
મહિલા મુસાફર પાસેથી ૫૫૩ ગ્રામ ગોલ્ડ જપ્ત અમદાવાદના SVPI એરપોર્ટ પર સોનાની દાણચોરી પકડાઈ કસ્ટમ્સ વિભાગે મહિલા મુસાફર વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ દાણચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર દાણચોરીના સોનાની જપ્તીનો સિલસિલો યથાવત્ ચાલુ છે.આજે વહેલી સવારે મલેશિયાના કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અત્યંત જાેખમી અને અસામાન્ય રીતે છુપાવેલું ૫૫૩.૦૭ ગ્રામ (૨૪ કેરેટ) સોનું ઝડપી પાડ્યું છે. આ સોનાની અંદાજિત બજાર કિંમત ૮૩ લાખ રૂપિયાથી વધુ છે.
મળતી માહિતી અનુસાર, કુઆલાલમ્પુરથી આવેલી ફ્લાઇટમાં આવેલી આ મહિલા મુસાફરની હિલચાલ કસ્ટમ્સના અધિકારીઓને શંકાસ્પદ લાગી. તેમની વર્તણૂક અને શારીરિક હાલત જાેઈને અધિકારીઓએ તરત જ તેની વિગતવાર પૂછપરછ અને તપાસ હાથ ધરી.તપાસ દરમિયાન ખુલાસો થયો કે મહિલાએ સોનાને અત્યંત જાેખમી રીતે પેસ્ટ બનાવીને તેને કેપ્સ્યુલ્સમાં ભરી પોતાના શરીરની અંદર છુપાવી રાખ્યું હતું.
આવી જાેખમી પદ્ધતિ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પર જાેવા મળી છે, પરંતુ મહિલા મુસાફર દ્વારા આવી રીતે સોનું લાવવાનો આ કેસ ખાસ નોંધપાત્ર છે.કસ્ટમ્સ અધિકારીઓએ તરત જ આ કેપ્સ્યુલ્સ કબજે કરી અને તેમાંથી સોનું રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી.
કુલ ૫૫૩.૦૭ ગ્રામ ૨૪ કેરેટનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.સમાચાર પોડકાસ્ટ શ્રેણી
કસ્ટમ્સ વિભાગે મહિલા મુસાફર વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ દાણચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલમાં આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની તપાસ તેજ કરી છે. સોનું કોણે મોકલ્યું હતું, તે ક્યાં અને કોને પહોંચાડવાનું હતું તે સહિતના મુદ્દાઓ પર વધુ તપાસ ચાલી રહી છે.





