
- દાહોદમાં લાપિનોઝ પિઝામાંથી જીવતી ઈયળ નીકળતા હડકંપ, ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
- અમદાવાદમાં થર્ટી ફર્સ્ટે લોખંડી બંદોબસ્ત: સિંધુ ભવન–CG રોડ બંધ, ૯૦૦૦ પોલીસ તૈનાત
- ૩૧મીની રેવ પાર્ટી પહેલાં SMCનું એક્શન: લક્ઝરી કારથી ગાંજાની ડિલિવરી, ૧૫ લાખનો માલ સાથે ૩ ઝડપાયા
- AMTSનું ઐતિહાસિક પગલું: અતિ આધુનિક સુવિધાઓ સાથે ૨૨૫ નવી ઇ-બસો શહેરમાં દોડશે
- DRDOનું મોટું સફળ પરીક્ષણ: પિનાકા લોન્ગ રેન્જ ગાઈડેડ રોકેટથી ચીન-પાકિસ્તાનમાં ખળભળાટ
- પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સાત વર્ષના સંબંધ બાદ અવિવા બેગ સાથે સગાઈ
- પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના આરોપો વચ્ચે તણાવ, PM મોદીએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
- નોબેલ ન મળ્યાનો અસંતોષ: ટ્રમ્પને ઇઝરાયલે આપ્યો ખાસ ‘શાંતિ પુરસ્કાર’
Author: Garvi Gujarat
દીપિકા પાદૂકોણ અને રણબીર સાથે રોમાન્ટિક કોમેડી કરવા તૈયાર.થોડા સમય પહેલાં રણબીર અને દીપિકા ઉમળકાભેર મળતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.‘યે જવાની હૈ દિવાની’ તથા ‘તમાશા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલાં દીપિકા પદુકોણ અને રણબીર કપૂર ફરી કોઈ રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં સાથે દેખાશે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ચાહકે આ બંનેએ ફરી સાથે કામ કરવું જાેઈએ તેવી ડિમાન્ડ કરતો એક વિડીયો પોસ્ટ કર્યાે હતો. દીપિકાએ આ વિડીયોેને લાઈક કર્યાે હતો. તે પરથી ચાહકો માની રહ્યા છે કે દીપિકાએ રણબીર સાથે કામ કરવા માટે સંમતિ આપી દીધી છે. હવે આ બાબતે…
જિંદગીમાં મહત્ત્વના ફેરફારો ખાતર ર્નિણય.રોનિત રોયે અચોક્કસ મુદ્દત માટે સોશિયલ મીડિયા છોડયુંરોનિત રોયના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર અતિશય સક્રિય રહેતો હતો અને નિયમિત અપડેટ્સ શેર કરતો હતો.એક્ટર રોનિત રોયે સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું છે કે પોતે જિંદગીમાં કેટલાંક પરિવર્તનો કરી રહ્યો છે અને તેના ભાગ રુપે તે સોશિયલ મીડિયા છોડી રહ્યો છે. તેણે માનસિક અને આધ્યાત્મિક સ્તરે ઉન્નતિ બાદ પોતે ફરી આ પ્લેટફોર્મ પર પાછો ફરશે તેવી ચાહકોને ખાતરી પણ આપી છે. રોનિત રોયના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર અતિશય સક્રિય રહેતો હતો અને નિયમિત…
‘લાલો’ફિલ્મ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે.ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’એ અત્યાર સુધીમાં લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે.ગુજરાતી બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’એ અત્યાર સુધીમાં લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્મ સફળતાપૂર્વક ઘણા થિએટરમાં ચાલી રહી છે. તેણે સૌથી વધુ કમાણી કરનારી કેટલીક ગુજરાતી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. લાલો હવે ૭૫ કરોડે પહોંચે તેવી શક્યતા છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ પણ ‘વશ’ની જેમ હવે હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. સુત્રો અનુસાર, “આ ફિલ્મને મળેલી ઐતિહાસિક સફળતાના કારણે સમગ્ર દેશમાં તેની…
T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનાર બેટર બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી બાબરની T20I ઈન્ટરનેશનલમાં ૩૮મી અર્ધસદી હતી, આ સાથે જ તેણે કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે ટ્રાઈ સીરિઝની ચોથી મેચમાં પોતાનાT20I કરિયરની ૩૮મી અર્ધસદી ફટકારી છે. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તો ચાલો T20I માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા ટોપ-૫ બેટ્સમેનો વિશે જાણીએ. બાબર આઝમ : બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે ૭૪ શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાબરની T20I ઈન્ટરનેશનલમાં ૩૮મી અર્ધસદી હતી. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી…
જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા ફક્ત ૧૦૧ રૂપિયાની ઉધારીના ઝઘડામાં હત્યા હત્યા કરનારા તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા, મૃતકની ઓળખ શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે. લખનઉના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. માત્ર ૧૦૧ રૂપિયા માટે એક રિકવરી એજન્ટની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનારા બીજા કોઈ નહીં પણ તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા. મૃતકની ઓળખ ૨૪ વર્ષીય શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે. શશી પ્રકાશ આંબેડકર નગરનો રહેવાસી હતો અને ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બુધવારે રાત્રે તેનો મૃતદેહ તેના ઘરથી લગભગ ૨૦૦…
