- Casino Mr Jones UK guide – bonuses, payments, mobile app & security
- Mr Jones online in the United Kingdom
- Mr Jones online casino bonus guide: UK welcome bonus breakdown
- Mr Jones legit – UK payment methods guide and review
- Mr Jones Withdrawal Guide – Fast, Secure Cash‑Out & Bonus Tips
- Kingdom Mobile Overview & Options: UK Guide to Casino, Bonuses & App
- Kingdom Casino mobile guide – play online casino Kingdom on iOS & Android for UK players
- Kingdom Casino Fast Kingdom Payout Guide – Review & Cash Out
Author: garvigujrat
નાના વેપારીઓની લડાઈ અને નીલ કાત્યાલની મજબૂત રજૂઆત.ભારતીય મૂળના વકીલે ટ્રમ્પના ટેરિફ સામ્રાજ્યને હચમચાવી દીધું.કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.અમેરિકાના ન્યાયિક ઇતિહાસમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપતા તેમના ટેરિફ લાદવાના ર્નિણયને રદ કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જનતા પર ટેરિફ કે ટેક્સ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રે (સંસદ) પાસે છે, અમેરિકન પ્રમુખ પાસે નહીં. આ ઐતિહાસિક ચુકાદામાં ટ્રમ્પ વિરુદ્ધ કાનૂની લડાઈ લડવાનો શ્રેય એક ભારતીય મૂળના ધારાશાસ્ત્રી નીલ કાત્યાલને જાય છે. કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ…
બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા./ભારત અને બ્રાઝિલ બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા.આ ટ્રેડ ડીલથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક આદાનપ્રદાન વધવાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ સહકારના નવા દ્વાર ખુલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યારે બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં અર્થતંત્રને નવી ગતિ આપી શકે તેવા અનેક મહત્વના મુદ્દાઓ પર સહમતિ બની છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે બજેટથી સામાન્ય જનતાને મોટી અપેક્ષા હોય છે, કારણ કે ઘરેલું અર્થતંત્ર પર સરકારી બજેટનો સીધો પ્રભાવ…
આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના હિતને લગતા અનેક પ્રશ્નો બેઠકમાં ઉઠાવવામાં આવ્યા. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું મેનુ અને દર બાળક દીઠ મળતી રૂ. 25 ની સહાય અંગે ચર્ચા કરવામાં આવી. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ ફૂડ બિલ બાબતે તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓએ ગ્રાન્ટ મળતા જ ચુકવણી કરવાની ખાતરી આપી…
શ્રમ વિભાગની તપાસ બાદ ૧૯ ફેક્ટરી સામે કેસશ્રમ કાયદાઓમાં સુધારા છતાં લઘુતમ વેતન ચૂકવાતું નહીં હોવાની ફરિયાદો.૨૦૨૫માં કરાયેલી ફરિયાદમાં ૫ ફેક્ટરીમાં તપાસ બાદ તફાવતની ૧.૪૧ લાખની રકમ શ્રમયોગીઓને ચૂકવવામાં આવી હતી.રાજ્ય સરકાર શ્રમ કાયદાઓમાં સુધારા કરે છે અને કામના કલાકો વધારવા સહિતના કાયદા પસાર કરી રહી છે પરંતુ કામદારો-શ્રમિકોને લઘુતમ વેતન મળતું નહીં હોવાના સેંકડો કિસ્સા છતાં ગણતરીની ફરિયાદો જ તંત્ર સુધી પહોંચે છે. વિધાનસભામાં અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૫૪ ફરિયાદો મળી હોવાની માહિતી અપાઇ છે. વિધાનસભા ગૃહમાં તારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના અમૃતજી ઠાકોરે ફેક્ટરીઓમાં લઘુતમ વેતન મુજબ કામદારોને મહેનતાણું નહીં ચૂકવાતા હોવાના મુદ્દે સવાલ પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં શ્રમ…
