- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
દિવાળી સુધી રાહત નહીં સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવે રડાવ્યા! ગોડાઉનમાં ૫૦% માલ સડી ગયા બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો જથ્થો નબળો પડી રહ્યો છે અને વરસાદ ખેંચાવાના કારણે નવા પાકના આગમનમાં પણ વિલંબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો આશરે ૧૦-૧૫ રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો જથ્થો નબળો પડી રહ્યો છે અને વરસાદ ખેંચાવાના કારણે નવા પાકના આગમનમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરિણામે આવનારા દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા વેપારી રાજેશ પારેખના જણાવ્યા મુજબ…
હેડલાઈટના નિયમો કડક કરવાની તૈયારીમાં સરકાર રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ આંખ નહીં આંજે શહેરોમાં હાઈ-બીમ વાપરવા પર ઓડિયો એલર્ટ મળશે બસ અને ટ્રકો માટે રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરાશે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા પ્રસ્તાવ અનુસાર…
(નીડર,નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક રાજ્યો કરતાં સૌથી વધુ માલ ગુજરાત ખાતે ઉતરે છે. અને એમાંય ખાસ કરીને સુરતનો દારૂના વેચાણ માં ગુજરાત માં પ્રથમ ક્રમે ગણાય છે. જ્યાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ ના બુટલેગરો દ્વારા આખા ગુજરાત માં માલ સપ્લાય કરાય છે. જેમાં સૌથી વધુ દેશી-વિદેશી દારૂ સુરત ખાતે ઉતરે છે. જ્યાં જોવાની ખૂબીએ છે કે ગુજરાત ના નાયબ મુખ્ય મંત્રી જ્યારે સુરતના જ હોય અને સુરત ખાતે જ સૌથી વધુ દારૂનું વેચાણ થતું હોય…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ સુરત મહાનગરપાલિકા શાખાના પ્રમુખ કનૈયાલાલ ણીલાલ સોલંકી ૫૩ વર્ષની ઉંમર ટૂંકી માંદગી બાદ દુ:ખદ અવસાન થયેલ છે. કનૈયાલાલ મણીલાલ સોલંકી સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ખટોદરા વોર્ડ ઓફિસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના સુરત મહાનગરપાલિકા શાખાના પ્રમુખ તરીકે ૨૦૦૪ થી સેવા આપી રહ્યા હતા. તેઓ ખૂબ સેવાભાવી નીડર, પ્રમાણિક અને ઈમાનદાર હતા. તેઓ તા.૨૨/૦૮/૨૦૨૬ ના રોજ બીમાર પડતાં યુનિક હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરવામાં આવેલા ત્યાંથી વધુ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ટૂંકી માંદગી બાદ તા.૨૪/૦૮/૨૦૨૬ પવિત્રા બારસ તિથી ના…
ટ્રમ્પની ધમકી બાદ કેનેડાનો જડબાતોડ જવાબ અમેરિકન સામાન પર ઝીંક્યો ૨૦ અબજ ડૉલરનો ટેરિફ કેનેડાએ આકરા પગલાં લેતા ૮ સપ્ટેમ્બરથી યુએસની ૭૦૦ થી વધુ પ્રોડક્ટ્સ પર ૧૫% થી ૫૦% સુધીની કસ્ટમ ડ્યુટી લાદવાની જાહેરાત કરી વિશ્વની બે સૌથી મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલું ‘ટ્રેડ વોર‘ (વેપાર યુદ્ધ) હવે ખૂબ જ તીવ્ર અને ભયાનક મોડ પર પહોંચી ગયું છે. યુએસ દ્વારા તાજેતરમાં લેવાયેલા ટેરિફના ર્નિણયોના જવાબમાં કેનેડાએ પણ હવે સણસણતો પ્રહાર કર્યો છે. કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર આશરે ઇં૨૦ બિલિયન (અંદાજે $ ૧૯.૯૪ બિલિયન) ની તોતિંગ કસ્ટમ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આટલું જ…
અનામતને લઈને ભાજપમાં પણ વધી બેચેની BJP પ્રવક્તના નિવેદનથી શરૂ થયો એક નવો વિવાદ અનામતમાં સુધારાના સમર્થકોએ વળતો જવાબ આપ્યો છે કે સામાન્ય વર્ગને પણ અનામત પર બોલવાનો અધિકાર દેવાની માંગ કરી છે જાતિ આધારિત અનામતમાં ફેરફારની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકના નિવેદનથી રાજકીય ચર્ચા વધુ તીવ્ર બની છે. અજય આલોકે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને ૧૦ ટકા અનામત આપીને સામાન્ય વર્ગની ચિંતાઓને દૂર કરી હતી. તેમણે OBC કમિશનને બંધારણીય દરજ્જાે આપવાના પ્રયાસો અને રોહિણી કમિશન દ્વારા OBC ના દરેક કેટેગરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. યુજીસીના…