૮૯ વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર પાસે હતી કેટલી સંપત્તિ? ધર્મેન્દ્ર પાસે ૧૦૦ એકરનું ફાર્મ હાઉસ, ૧૨ એકરનો રિસોર્ટ ધર્મેન્દ્ર સિંહ દેઓલ તરીકે જન્મેલા આ અભિનેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવૂડના હી-મેન અને ધરમ પાજી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી છ દાયકાથી વધુનો બેજાેડ વારસો પાછળ રહી ગયો છે. ધર્મેન્દ્ર સિંહ દેઓલ તરીકે જન્મેલા આ અભિનેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા અને તેમને આ મહિનાની શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના નિધનથી તેમનો પરિવાર શોકમગ્ન છે. ૩૦૦થી વધુ ફિલ્મો અને કરોડોની સંપત્તિ- પંજાબમાં ધરમ…
દેશના મોટા એરપોર્ટ પર હાઇ એલર્ટ! મોટા એરપોર્ટ પર લગાવવામાં આવશે એન્ટી ડ્રોન સિસ્ટમ આ ર્નિણય વિશ્વભરમાં વધતા તણાવ અને આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો. ભારત સરકારે ડ્રોન હુમલાના વધતા જાેખમને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. પહેલી વાર, દેશભરના મુખ્ય નાગરિક એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. વિશ્વભરમાં વધતા તણાવ અને આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયને સુરક્ષા ઇનપુટ્સે વધુ તાકીદનો બનાવ્યો છે. સમાચાર અહેવાલો અનુસાર, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટોની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હમાસની જેમ ડ્રોન હુમલો કરવાનું…
૫૩માં CJI બન્યા જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ સૂર્યકાંતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૨ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો જસ્ટીસ સૂર્યકાંતને આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના સીજેઆઈ પદના શપથ લેવડાવ્યા. તેઓ પૂર્વ સીજેઆઈ બી આર ગવઈની જગ્યા લેશે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના ૫૩માં સીજેઆઈ છે. અત્રે જણાવવાનું કે સીજેઆઈ બી આર ગવાઈ ૨૩ નવેમ્બરે રિટાયર થયા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે ૨૪મી મે ૨૦૧૯ના રોજ પ્રમોટ થયેલા જસ્ટિસ સૂર્યકાંતનો સીજેઆઈ તરીકેનો કાર્યકાળ એક વર્ષ ૨ મહિનાથી વધુ રહેશે. તેઓ ૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ રિટાયર થશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસની રિટાયરમેન્ટની ઉંમર ૬૫ વર્ષ છે. જસ્ટિસ…
બોલીવુડના લિજેન્ડરી એક્ટર ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન, પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ ધર્મેન્દ્ર ઘણા દિવસોથી બીમાર હતા : ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન, આમિર સહિત ઘણા કલાકાર, હેમા માલિની આઘાતમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે નિધન થયું. અભિનેતા ઘણા દિવસોથી ઘરે સારવાર લઈ રહ્યા હતા. તેમને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ત્યારબાદ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિતની હસ્તીઓ પીઢ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે…
કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ એલચી, મેન્થા તેલના વાયદાઓમાં સીમિત રેન્જમાં ઘટાડો સોનાના વાયદામાં રૂ.851 અને ચાંદીના વાયદામાં રૂ.660ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.22 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.30591.75 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.212326.54 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23432.66 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29263 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.242928.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30591.75 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.212326.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.9.6 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..7 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 29263 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1930.92 કરોડનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



