, કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં નિષ્ફળ સાબિત થયો. ૧૪ વર્ષનો આ વિસ્ફોટક બે ચોગ્ગાની મદદથી ૧૨ બોલમાં ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો. આરોન જાેર્જ સસ્તામાં આઉટ થયા પછી વૈભવ ટીમની ઇનિંગ આગળ લઈ જશે એવી આશા હતી, પરંતુ તે બેટિંગ કરી શક્યો નહીં. વૈભવ ભલે વધુ રન બનાવી શક્યો નહીં, પરંતુ તેણે…

Read More

માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ.માઘ મેળામાં પહેલા દિવસે ૬.૫ લાખ શ્રદ્ધાળુએ કર્યા સંગમ સ્નાન.પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો ૧૫ ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે : વિવિધ માર્ગોથી શ્રદ્ધાળુઓ ત્રિવેણી નદીમાં સ્નાન કરવા પહોંચ્યા.પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રયાગરાજમાં માઘ મેળો શરૂ થઈ ગયો છે. પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો ૧૫ ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. વિવિધ માર્ગોથી શ્રદ્ધાળુઓ ત્રિવેણી નદીમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં જ ૬.૫ લાખ લોકોએ ગંગા સ્નાન કરી લીધું છે. અત્યાર સુધીમાં ઘણા પ્રમુખ સંત મહાત્મા સ્નાન કરી ચૂક્યા છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદ ગિરી પોતાના અનુયાયીઓ સાથે મેળા…

Read More

મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે રજાચિઠ્ઠી સ્થગિત કરી સાઈટ બંધ કરાવી.આંબાવાડીમાં શ્રમિકોના મોત બાદ કન્સ્ટ્રક્શન સાઈટની રજાચિઠ્ઠી સ્થગિત.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ આપવામાં આવી.આંબાવાડી વિસ્તારમાં વર્ધમાન પેરેડાઈઝ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર નીચે પટકાતા બે શ્રમિકોના મોતની ઘટના બાદ હવે મ્યુનિ. દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ બાંધકામ પણ બંધ કરાવી દીધું છે. ડેવલપર્સ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના પગલે કડક કાર્યવાહીના ભાગરૂપે રજાચિઠ્ઠી સ્થગિત કરાઈ છે. મ્યુનિ. દ્વારા એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ અપાઈ છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળના ભાગે વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઈઝ નામની રહેણાક સાઈટ ચાલી…

Read More

કોર્ટમાં દીક્ષા પરનો સ્ટે રદ.સુરતમાં ૭ વર્ષની દીકરીને દીક્ષા નહીં અપાવવા પરિવારનો ર્નિણય.સુરતમાં રહેતા એક જૈન પરિવારમાં ૭ વર્ષની દીકરીને દીક્ષા અપાવવા બાબતે માતા-પિતા વચ્ચે વિવાદ વકર્યો હતો.સુરતની ફેમિલી કોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ૭ વર્ષની માસૂમ બાળકીની દીક્ષાના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે. દીકરીના માતા અને પિતા વચ્ચે સર્જાયેલા મતભેદો બાદ હવે પરિવારે ફરી એક થવાનો અને દીકરીને હાલ દીક્ષા ન અપાવવાનો મહત્વનો ર્નિણય લીધો છે. જૈન સમાજના અગ્રણીઓ અને વકીલોની મધ્યસ્થીથી આ મામલે સમાધાનનો કરાર તૈયાર કરવામાં આવ્યો છે.સુરતમાં રહેતા એક જૈન પરિવારમાં ૭ વર્ષની દીકરીને દીક્ષા અપાવવા બાબતે માતા-પિતા વચ્ચે વિવાદ વકર્યાે હતો. પિતાએ દીકરીની…

Read More