- Mr Luck Casino Review – Account Verification, Bonuses & Fast Withdrawals
- Mr Luck app: what UK players need to know
- Mr Luck games steps and methods for UK players
- Mr Luck welcome bonus overview and options for UK players
- Mr Luck Casino – What UK Players Need to Know
- Casino Mr Jones UK guide – bonuses, payments, mobile app & security
- Mr Jones online in the United Kingdom
- Mr Jones online casino bonus guide: UK welcome bonus breakdown
Author: garvigujrat
માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી હવે ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહારને બંધ કરવાની તૈયારી ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મુસાફરોએ ટોલ ટેક્સ ભરવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં FASTag નો ઉપયોગ ૯૮ ટકાથી વધુ વધી ગયો છે, જેના કારણે ટોલ…
સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.1458 અને ચાંદીનો વાયદો રૂ.7909 ઊછળ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.6 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38630 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.173134.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38630 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2289.55 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155105ના…
ધોળકા વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળી છે. કામની રાજનીતિ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી પાર્ટીમાં દિવસેને દિવસે વિવિધ વર્ગોના લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષો ઉપરાંત હવે સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન સાગર રબારીની આગેવાનીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનેક જાણીતા સામાજિક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. સામાજિક કાર્યકરોમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ અને જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન…
બિટકોઈન કૌભાંડ મામલે જામીન મળ્યા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા જામીન અપાયા બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ ૧૫૦ કરોડનું છે બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન આપી દેવામાં આવ્યા છે. મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ ૧૫૦ કરોડનું છે. એક દિવસ અગાઉ જ મુંબઈની સ્પેશિયલ કોર્ટે રાજ કુંદ્રા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું હતું. ઈડીની ચાર્જશીટને ધ્યાનમાં લેતા કોર્ટે આ કાર્યવાહી કરી હતી. આ મામલે દુબઈ સ્થિતિ બિઝનેસમેન રાજેશ સતીજાને પણ સમન્સ મોકલાયું હતું. બંનેને કોર્ટમાં હાજર રહેવા આદેશ…
સત્તા પલટતાં જ બાંગ્લાદેશના સૂર બદલાયા! બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો ર્નિણય બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો છે. શેખ હસીના સરકારનો સત્તાપલટો થયો તે પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પણ વધી હતી. એવામાં હવે ચૂંટણી બાદ ચૂંટાયેલી નવી સરકાર સત્તામાં આવતા જ બાંગ્લાદેશના સૂર બદલાયા છે. એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. દિલ્હી સ્થિતિ બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવા ફરીથી શરૂ…
ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલમાં ઘૂસી ગયા રાજધાનીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ‘ દરમિયાન આજે ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘૂસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised” ના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયું, તે સમયે સમિટમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજાે અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા…
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની ગદ્દારોને ચેતવણી આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે એવી સજા કરીશું : મનોજ સિન્હા કલમ-૩૭૦ નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો : કાશ્મીરી પંડિતોને સન્માન-સુરક્ષા સાથે પરત લવાશે : પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મનોજ સિન્હા બોલ્યા જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજાેગોમાં બક્ષવામાં નહીં આવે. તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જાે કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ…
ગૂગલે ૧૦ કરોડથી વધુને ડિજિટલ તાલીમ આપી.ટેકનોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ.બે દાયકા પહેલા યુટયુબનું નામ પણ સાંભળ્યું ન હતુ, આજે લાખો યુટયુબર અસ્તિત્વ ધરાવે છે: પિચાઈ.ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ડિજિટલ ડિવાઇડ એઆઈ ડિવાઇડ ન બને તે જાેવું જરુરી છે. ટેકનોલોજીના લાભ તળિયાના લોકો સુધી પહોંચે તે જરુરી છે. તેથી વર્તમાન ડિજિટલ ડિવાઇડનું એઆઇ ડિવાઇડમાં રૂપાંતર ન થવા દેવાની જવાબદારી શાસકોની, યુનિવર્સિટીઓની, કંપનીઓની અને શૈક્ષણિક સંસ્થાઓની છે. તેમણે જણાવ્યું હતું કે એઆઈ પ્લેટફોર્મ્સ આપણા જીવનમાં મળેલી મહામૂલી તક છે. તેના કારણે માનવ જાતની પ્રગતિ હાઈપર સ્કેલ પર થશે. અત્યાર સુધી…
હરિયાણા સરકાર હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો.લોકશાહી વ્યવસ્થા માટે સગાવાદ અને આત્મશ્લાઘા અભિશાપ: સુપ્રીમ કોર્ટ.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી.દેશમાં વધી રહેલા લાગવગ અને સગાવાદના પ્રભાવની સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. નીપોટિઝમ અને આત્મશ્લાઘાને લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ સમાન ગણાવી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો છે, જેમાં સોસાયટીની ગવર્નિંગ બોડીના એક સભ્ય અને તેમના કર્મચારીને બે ફ્લેટ ફાળવી દેવાયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે હાઈકોર્ટના આ હુકમને…
રાજકારણમાં શોકનો માહોલ.ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત.મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ. જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. મેદાન પર અચાનક ઢળી પડેલા સાંસદના અવસાનથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે.શિલોંગના સાંસદ અને ‘વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી’ના દિગ્ગજ નેતા રિકી એ. જે. સિંગકોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયોંગ ખાતે મિત્રો સાથે ફૂટબોલની મજા માણી રહ્યા હતા. રમત દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ અચાનક બેભાન થઈને મેદાન પર જ ઢળી પડ્યા હતા. આ આકસ્મિક ઘટનાને પગલે રમતનું મેદાન ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