ચાંદીના છત્ર, ચાંદીના ઘોડિયા અને ચાંદીના નાગની ચોરી થઈ.મહેસાણા તાલુકાના પીલુદ્રા ગામે મંદિરમાંથી ૬.૫૦ લાખની મત્તા ચોરાઈ.અગાઉ ધરણીધર તાલુકાના ચુવા ગામે આવેલા સગત માતાજી મંદિરમાં પણ ચોરી થઈ હતી.મહેસાણા તાલુકાના પીલદ્રા ગામે આવેલા જાેગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરમાંથી તસ્કરો રૂ. ૬.૫૦ લાખની કિંમતના ચાંદીના છત્ર, ચાંદીના ઘોડિયા અને ચાંદીના નાગની ચોરી કરી ગયા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પીલુદ્રા ગામે દેવીપૂજક વાસમાં આવેલા જાેગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરે શુક્રવારે સવારે પાંચેક વાગ્યાના સુમારે મુકેશભાઈ માધાભાઈ પૂજા આરતી કરવા ગયા ત્યારે મંદિરનો દરવાજાે ખુલ્લો હતો અને નકૂચો તૂટેલો હતો. આથી…
બાંગ્લાદેશની તારિક રહેમાન સરકારનો મોટો ર્નિણય.બાંગ્લાદેશે ભારત સાથે વિઝા સેવાઓ ફરી શરૂ કરી.તારિક રહેમાને બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના ત્રણ દિવસ પછી જ આ ર્નિણય લેવામાં આવ્યો.ભારત-બાંગ્લાદેશ સંબંધો સુધારવા તરફના પ્રથમ પગલામાં દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશને શુક્રવારે ભારતીય નાગરિકો માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરી, જે લગભગ બે મહિના પહેલા સ્થગિત કરવામાં આવી હતી. તારિક રહેમાને બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના ત્રણ દિવસ પછી જ આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સૂચવે છે કે તેમની પાર્ટી બીએનપી નવી દિલ્હીને ખૂબ માન આપે છે અને શરૂઆતના તબક્કે સંબંધોમાં બરફ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.એક દિવસ પહેલા એક વરિષ્ઠ ભારતીય…
દુનિયાભરમાં ફફડાટ.સુપ્રીમ કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ૧૦% ટેરિફનો નવો આદેશ.સુપ્રીમ કોર્ટના આંચકા બાદ,સુપ્રીમ કોર્ટના આંચકા બાદ, ગયા વર્ષે ટેરિફ દ્વારા વસૂલવામાં આવેલા અંદાજે ૧૭૫ અબજ ડોલરના મહેસૂલ પર સવાલો ઊભા થયા .અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાયતંત્ર સામે આરપારની જંગ છેડી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જૂના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશો પર ૧૦% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ કરી દીધો છે.અમેરિકન સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતી ફેંસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને રદબાતલ ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોંગ્રેસની મંજૂરી વિના પ્રમુખપાસે આ પ્રકારના ટેરિફ લાદવાની સત્તા નથી. જાેકે, આ ર્નિણયથી…
(છગન લાલ મેવાડા ધ્વારા ) સુરત. ચૂંટણીપંચ, ઈડી, સીબીઆઈ કે એવી કોઈ પણ સ્વાયત સંસ્થા કે જેનું સૌથી પહેલું કામ તટસ્થતાપૂર્વક કામગીરી કરવાનું હોય છે. પણ એની સામે જ જ્યારે સવાલો ઊભા થાય અને એ પણ એક નહીં અનેક સ્થળે ઊભા થાય તો પછી આવી સંસ્થાઓની વિશ્વસનિયતા પર બટ્ટો લાગે છે. અને આજે તો એવી પરિસ્થિતી છે કે આ પ્રકારની સંસ્થાઓ તટસ્થતાથી નહીં પણ પક્ષપાત પૂર્વક વર્તે છે. અને એમાયે મોટે ભાગે શાસક પક્ષના ઇશારે જ ચાલે છે. એવી છાપ પ્રજાના એક વર્ગમાં ઊભી થઈ છે. આપણે જો ચૂંટણીપંચની વાત કરીએ તો દેશની આ એવી સ્વાયત સંસ્થા છે કે જેની…
સ્ટોરી વિશે અટકળો પણ સર્જકો તરફથી કોઈ પુષ્ટિ નહિ .કોકટેલ ટુમાં રશ્મિકા અને ક્રિતી લેસ્બિયન કપલ હશે તેવી ચર્ચા.૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘કોકટેલ’ પણ પ્રણયત્રિકોણ આધારિત હતી અને તેમાં સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ તથા ડાયના પેન્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.રશ્મિકા મંદાના, ક્રિતી સેનન તથા શાહિદ કપૂરની ફિલ્મ ‘કોકટેલ ટુ’ની સ્ટોરીની વિગતો ચર્ચાવા લાગી છે. એક દાવા મુજબ આ ફિલ્મમાં રશ્મિકા અને ક્રિતી સેનન લેસ્બિયન કપલની ભૂમિકામાં હશે. જ્યારે તેમના પ્રણય ત્રિકોણમાં ત્રીજાં પાત્રની ભૂમિકા શાહિદ કપૂરની હશે. જાેકે, આ દાવો સાચો છે કે કે તે કન્ફર્મ નથી. ફિલ્મના સર્જકો દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


