Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત. દેશના કેબીનેટ મંત્રી નિતીન ગડકરીએ લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઇવેના ઉદ્દઘાટન પ્રસંગે તા.૧૩ જુલાઈ ના રોજ જણાવ્યુ હતું કે જો તમારી ગાડીમાં મુસાફરી કરશો તો પાણીથી ભરેલો ગ્લાસ પણ નહીં છલકાય એવા આ દેશમાં હાઈવે બનાવવામાં આવશે એમાંનો આ એક એક્સપ્રેસ હાઈવે એટલે લખનઉ-કાનપુર જે ખુબ જ સુંદર બનાવવામાં આવેલ છે. અને માત્ર ૨૨  મિનિટમાં જ પહોંચી જવાશે. હવે ઉત્તરપ્રદેશની જનતાને ખૂબ જ ઓછા સમયમાં અને સારા એક્સપ્રેસ હાઇવે મળશે. જે એક્સપ્રેસ હાઈવે રૂપિયા ૪૭૦૦ કરોડમાં બનાવવામાં આવેલ છે. જે લખનઉ-કાનપુર એક્સપ્રેસ હાઈવે અંગે તા.૧૩ જુલાઈએ ટ્રાન્સપોર્ટ મંત્રીએ ખૂબ જ સુંદર કહીને બે મોઢે વખાણ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી ત્રાહિમામ પોકારાઈ ગયો છે. હજારો કરોડ રૂપિયાના બજેટ અને પ્રી-મોસૂન કામગીરીના મોટા દાવાઓ છતાં લોકોના ઘરો, ફેક્ટરીઓ અને દુકાનોમાં પાણી ભરાયા છે તથા નવા બનાવેલા રોડ-રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે, જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખે છે. મીડિયા અહેવાલો મુજબ આ પૂરની સ્થિતિ અને આફતમાં રાજ્યમાં ૫૬ થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે. આ અત્યંત દુઃખદ સ્થિતિમાં સરકાર સમક્ષ અમારી સ્પષ્ટ માંગ છે કે આફતમાં…

Read More

ચીનના વિજ્ઞાનીઓની અદભૂત શોધ હવે પ્લાસ્ટિકના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે હવે પ્લાસ્ટિકના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે વિશ્વભરમાં સતત વધી રહેલા પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને પર્યાવરણ સુરક્ષા માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ નવી ટેકનીકો શોધી રહ્યા છે. આ દિશામાં ચીનના વૈજ્ઞાનિકોએ એક મોટી અને ક્રાંતિકારી સફળતા હાંસલ કરી છે. તેમણે એક એવી સસ્તા કેમિકલ આધારિત પદ્ધતિ વિકસાવી છે, જે જટિલ અને કઠિન ગણાતા પ્લાસ્ટિકના કચરાને સીધા વિમાનમાં વપરાતા ‘જેટ ફ્યુઅલ’માં રૂપાંતરિત કરી શકે છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં આ પદ્ધતિ દ્વારા ૮૨.૩% લિક્વિડ યીલ્ડ (બળતણ) મેળવવામાં સફળતા મળી છે.આ ટેકનિકમાં પ્લાસ્ટિક અને અશ્મિભૂત બળતણ બંને મૂળભૂત રીતે કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુઓથી…

Read More

સ્પેનમાં પહેલીવાર ઈમરજન્સી જાહેર યુરોપના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, ૩ લાખથી વધુ બેઘર થયાં દેશમાં અત્યાર સુધીમાં ૯૮,૦૦૦ હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે, જે ળાન્સના ઇતિહાસનો નવો રેકોર્ડ યુરોપ હાલ ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ૩ લાખથી વધુ લોકો બેઘર થયા છે, જ્યારે ૨.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. સ્થિતિની ગંભીરતાને જાેતાં સ્પેને દેશના ઇતિહાસમાં પહેલીવાર ‘નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી’ જાહેર કરી છે.અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બોર્ડેક્સ શહેરની આસપાસ અને દક્ષિણપશ્ચિમના ગિરોન્ડે ક્ષેત્રમાં આગ અચાનક ઝડપથી…

