Author: Garvi Gujarat

પશ્ચિમ બંગાળની તૈયારીઓમાં લાગ્યો ભાજપ.બિહારમાં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ.બિહારમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેના માટે રણનીતિ તૈયાર થઈ રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ચાણક્ય તરીકે ઓળખાય છે. તેની પાછળ તેમની રાજનીતિક સમજ અને કૂટનીતિ છે. તેઓ પોતાની રાજનીતિક સમજથી સતત પાર્ટીને વધુ આગળ લઈ જઈ રહ્યા છે. બિહારમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. બંગાળમાં પણ મોટું પરિવર્તન કરવા માટે પાર્ટી દિવસ રાત મહેનત કરી રહી છે. પાર્ટીન ચાણક્ય અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે પી…

Read More

સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો.OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ.સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટના નિયમો અંગે સરકારને ૪ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન, આવા કન્ટેન્ટના પ્રસારણને કારણે સમાજ પર તેની અસર વિશે વિચારણા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ મુદ્દે વિગતવાર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે,…

Read More

મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના.પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ.કોલેજ છોડી ભાગી ગયેલા અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી.મોડાસાની સહકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓને વોટસએપ દ્વારા બિભત્સ મેસેજ કર્યાે હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો-છાત્રાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટીસનો સૂત્રોચ્ચાર કરી આ અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગને ઉગ્ર બનાવી હતી. હાલ કોલેજ છોડી ભાગી ગયેલા આ અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી હતી. જાે કે, વણસતી જતી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી…

Read More

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર આક્ષેપ કર્યા.પાકિસ્તાને રામમંદિરમાં મોદી હસ્તે થયેલાં ધ્વજારોહણનો વિરોધ કર્યો.લઘુમતીઓ પર અત્યાચારનો ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવતા પાકિસ્તાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી : ભારતીય વિદેશ મંત્રાલય.પાકિસ્તાને અયોધ્યાના રામમંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ધ્વજારોહણ પર વિરોધ નોધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધી રહેલા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસવાના પ્રયાસનો ભાગ છે. પાકિસ્તાને દાવો કરીને કહ્યું કે, જે સ્થાને પહેલા બાબરી મસ્જિદ હતી, ત્યાં હવે રામમંદિર બનાવવામાં આવ્યું છે. બાબરી મસ્જિદ સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું.૬ ડિસેમ્બર ૧૯૯૨એ આ મસ્જિદને ટોળાએ તોડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ…

Read More

આરોપી ઉધવાનીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી.વિદેશ ભાગેલાં આરોપીને પરત લાવવો દેશનો સંપૂર્ણ અધિકાર છે: સુપ્રીમ કોટ.ઉધવાની જુલાઈ ૨૦૨૨માં દુબઈ ગયો હતો, ત્યાર પછી ભારત પરત ફર્યો નથી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરાઈ સુપ્રીમ કોર્ટે વિદેશમાં ભાગે ગયેલા આરોપીઓને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, કાયદાથી બચવા માટે વિદેશ ભાગેલા આરોપીઓને પરત લાવવો એ દેશનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે દુબઈમાં રહેતા વિજય મુરલીધર ઉધવાનીની અરજી પર સુનાવણી કરવાની મનાઈ કરી દીધી. એમાં ઉધવાનીએ વકીલ મારફતે યુએઈથી પરત લાવવા માટે ભારતની વિનંતી હટાવવાની માંગ કરાઈ હતી.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે…

Read More

અત્યાર સુધીમાં ૪૪ના મોત, ૩૦૦ ગુમ.હોંગકોંગમાં ભીષણ આગ, અનેક બિલ્ડિંગ્સ સળગી ઉઠી.બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવાર (૨૬ નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા કુલ ૪૪ લોકોના મોત થયા છે, જ્યારે ૨૮ લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અંદાજિત ૩૦૦ લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ ૭૦૦ જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.મીડિયા અહેવાલો મુજબ, બપોરે ૨.૫૧…