ભારતના નિવૃત્ત CDS અનિલ ચૌહાણે કહ્યું ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાણા હિલ્સને ટારગેટ બનાવ્યું નથી સરગોધા તરફ ઘણા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા, અને તેમાંથી એક તેની ઉડાન ક્ષમતા ગુમાવી હોઈ શકે છે અને પહાડી સાથે ટકરાઈ ગયો હશે ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાણા હિલ્સને ટારગેટ બનાવ્યું નથી, જ્યાં પરમાણુ બોમ્બ રાખ્યા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે સરગોધા તરફ ઘણા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા, અને તેમાંથી એક તેની ઉડાન ક્ષમતા ગુમાવી હોઈ શકે છે અને પહાડી સાથે ટકરાઈ ગયો હશે. જનરલ ચૌહાણ (નિવૃત્ત)એ ઓપરેશન સિંદૂર અને તેના પરિણામો પર…
નેપાળમાં જળપ્રલય બાદ ભારતમાં એલર્ટ ગંડક-કોસી-ગંગા કિનારે ભયનો માહોલ, ૬ જિલ્લામાં તંત્રમાં દોડધામ નેપાળ-ચીન સરહદ નજીક નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્રને સાવધાન કરાયું નેપાળમાં અચાનક આવેલા પૂરના કારણે બિહારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેપાળ-ચીન સરહદ નજીક નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધતા બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્રને સાવધાન રહેવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને પગલે ૬ જિલ્લાઓમાં પૂરનું જાેખમ વધી ગયું છે અને તંત્રને તમામ સાવચેતીના પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારત-નેપાળ સરહદથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂર આવેલા નેપાળના ફુર્કે ખોલા વિસ્તારમાં…
ઈરાન સંઘર્ષે વૈશ્વિક પરિદૃશ્ય બદલ્યું ગલવાન સંઘર્ષના ૬ વર્ષ પછી ચીન સાથે ભારતના સંબંધો સુધરશે બંને રાષ્ટ્રો તેમની લગભગ ૩,૮૦૦ કિલોમીટર લાંબી વિવાદિત સરહદનો રાજકીય ઉકેલ શોધવાના હેતુથી વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે દુનિયા હાલમાં ફક્ત એક જ સંઘર્ષ જાેઈ રહી નથી, પરંતુ મોટા પાયે ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જે બદલાતા જાેડાણો અને નવા સંબંધોના નિર્માણ દ્વારા વર્ગીકૃત થયેલ છે. ઈરાન સાથેના સંઘર્ષની સીધી અસર તેલ બજારો, શિપિંગ અને ફુગાવા પર પડી છે. રશિયા-યુક્રેન યુદ્ધે યુરોપના સુરક્ષા માળખાને બદલી નાખ્યું છે, જ્યારે યુએસ-ચીન દુશ્મનાવટ વેપારથી આગળ વધીને ટેકનોલોજી અને શક્તિ ગતિશીલતાને આવરી લે છે. આ પૃષ્ઠભૂમિ સામે,…
કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન ‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’ લગ્ન પછી પતિ-પત્નીના સંબંધો અને મહિલાઓના અધિકારો વિશે કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ લગ્ન પછી મહિલાઓના અધિકારો અને તેમની આઝાદીને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક કૌટુંબિક વિવાદની સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પત્ની ક્યાં રહેશે અને તે કેવી રીતે રહેશે, તેનો ર્નિણય પતિ ન કરી શકે. એટલું જ નહીં, પતિ પોતાની પત્ની પર ઘરનું કામ કરવા અથવા તો સાસરિયાઓની સંભાળ રાખવા માટે પણ કોઈ દબાણ લાદી શકે નહીં.હાઈકોર્ટના જસ્ટિસ ચિલાકુર સમલતાની બેન્ચે આ મહિનાની શરૂઆતમાં એટલે કે ૩…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


