
ફિલ્મ લગભગ બે મહિના પાછળ ઠેલાઈ ઈન્દ્રકુમાર ઈરાનીએ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી અનન્યા પાંડે તથા લક્ષ્ય લાલવાણીની ચાંદ મેરા દિલ સાથે ટક્કર ટાળી : ફિલ્મ આગામી ૩૧મી જુલાઈએ રજૂ થશે બોલિવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા ફિલ્મ સર્જક ઈન્દ્રકુમાર ઈરાનીએ તેમના દીકરા અમનની ડેબ્યૂ ફિલ્મ ‘તેરા યાર હું મૈ’ની રીલિઝ બે મહિના પાછળ ઠેલી છે. આ ફિલ્મ આ મહિનાની બાવીસમી તારીખે રીલિઝ થવાની હતી. જાેકે, તે જ દિવસે લક્ષ્ય લાલવાણી તથા અનન્યા પાંડેની ‘ચાંદ મેરા દિલ’ પણ રજૂ થવાની છે. બંને ફિલ્મો લાઈટ રોમાન્ટિક ફિલ્મ હોવાથી બોક્સ ઓફિસ પર પરસ્પરને નુકસાન કરે તેમ હતી. હવે ઈન્દ્રકુમારે આ ફિલ્મ આગામી ૩૧મી જુલાઈએ રજૂ કરવાનું નક્કી કર્યું છે. આ તારીખનાં આગલાં કે પાછલાં સપ્તાહમાં કોઈ મોટી રીલિઝ ન હોય તે તેમણે સુનિશ્ચિત કર્યું છે. ઈન્દ્રકુમારે જાેકે, પુત્ર માટે જાતે ફિલ્મ દિગ્દર્શિત કરવાને બદલે મિલાપ ઝવેરીને દિગ્દર્શન સોંપ્યું છે. મિલાપ ઝવેરીની અગાઉની ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’ સરપ્રાઈઝ હિટ હતી.





