Author: garvigujrat

વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ.દાંડિયા રમતાં રમતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે થઈ તકરાર.આ ઈવેન્ટમાં બોલીવૂડ એક્ટર આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૈટ સાથે સ્પોટ થયો હતો.અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકે સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ, ફેશનની સાથે સાથે સંસ્કારો અને ભક્તિભાવ માટે ખૂબ જ જાણીતો છે. હાલમાં જ અંબાણી પરિવારે ગુજરાતમાં આવેલા ગીર સુંદર અને શાંત માહોલમાં નવા શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પરિવારના સદસ્યોની સાથે સાથે બોલીવૂડ સેલેબ્સ અને જાણીતા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા.સોશિયલ મીડિયા પર આ પૂજાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ…

Read More

પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેમણે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા.હી-મેન તરીકે જાણીતા બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા.આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો અને અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સંજય દત્ત અને અક્ષય કુમાર જેવા મોટા સેલિબ્રિટી હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. ૧૦ નવેમ્બરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી, ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધર્મેન્દ્રને 12 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ડોક્ટરોએ…

Read More

સિદ્ધાંત-મૃણાલની દો દિવાને શહર મેં આગામી ફેબ્રુઆરીમાં રજૂ થશે.આ ફિલ્મનાં એક સપ્તાહ પહેલાં જ વેલેન્ટાઈન ડે વખતે શાહિદ અને તૃપ્તિ ડિમરીની ‘ઓ રોમિયો’ રીલીઝ થશે.સંજય લીલા ભણશાળીનાં પ્રોડક્શન હેઠળની ફિલ્મ ‘ દો દિવાને શહેર મેં’ આગામી તા. ૨૦મી ફેબ્રુઆરીએ રજૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મનાં એક સપ્તાહ પહેલાં જ વેલેન્ટાઈન ડે વખતે શાહિદ અને તૃપ્તિ ડિમરીની ‘ઓ રોમિયો’ રજૂ થવાની છે. આમ આ બંને ફિલ્મો આગળ પાછળ ટકરાઈ શકે છે. ‘દો દિવાને શહેર મેં ‘માં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની જાેડી હશે. ફિલ્મનું ફક્ત પ્રોડક્શન જ સંજય લીલા ભણશાળીનું છે જ્યારે ડાયરેક્ટર રવિ ઉદયવાર હશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી…

Read More

એઆઈનો ઉપયોગ આસિસ્ટન્ટ તરીકે કરો, બોસ તરીકે નહીં : સોનુ નિગમ.પહેલાના સમયે લોકો ખાસ પ્રયત્ન કરતા અને સંગીત ખરીદવા માટે બહાર જતાં હતાં, જે એક ઊંડો વ્યક્તિગત અનુભવ હતો.જાણીતો ગાયક કાશ્મીરમાં કોન્સર્ટ કરવા માટે છેલ્લા થોડા વખતથી ચર્ચામાં હતો, જ્યાં તેણે દાલ લેકમાં શેર-ઈ-કશ્મીર ઇન્ટરનેશનલ કોન્વોકેશન કોમ્પલેક્સમાં પર્ફાેર્મ કર્યું હતું. આ કોન્સર્ટમાં તેણે મહોમ્મદ રફીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ કોન્સર્ટમાં તેણે એક મસ્જિદની આઝાન માટે પોતાનો કોન્સર્ટ અટકાવી દીધો હતો, તેનો વીડિયો વાયરલ થયો હતો. કારણ કે ૨૦૧૭માં તેણે દબાણપૂર્વક થોપવામાં આવતી ધાર્મિકતા અને લાઉડ સ્પીકરમાં આઝાન અંગે નિવેદન કરીને વિવાદ છેડ્યો હતો. ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સોનુ નિગમે…

Read More

શ્વાનનો ત્રાસ યથાવત ! વડોદરામાં એક અઠવાડિયામાં શ્વાન કરડવાના ૫૫ કેસ નોંધાયા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા એ દર્શાવે છે કે લોકો શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે. વડોદરામાં રખડતાં શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાછલા ત્રણ દિવસમાં વડોદરા શહેર અને જિલ્લામાં શ્વાન કરડવાના ૫૫ જેટલા કેસ નોંધાયા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશમાં શ્વાનના કારણે મનુષ્યોને થતાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે અંકુશ લાવવા રાજ્ય સરકારોને આદેશ કર્યા છે. પરંતુ તેમ છતાં શ્વાન કરડવાના બનાવો રોકવામાં વહીવટી તંત્ર ઊણુ ઉતર્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા એ દર્શાવે છે કે લોકો શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા…

