Author: garvigujrat

વિકાસ બહલ અને સિદ્ધાંતનું વધુ એક કોલબરેશન સિદ્ધાંત, અલીઝેહની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે સિદ્ધાંત ચતુર્વેદીની વિકાસ બહેલ સાથે આ બીજી ફિલ્મ છે. તેમની પહેલી ફિલ્મ ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’ હજી રજૂ થઇ નથી વિકાસ બહેલની આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અલિઝેહ અગ્નિહોત્રીની જાેડી ચમકશે. આ ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે ‘ટ્રાઇબ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મની પ્રેરણા ૧૯૯૦ના દાયકામાં ભાંગડા-ફ્યુઝન પોપના ઉદયમાંથી મળી છે. યુકેનું પંજાબી મ્યુઝિક પરંપરાગત પંજાબી લોકગીતો અને પશ્ચિમી મ્યુઝિક શૈલીનું અનોખું મિશ્રણ છે. ઇમિગ્રેશન કરનારી પેઢીના સંતાનોએ એક પગ પંજાબમાં અને એક પગ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલના પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતની જનતા માટે અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે અછત અને દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના ‘દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬’ના નિયમો અનુસાર, જે વિસ્તારમાં ૧૦ ઇંચ કરતાં ઓછો વરસાદ થયો હોય અથવા સતત ૨૮ દિવસ સુધી વરસાદ ન પડ્યો હોય, તેને નિયમ અને નીતિ મુજબ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે. વર્તમાન સ્થિતિ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨ ઇંચ (સરેરાશના માત્ર ૬%), અને જામનગરમાં…

Read More

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ ખાતે વિદ્યુત ઉત્પાદન કરતી મેલકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી સ્થાનિક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક નોકરી કરી રહ્યા છે. જેમાંથી અનેક વડીલ કર્મચારીઓની ઉંમર ૫૦ થી ૫૭ વર્ષ થઈ ચૂકી હોવા છતાં, તેમને લઘુત્તમ વેતન પેટે માત્ર ૧૭,૦૦૦ રૂપિયા જ આપવામાં આવે છે. તેમની પાસે વધારે જવાબદારી અને અનુભવ હોવા છતાં તેમના કૌશલ્ય (સ્કિલ) મુજબ હોદ્દો કે યોગ્ય વેતન આપવામાં આવતું નથી. બીજી તરફ, બહારની એજન્સીઓ દ્વારા લાવવામાં આવતા લોકોને ૫૦ હજારથી લઈ ૧ લાખ રૂપિયા…

Read More

 Essential Hair Care Tips for Monsoon Season—–Shahnaz Husain The monsoon season has a tendency to create hair trouble for most people, but the type of problem and the severity can vary for each individual. The level of humidity increases, along with sudden rain showers, sweat, and surrounding elements.    Increased moisture in the air, scalp build-up, frizz and unexpected hair fall are all common concerns that arrive with the rains, making hair care feel like an uphill battle. These also increase oil secretion, leading to an oily and sticky scalp. This attracts dirt and pollution, making the hair dirty. .…

Read More

૨૪ વર્ષ પહેલા હોરર ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી માલિની શર્માએ હાલ પહાડોમાં રહીને ખેતી કરે છે વર્ષ ૨૦૦૨ માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ‘રાજ’ માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા મુખ્ય ભૂમિકામાં હતા વર્ષ ૨૦૦૨ માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ‘રાજ’ માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ આ ફિલ્મમાં ‘માલતી’ નો ખૌફનાક રોલ ભજવનાર અભિનેત્રી માલિની શર્માએ પોતાના નાનકડા રોલથી દર્શકોના મન પર ઊંડી છાપ છોડી હતી. ફિલ્મ સુપરહિત થયા બાદ માલિની અચાનક ગ્લેમર દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે ૨૪ વર્ષ પછી તેના વિશે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. માલિની શર્મા હાલમાં પૂણેથી આશરે…

Read More

રક્ષાબંધન જાહેરાત વિવાદમાં કૃતિ સેનનના સમર્થનમાં રાહુલ ગાંધી મહિલા શું પહેરશે એ તેની પોતાની પસંદ’ : રાહુલ ગાંધી રક્ષાબંધનની એક જાહેરાતના સંદર્ભમાં થઈ રહેલી ભારે ટ્રોલિંગ વચ્ચે કૃતિ સેનને એક વિશેષ પોસ્ટ શેર કરી હતી બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન હાલમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે ચર્ચામાં છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃતિની આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેનું સમર્થન કર્યું છે, અને મહિલાઓની પસંદગી તથા સ્વતંત્રતા અંગે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.રાહુલ ગાંધીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃતિની પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘એક મહિલા શું પહેરે છે, તે શું કરે છે અને ક્યાં જાય…

Read More

અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નિશાંત ઠક્કર અને જતીન પટેલ સહિતના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી AAPએ તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા અને સામાન્ય લોકોને રાહત આપવા માંગ કરી હતી. AAP ના કાર્યકર્તાઓએ જણાવ્યું…

Read More

કેદારનાથ ધામ અને જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સનાતન ધર્મમાં કેદારનાથને અદભૂત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે.જે ભક્તો બાબા કેદારનાથના દર્શન કરે છે તેમના રોગ,દોષ અને પાપ નાશ પામે છે.હિમાલય ચડતાં ચડતાં આગળ વધીએ ત્યારે દૂરથી જ કેદારનાથ જ્યોતિર્લિંગનું શિખર દેખાય છે.શિખરના દર્શન બાદ આગળ ચાલતાં ભવ્ય શિવલિંગના દર્શન થાય છે.ભગવાન શંકરને સમર્પિત આ હિંદુઓનું અત્યંત પવિત્ર સ્થાન છે. આ ધામ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું છે.કેદારનાથ સમુદ્ર સપાટીથી ૩૫૮૩ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીંના હવામાનની વિષમતા અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આ મંદિર વર્ષ દરમ્યાન અખાત્રીજ-અક્ષય તૃતીયાથી શરૂ કરીને કારતક સુદ પૂર્ણિમા સુધી જ…

Read More

સમાન યુનિફોર્મ અને શિસ્ત પર કોર્ટનો ભાર સ્કૂલમાં હિજાબ પહેરવાની માગ પર અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો કોર્ટે જણાવ્યું કે માત્ર દાવો કરવાના આધારે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ શાળાના નિયમોમાં છૂટ આપી શકાય નહીં પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ શાળાના નિર્ધારિત યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લાની બેન્ચે જણાવ્યું કે અરજદાર હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા છે તે સાબિત કરવા માટે પૂરતો ધાર્મિક અથવા કાનૂની આધાર રજૂ કરી શકી નથી. સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું કે હિજાબ…

Read More

કાંચ તોડી બહાર નીકળી યાત્રીઓએ જીવ બચાવ્યા ગુજરાતથી કાનપુર જતી બસ ભડભડ કરતી સળગી આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે મોટાભાગના મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે સુરતથી ઉત્તર પ્રદેશના કાનપુર જઈ રહેલી એક ખાનગી મુસાફર બસમાં મધ્ય પ્રદેશના સરદારપુર નજીક અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતો જાેઈને ચાલકે બસ રસ્તા પર ઊભી રાખી દીધી હતી અને પોતે સ્થળ પરથી ભાગી ગયો હતો. ધુમાડા અને આગના કારણે બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના મધ્ય પ્રદેશના સરદારપુર નગર સ્થિત ભોપાવર ચોકી નજીક મોડી…

Read More