Read More

આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે સતત અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપ સરકાર દ્વારા ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સતત તેમના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો, રેલીઓ અને જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને આજે છોટા ઉદેપુર ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલી અને વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સહિત પ્રદેશ અને જિલ્લાના…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો થઈ ગયું છે. હવે મારી વડાપ્રધાનજીને વિનંતી છે કે E-20 ઇંધણની સમસ્યાનો પણ ઉકેલ લાવી દો. લોકો આનાથી ખૂબ જ પરેશાન છે, સૌની ગાડીઓ ખરાબ થઈ રહી છે અને વાહનોની માઇલેજ પણ ઘટી ગઈ છે. વડાપ્રધાનજી પણ ત્યારે જ સાંભળશે જ્યારે આપણે બધા મળીને એકસાથે અવાજ ઉઠાવીશું. આ શનિવારે અમારો પ્રયાસ છે કે દેશભરમાં જેટલા લોકો E-20 થી દુઃખી છે અને એની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તે તમામ લોકોને એક જ મંચ પર લાવવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું કે,…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો મારફતે જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશભરમાં પેપર લીક સામે કડક કાયદા બનાવવા, ફાસ્ટ ટ્રેક કોર્ટ ઊભી કરવા અને દોષિતોને જેલભેગા કરવાની મોટી મોટી વાતો કરી હતી. તાજેતરમાં જ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે પણ વડાપ્રધાને દેશને કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ વડાપ્રધાનની આ વાતોની ગુજરાત સરકાર પર કોઈ અસર થઈ હોય તેમ લાગતું નથી. તાજેતરમાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ‘શલ્યતંત્ર ભાગ-૧’નું પેપર લીક થઈ ગયું છે, જે દર્શાવે છે કે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેપર લીકની નવી પદ્ધતિનો પર્દાફાશ કરતા…

Read More

આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ સંગઠન ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર પેપર લીક થતા હોય છે અને હવે વધુ એક વાર પેપર લીક થયું. ગુજરાત સરકારે પેપર લીક કરવામાં રેકોર્ડ સ્થાપી દીધો છે. હાલમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું ત્રીજા વર્ષનું પેપર લીક થયું છે. નીટનું પેપર લીક થયું ત્યારે સમગ્ર દેશના યુવાનોએ રસ્તા પર ઉતરીને શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું. તેમ છતાં પણ હજુ સુધી આ સરકાર એમાંથી સબક લેતી નથી. ગુજરાતની સરકાર પેપર લીકમાં માહેર બની ગઈ છે. કારણ કે આ લોકોએ આ વખતે…

Read More

આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયાએ વિડીયોના માધ્યમથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢની ઘોડાસરા કોલેજના પ્રિન્સિપાલ ડઢાણિયા સાહેબ સરકારી દલાલની જેમ વર્તી રહ્યા છે. તેઓ કોલેજમાં રાજદરબાર ભરીને વિદ્યાર્થીઓને એકઠા કરે છે અને ઊંચા હાથ કરીને પોતે નેતા હોય તેમ ભાષણબાજી કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓ સામે એવા નિવેદનો આપી રહ્યા છે કે દેશ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને દેશ વિરોધી ગણાવ્યા, જો તેમને નેતા બનવાનો અને પોલિટિકલ ભાષણો આપવાનો આટલો બધો શોખ હોય, તો તેમણે તાત્કાલિક પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને ખુલ્લેઆમ ભાજપમાં જોડાઈ જવું જોઈએ. શિક્ષણના ધામમાં…

Read More

યામી છેલ્લે ‘ધુરંધર:ધી રિવેન્જ’માં કેમિયોમાં હતી.કહાની-થ્રીમાં વિદ્યા બાલનની જગ્યાએ યામી ગૌતમ ગોઠવાઈ ગઈ.યામીનાં પાત્રમાં નવા ટ્વિસ્ટ હશે જે અગાઉની વાર્તા સાથે સીધુ અનુસંધાન રાખ્યા વિના દર્શકોને નવો જ અનુભવ આપશે.‘કહાની’ ફિલ્મ વિદ્યા બાલનની કેરિયરમાં માઈલસ્ટોન ગણાય છે. જાેકે, હવે તેણે આ ફ્રેન્ચાઈસીગુમાવી છે. ‘કહાની થ્રી’માં તેની જગ્યાએ યામી ગૌતમ ગોટવાઈ ગઈ છે.ચર્ચા મુજબ યામી ‘કહાની ૩’માં મુખ્ય ભૂમિકા નિભાવશે જ્યારે સુજાેય ઘોષ દિગ્દર્શક તરીકે વાપસી કરશે. વિદ્યા બાલન અભિનિત અગાઉની ફિલ્મોથી વિપરીત ત્રીજા સંસ્કરણમાં સંપૂર્ણ રીતે નવી વાર્તા હશે. પ્રોજેક્ટ હાલ તો પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને સર્જકો શૂટિંગના સમયપત્રક નક્કી કરી રહ્યા છે.ચર્ચા મુજબ ફિલ્મ અગાઉના સંસ્કરણોને લોકપ્રિય બનાવનાર રહસ્મય…

Read More