Read More

અંતિમ વિદાયમાં લોકો ભાવુક થયા તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ દુબઈ એર શો દરમિયાન તેજસ દુર્ઘટનાગ્રસ્ત જતાં પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ શહીદ થયા હતા દુબઈ એર શો ૨૦૨૫ દરમિયાન ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ તેજસ દુર્ઘટનાગ્રસ્ત જતાં પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ શહીદ થયા હતા. આજે(રવિવાર) તેમના પાર્થિવ દેહને તેમના વતન હિમાચલ પ્રદેશના કાંગડા લવાયો હતો. આ દરમિયાન તેમનો પરિવાર હાજર રહ્યો. તેમના પત્ની વિંગ કમાન્ડર અફશાં પણ વર્દીમાં જાેવા મળ્યા. નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના પત્નીએ અંતિમ સેલ્યુટ આપ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ દૃશ્ય જાેઈ ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. નોંધનીય…

Read More

૧૪ સિનિયર હોસ્ટેલમાંથી સસ્પેન્ડ ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં મોટું એક્શન પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે બની રેગિંગની ઘટના : GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે મોટી કાર્યવાહી કરાઈ ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા ૧૪ સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. જુનિયર વિદ્યાર્થીઓ પાસે ‘ઇન્ટ્રો‘ કરાવી માનસિક ટોર્ચર કરતા હતા. સેકન્ડ વર્ષમાં વિધાર્થીઓને ૬ મહિના માટે, જ્યારે થર્ડ યરના વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીકેટ કરાયા છે. જીએમઇઆરએસ (GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો‘ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. પ્રથમ વર્ષના કેટલાક…

Read More

રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયરના પ્રયાસ ટ્રમ્પના પ્લાન સામે યુરોપને વાંધો, ઝેલેન્સ્કીને અપાઈ ડેડલાઈન ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને ૨૭મી નવેમ્બર સુધીમાં આ પ્રસ્તાવ પર જવાબ આપવાની ડેડલાઈન આપી છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) લાવવાના પ્રયાસરૂપે કિવને મોકલેલા શાંતિ પ્રસ્તાવ પર યુરોપિયન દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રસ્તાવ રશિયાના હિતોની નજીક હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીને ૨૭મી નવેમ્બર સુધીમાં આ પ્રસ્તાવ પર જવાબ આપવાની ડેડલાઈન આપી છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના ર્નિણયને અંતિમ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા કોઈપણ સંજાેગોમાં સંઘર્ષનો અંત…

Read More

નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર છેલ્લી ઘડીએ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ! પ્રીમિયમનો બોજ મુસાફરો પર નહીં, એરલાઇન્સ ઉઠાવશે જાે તમે ફ્લાઇટના થોડા કલાકો પહેલાં ટિકિટ કેન્સલ કરો છો અને સમગ્ર ભાડું ગુમાવવાનો ડર સતાવે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મુસાફરોને મોટી રાહત આપવા માટે ભારત સરકાર આગામી બેથી ત્રણ મહિનામાં એર ટિકિટમાં બિલ્ટ-ઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. આ યોજના લાગુ થતાં મુસાફરો અચાનક ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં તેમના ભાડાના ૮૦% સુધીનું રિફંડ મેળવી શકશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ વીમા યોજના માટેનું પ્રીમિયમ મુસાફરો પાસેથી લેવામાં આવશે નહીં, પરંતુ…

Read More

નાઇજીરીયામાં મોટો અપહરણ કાંડ કેથોલિક સ્કૂલ પર હુમલો, ૩૦૦થી વધુ બાળકો અને ૧૨ શિક્ષકોનું અપહરણ પશ્ચિમી આફ્રિકાના દેશમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી પશ્ચિમી આફ્રિકાના દેશ નાઇજીરીયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલ પર બદમાશોએ હુમલો કર્યો અને ૩૦૦થી વધુ બાળકોનું અપહરણ કરી લીધું. નાઇજીરીયાના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અપહરણ કેસ ગણવામાં આવી રહ્યો છે. નાઇજીરીયાના ક્રિશ્ચિયન એસોસિએશન (CAN) એ જણાવ્યું કે શરૂઆતમાં નાઇજર રાજ્યની સેન્ટ મેરી સ્કૂલમાંથી ૨૨૭ બાળકોનું અપહરણ થયું હોવાની આશંકા હતી, પરંતુ ચકાસણી પછી જાણવા મળ્યું કે કુલ ૩૧૫ બાળકોનું અપહરણ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાઇજર રાજ્યના પાપિરીમાં આવેલી સેન્ટ…

Read More