- કાયદો સર્વોપરી, પરંતુ યુનિવર્સિટી પર કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થવું જોઈએ
- પટના હાઈકોર્ટનો આદેશ: જાતિ જાણી યુવકના પગ ભાંગનાર પૂર્વ SHO સામે FIR નોંધવાનો નિર્દેશ
- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
- દિલજીત દોસાંઝ સહિત કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યો વિરોધનો સૂર
- NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા, મોદી સરકારનો દાવો: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવાશે
- વાહન માલિકી તબદીલી અને NOC માટે આધાર લિંક ફરજિયાત, પરિવહન પોર્ટલ પર નવી વ્યવસ્થા લાગુ
- વૈજ્ઞાનિક અભ્યાસનો ખુલાસો: મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થવાના કોઈ પુરાવા મળ્યા નથી
Author: garvigujrat
રાજ્યના ૨૬ IAS અધિકારીઓની બદલી.૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાત સરકારે ૨૬ સિનિયર IAS અધિકારી બદલી કરી દીધી છે. સંજીવ કુમારની ઝ્રસ્ર્ંમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે તો તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સંજીવ કુમાર,IAS ગુજરાત કેડરના ૧૯૯૮ બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સંજીવ…
બેનામી સંપત્તિનો મામલો.સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીની રેડ.આ દરોડામાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કલેક્ટરના બંગલે ૨ કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઈડ્ઢ ના દરોડાથી સવાર પડી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ત્રાટકતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરમાં કલેક્ટર, નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ ધામા નાંખ્યા છે. ઈડીના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. જેમાં તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે.…
લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી.પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ઉનાના પરિવારોએ સરકારને અરીસો બતાવ્યો.મત લેવાના હોય ત્યારે સરકાર ગરીબોના ઘર સુધી લાંબી થાય છે તમને સત્તા પર બેસાડનારા અમે ગરીબો જ છીએ.ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર સુધી લાંબા થયા હતા. જાેકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર, લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. પાલડી ગામના રહેવાસી લીલાબેને મીડિયા સમક્ષ રડતી આંખે જણાવ્યું હતું કે, “અમારા ગામના માછીમારો પાકિસ્તાનમાં પકડાયા છે. તે બાબતે રજૂઆત કરવા અમે ૨૦૦૦-૨૫૦૦ રૂપિયા ખર્ચીને અહીં ગાંધીનગર આવ્યા છીએ. પણ અહીં અમારા જેવા ગરીબ લોકોનું…
પાણીના નમૂના ટેસ્ટિંગમાં ફેઈલ.દામોકુંડનું પાણી આચમન લાયક નહી સ્નાનને લાયક પણ નથી.ચડયો ન ગઢ ગિરનાર ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર આ લોક જીહવા રચિત દુહો જ દામોદરકુંડની અગત્યતા અને મહત્તા વિશે ઘણું જ કહી જાય છે.કાઠિયાવાડનો આ એક બહુ જ પ્રચલિત દુહો સમગ્ર ગુજરાતની લોકજીભે કંઠસ્થ થઈ ગયો છે. સોરઠ દેશ ન સંચર્યો, ચડયો ન ગઢ ગિરનાર ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર આ લોક જીહવા રચિત દુહો જ દામોદરકુંડની અગત્યતા અને મહત્તા વિશે ઘણું જ કહી જાય છે. જે કોઈ દામોદરકુંડે નાહ્યો ન હોય તેનો અવતાર એળે ગયો કહીને તેની અગત્યતા અને લોકજીવન સાથે ધાર્મિક રીતે તે કેટલો…
અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્નું મેગા ઓપરેશન.દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત.ફિરકીઓ અને મશિનરી સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૫૨,૦૦૦ જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ, બાવળા અને આણંદમાં દરોડા…
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ.ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી.ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે.ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ ર્નિણય ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલી છૂટછાટમાં વધારાની છૂટ આપે છે. કોને દારૂ…
હવામાં ઉડતી ટેક્સીપ શહેરના ટ્રાફિક જામથી મુક્તિ.ભારતમાં શરૂ કરાયું પ્રથમ એર ટેક્સીનું ટેસ્ટિંગ.આકાશ તરફ નજર કરી છે હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે.દિવસેને દિવસે વધતા ટ્રાફિક જામને કારણે હવે તો બહાર નીકળનારા, ઓફિસ દરરોજ ટાઇમસર ન પહોંચી શકતા લોકો પણ કહી રહ્યા છે કે હવે ટ્રાફિકનું બસ થયુ. ટેક્સી, કેબ કે રિક્શો દરેક વાહન ટ્રાફિકની સમસ્યામાં ફસાય જ છે. દરરોજ રોડ પર ચાલતા અઢળક વાહનો અને ટ્રાફિકને કારણે રસ્તાઓ પણ થાકી ગયા છે. પરંતુ ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મેળવવા આવી ગઇ છે હવામાં ઉડતી ટેક્સી… મળતી માહિતી પ્રમાણે એરોસ્પેસ સ્ટાર્ટઅપ…
રાજ્યસભા સાંસદનો દાવો.ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી.RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ.પી.જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે.મનરેગા (MNREGA) નું નામ બદલવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. CPI ના રાજ્યસભા સાંસદ જાેન બ્રિટાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સરકાર ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી કરી રહી છે. સાંસદ જાેન બ્રિટાસે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, કરન્સી નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવવા માટેનું પ્રારંભિક પ્લાનિંગ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે,…
રાજસ્થાનમાં તઘલખી ફરમાન.ઝાલોરના ૧૫ ગામોમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ.આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા ૨૬ જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં એક સામાજિક પંચાયતના ર્નિણયના કારણે વિવાદ છંછેડાઈ ગયો છે. ઝાલોરના ચૌધરી સમાજની પંચાયતે એક મોટો ર્નિણય લેતા ૧૫ ગામોમાં તમામ યુવતીઓ માટે સ્માર્ટફોન (કેમેરાવાળા ફોન) વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા ૨૬ જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે. અહીંના ગાઝીપુર ગામમાં રવિવારે સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે આગામી ૨૬મી જાન્યુઆરીથી સમાજની દીકરીઓ અને…
ગઠબંધનનું સત્તાવાર એલાન.મરાઠી મતોનું ધ્રુવીકરણ રોકવા ઠાકરે પરિવાર એકજૂથ.આ રણનીતિથી મુંબઈના મતદારોમાં એક નવો આત્મવિશ્વાસ જાેવા મળી શકે છ.મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હાથ મિલાવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને બંને ભાઈઓ આજે સત્તાવાર રીતે ગઠબંધનની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. આ જાેડાણ માત્ર બે પક્ષોનું મિલન નથી, પરંતુ ઠાકરે પરિવારના વારસાને ફરી એક કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ ગઠબંધન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મરાઠી મતોનું વિભાજન રોકવાનો છે. છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં મરાઠી મતો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



