Author: garvigujrat

સુપ્રીમ કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો.પત્ની પાસેથી ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી : સુપ્રીમ કોર્ટ.આવી ક્ષુલ્લક બાબતો માટે પતિ સામે ફોજદારી કેસ ના કરી શકાય નહી: પતિ સામે નોંધાયેલી એફઆઈઆર રદ. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે જાે પતિ ઘરનાં નાણાકીય ર્નિણયો પોતે લે છે અથવા પત્ની પાસેથી ખર્ચનો હિસાબ માંગે છે, તો તેને ક્રૂરતા ગણાવી શકાય નહીં, વિશેષ કરીને એવા કિસ્સામાં કે જ્યારે તેનાથી પત્નીને કોઈ ગંભીર માનસિક કે શારીરિક નુકસાન થયું હોવાનું સાબિત ન થાય.ન્યાયમૂર્તિ સવર્શ્રી બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે ગુરુવારે દહેજ ઉત્પીડન અને ક્રૂરતા સંબંધિત એક કેસ રદ્દ કરતાં આ ટિપ્પણી કરી. આ…

Read More

સરકાર-અલગતાવાદી જૂથ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું.યમનમાં સાઉદી અરેબિયાનો હવાઈ હુમલો, ૨૦ના મોત.યમનમાં ગૃહયુદ્ધની શરૂઆત ૨૦૧૪માં થઈ હતી, જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ રાજધાની સના સહિત ઉત્તરી યમનના મોટા ભાગ પર કબજાે કરી લીધો હતો.યમનમાં સત્તા અને પ્રભાવ માટે ચાલી રહેલી ખેંચતાણ એકવાર ફરી હિંસક વળાંક પર પહોંચી ગઈ છે. શુક્રવારે, સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધનેUAE-સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC)ના ઠેકાણાઓ પર જાેરદાર હવાઈ હુમલા કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ, આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૨૦ અલગતાવાદી લડવૈયાઓના મોત થયાની પુષ્ટિ થઈ છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ યમનમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, જેણે…

Read More

બાપ-દિકરાએ ફિલ્મ બનાવવાની લાલચ આપી પૈસાનો રોલ કર્યો.અભિનેતા કુણાલ ખેમુ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ.કુણાલે ફિલ્મની વાર્તા સાંભળી હતી અને સ્ક્રિપ્ટ પસંદ આવ્યા બાદ તેણે ફિલ્મ કરવા માટે સંમતિ આપી હતી.એક્ટર કુણાલ ખેમુ અને તેમના પિતા રવિ ખેમુ વિરુદ્ધ મળેલી છેતરપિંડીની ફરિયાદ બાદ મુંબઈની એક અદાલતે અંબોલી પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. એક્ટર અને તેમના પિતા પર આરોપ છે કે તેમણે એક પ્રોડ્યુસર પાસેથી ફિલ્મમાં કામ કરવા માટે સાઇનિંગ અમાઉન્ટ લીધું હતું, જાેકે બાદમાં તેઓ સાથે કામ કરવાથી ફરી ગયા અને વધુ પૈસાની માંગ કરવા લાગ્યા.ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુજીત કુમાર સી. તાયડેએ ૨૯ ડિસેમ્બરે ફરિયાદ મળ્યા બાદ સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી…

Read More

૫ વર્ષ પહેલા એક્ટ્રેસના છૂટાછેડા થયા હતા.૪૦ વર્ષીય કીર્તિ કુલ્હારી સહ-અભિનેતાના પ્રેમમાં પડી.કીર્તિ કુલ્હારી પોતાનાથી નાના કૉ-સ્ટારના પ્રેમમાં પડી:નવા વર્ષે રાજીવ સિદ્ધાર્થ સાથેના રોમેન્ટિક ફોટો શેર કર્યાં.૧૬ વર્ષથી ઉદ્યોગમાં તેના કામ માટે સમાચારમાં રહેલી આ સુંદરી, અસંખ્ય ફિલ્મો અને શ્રેણીઓમાં દેખાઈ છે. અભિનેત્રીએ ૨૦૧૬ માં લગ્ન કર્યા હતા પરંતુ ૨૦૨૧ માં છૂટાછેડા લીધા હતા.તેણીને ફરીથી પ્રેમ મળ્યો છે. અમે અભિનેત્રી કીર્તિ કુલ્હારી વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે તેના “ફોર મોર શોટ્સ પ્લીઝ” ના સહ-અભિનેતા રાજીવ સિદ્ધાર્થ સાથેના સંબંધની જાહેરાત કરી છે.જ્યારે કીર્તિ કુલ્હારી અને રાજીવ સિદ્ધાર્થના ડેટિંગની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહી છે, ત્યારે કૃતિએ ૭ નવેમ્બર, ૨૦૨૫…