Read More

નેશનલ ગાર્ડના બે જવાન ઘાયલ થયાં.અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર, શંકાસ્પદ શખ્સ પકડાયો.આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી, ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પૈટ્રિક મૉરિસી…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી કરી.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદથી વલસાડ સુધી પોતાના મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી એ દેશની સૌથી લોકપ્રિય પ્રીમિયમ ટ્રેન સેવાઓમાંની એક, વંદે ભારત એક્સપ્રેસની કાર્યપદ્ધતિ, આધુનિક સુવિધાઓ, ઝડપ તેમજ સંપૂર્ણ યાત્રા અનુભવનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. હાલ ભારતીય રેલવે નેટવર્ક પર 164 વંદે ભારત ટ્રેનો સંચાલિત છે, જેમાંથી 05 ગુજરાતમાં સંચાલિત થાય છે. ગુજરાતમાં ચાલનારી વંદે ભારત ટ્રેનોમાં 100% થી વધુ ઓક્યુપેન્સી નોંધાઈ રહી છે, જે તેની વધતી લોકપ્રિયતા અને મુસાફરોના ઊંડા વિશ્વાસને દર્શાવે છે. યાત્રા દરમિયાન મુખ્યમંત્રી એ સહપ્રવાસીઓ…

Read More

પતિથી બચીને પાડોશીની મદદથી ઓસ્ટ્રિયાથી ભાગીને ભારત પહોંચી હતી.સેલિના જેટલીએ પતિથી છૂટા પડવાના કારણોની વ્યથા શેર કરી.સેલિનાએ ફરિયાદમાં પોતાના પર ભાવનાત્મક અને મોખિક ક્રુરતા, શારિરીક હિંસા, છલ-કપટ, જબરદસ્તી અને આર્થિક નિયંત્રણની તકલીફનો સમાવેશ કર્યો.સેલિનાએ પતિ પીટરથી છુટા પડવાની વ્યથા શેર કરી હતી જેમાં પોતે અનહદ શારિરીક શોષણ, મારપીટ સંબંધોમાં દગાબાજીવગેરેનો ઉલ્લેખ કરીને હૈયાવરાળ કાઢી હતી. પતિ પીટર તેને નોકરાણી કહીને બોલાવતો હતો.તેમ પણ તેણે કહ્યું હતું. ઉપરાંત સેલિના જેટલીએ પતિ પીટર હોગ સાથે છૂટાછેડાની અરજી નોંધાવ્યાના એક દિવસ પછી તેના વકીલે અભિનેત્રીની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. સેલિનાની વકીલે કહ્યું હતું કે, સૌથી મોટી ચિંતા તેના બાળકોની કસ્ટડીની છે. સેલિનાએ ફરિયાદમાં…

Read More

ટાઇગર શ્રોફ સાથે હવે અભિનેત્રી મીનાક્ષી ચૌધરી જાેડી જમાવશે.ટાઇગર શ્રોફ હાલમાં દિલ રાજુ માટે જે ફિલ્મ પર કામ કરી રહ્યો છે તે એક્શન અને સંગીત આધારિત વાર્તા હશે.આ વર્ષે ટાઇગર શ્રોફની એક મોટી ફિલ્મ ‘બાગી ૪’ રિલીઝ થઈ હતી. પરંતુ ટીઝર બહાર આવ્યા ત્યારથી, દ્રશ્યોને ચોરી તરીકે ઓળખવામાં આવી રહ્યા હતા. આ જ કારણ છે કે, જ્યારે ફિલ્મ આખરે રિલીઝ થઈ, ત્યારે ફિલ્મ ખાસ કશું ઉકાળી શકી ન હતી. હવે, તેના માટે એક મોટી ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. આ એક નવી મ્યુઝિકલ એક્શન એન્ટરટેઈનર છે, જેમાં ટાઇગર એ અભિનેત્રી સાથે જાેડાયો છે જેણે તાજેતરમાં જ જાેન અબ્રાહમની ‘ફોર્સ…

Read More