Read More

૨૪ નવેમ્બર-૨૦૨૫ના રોજ ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું હતું.અમિતાભ બચ્ચને ‘શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા.‘ઇક્કિસ’ના પ્રમોશન માટે KBCમાં આવેલી સમગ્ર ટીમ સાથે ધર્મેન્દ્રને યાદ કરીને બિગ બી ભાવુક થયા.આજે ૫૦થી વધુ વર્ષાેના વહાણા વીતી ગયા હોવા છતાં જય અને વીરૂની મિત્રતા આજે પણ અકબંધ રહી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં અમિતાભે પોતાના દીર્ઘકાલિન મિત્ર ધર્મેન્દ્ર સાથે વિતાવેલાં સમયને અને તેમની સાથે કામ કર્યાના અનુભવોના મીઠા સંસ્મરણોને વાગોળ્યા હતા. ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’ના પ્રમોશન માટે આવેલી ટીમનું શાનદાર સ્વાગત કરવા ‘કૌન બનેગા કરોડપતિ’ના શોના સ્ટેજને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. ઇક્કિસના પ્રમોશન માટે આવેલી ફિલ્મની ટીમમાં ડિરેક્ટર શ્રીરામ રાઘવન…

Read More

રશ્મિકાએ ફરી એક વખત ઇન્ટરવ્યુમાં લગ્નની વાતને હસી કાઢી.જિંદગી મને ગમે ત્યાં ફેંકે, હું જીવી જાણીશ : રશ્મિકા મંદાના.તમે મને નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભલે જાેતાં હોય પણ હું ઇન્ટ્રોવર્ટ છું : રશ્મિકા મંદાના.રશ્મિકા મંદાના શાંતિથી પોતાનું કામ કરી જાણવાનું જાણે છે, આ વર્ષે તેની ચાર હિન્દી ફિલ્મ અને બે સાઉથ ઇન્ડિયન ફિલ્મ રિલીઝ થઈ છે. તેની ૯ વર્ષની કૅરિઅરમાં રશ્મિકાએ ૨૬ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે નવા વર્ષે આપેલાં એક ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ તેની કૅરિઅર, પરિવાર, ટ્રોલિંગ અને માનસિક શાંતિને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. રશ્મિકા પોતાને એક ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ માને છે, તેણે જણાવ્યું, “તમે મને નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં…

Read More

અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ.સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટર માઈન્ડનો સાગરીત ઝડપાયો.મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના રહસ્ય સચિવ તરીકે ઓળખાતા રાકેશ ચંદુલાલ વસાવાની ધરપકડ.સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સામે આવેલા મસમોટા ધર્માંતરણ કૌભાંડમાં જિલ્લા પોલીસે વધુ એક મહત્ત્વની કડી શોધી કાઢી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના રહસ્ય સચિવ તરીકે ઓળખાતા રાકેશ ચંદુલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ શૈક્ષણિક જગત અને સ્થાનિક પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આરોપી રાકેશ વસાવાની પ્રોફાઇલ જાેઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તે હાઇવે નજીક આવેલી શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અંગ્રેજી…

Read More

૧૯ કાર્યકર્તા સામે કેસ પાછો ખેંચવા મંજૂરી નહીં.કરણી સેનાને મોટો ઝટકો, પદ્માવત ફિલ્મનો વિરોધ કરવો ભારે પડ્યો.કોર્ટે કહ્યું કે આરોપીઓએ અપરાધ વ્યક્તિગત હિત અને ચોક્કસ સમુદાયનું વર્ચસ્વ જાળવવા કર્યો હતો.પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના દ્વારા રાજ્યભરમાં કરાયેલા તોડફોડ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસમથકમાં ૧૯ આરોપીઓ વિરૂધ્ધ કેસ નોંધાયો હતો. ત્યારે આ મામલે કરણી સેનાને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના ૧૯ કાર્યકર્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. વર્ષ ૨૦૧૮ માં પદ્માવત ફિલ્મને લઈને કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો હતો. પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ રાજ્યભરમાં તોડફોડ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા એ…

Read More

સિંગતેલના ભાવમાં જબરો વધારો.નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર.સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨,૬૬૦ થી રૂ.૨,૬૮૦ રૂપિયા થયો.નવા વર્ષની શરૂઆત થતા ની સાથે જ સિંગતેલના ભાવમાં વધારો થવાની પણ શરૂઆત થઈ છે. આજરોજ સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે, ત્યારે આ ભાવ વધારો થતા સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨,૬૬૦ થી રૂ.૨,૬૮૦ રૂપિયા થયો છે. સમગ્ર ગુજરાત ભરમાં લોકો સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે આ બંને તેલના ભાવમાં ઘણી વધ – ઘટ થતી જાેવા મળતી હોય છે. અગાઉ પણ સિંગતેલના ભાવમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ભાવ વધારો થયો…

Read More

શેરબજારમાં તેજી.નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટનો ઉછાળો જાેવાયા.નિફ્ટી ૫૦ ૧૮૨ પોઈન્ટ વધીને ૨૬,૩૨૮.૫૫ પર બંધ, સેન્સેક્સ ૦.૬૭ ટકા વધીને ૮૫,૭૬૨.૦૧ પર પહોંચ્યા.શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વધારો જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૨૬ના બીજા જ દિવસે ભારતીય શેરબજારના નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ રેકોર્ડ હાઈ પર છે, જ્યારે સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. ૨૦૨૬ના બીજા દિવસે ભારતીય શેરબજારનો નિફ્ટી૫૦ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બેંકમાં પણ શાનદાર તેજી જાેવા મળી. નિફ્ટી ૧૯૪ પોઈન્ટ વધીને ૨૬,૩૪૦ પર પહોંચ્યો, જે તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.…

Read More