
રેસમાં ૪ મંત્રીઓના નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે ગમે ત્યારે થઈ શકે એલાન
ભારતીય જનતા પાર્ટી અનેક મહિનાથી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ટાળી રહી છે. તેનું સૌથી મોટું કારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) સાથે ભાજપના ટોચના નેતૃત્વના સંબંધમાં તણાવને માનવામાં આવી રહ્યો છે. જાે કે છેલ્લા કેટલાક મહિનાથી બંને તરફથી સંબંધોને સામાન્ય કરવાની અને દેખાડવાની કોશિશ થઈ રહી છે. આરએસએસ અને ભાજપના ટોચના નેતૃત્વએ જ તેની જવાબદારી સંભાળી છે. ત્યારબાદ હવે એ વાતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત પાર્ટી ગમે ત્યારે કરી શકે છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આરએસએસની જરૂરિયાતને લઈને નિવેદન આપ્યું તો દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે આરએસએસને પણ એ વાત કદાચ ન ગમી. જેનું પરિણામ પણ ભગવા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં કદાચ જાેઈ લીધુ. જ્યારે ભાજપને ૨૪૦ સીટો જ આવી. એ પણ એવા સમયે કે જ્યારે પાર્ટીએ ૪૦૦ પારનો નારો આપ્યો હતો. એવું કહેવાય છે કે સંઘના કાર્યકરોએ આ ચૂંટણીમાં અનિચ્છાએ ભાજપને ટેકો આપ્યો હહતો. અત્રે જણાવવાનું કે નડ્ડાએ કહ્યું હતું કે ભાજપને હવે સંઘની જરૂર રહી નથી.
૧૫ ઓગસ્ટે જ્યારે પીએમ મોદી લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરતા હતા ત્યારે તેમણે આરએસએસના વખાણ કરતા તેને દુનિયાની સૌથી મોટી એનજીઓ ગણાવી. ત્યારબાદ મોહન ભાગવતે પણ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આરએસએસના કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજકારણ હોય કે સમાજ સેવા તેમાં નિવૃત્તિની કોઈ ઉંમર હોતી નથી. આ અગાઉ સંઘ પ્રમુખે જ કહ્યું હતું કે ૭૫ વર્ષની ઉંમરમાં લોકોએ પોતે રિટાયર થઈ જવું જાેઈએ. અત્રે જણાવવાનું કે આ વર્ષે પીએમ મોદી ૭૫ વર્ષના થશે.
આરએસએસની પ્રશંસા કરનારાઓમાં પીએમ મોદી એકલા નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હાલના સમયમાં અનેક અવસરે આરએસએસની પ્રશંસા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને સ્વયંસેવક હોવા પર ગર્વ છે.
આરએસએસના કાર્યકર હોવું કોઈ પણ કિંમતે નેગેટિવ પોઈન્ટ ન હોઈ શકે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ સ્વયંસેવકે જ્યાં સુધી ભારત ફરીથી મહાન ન બને ત્યાં સુધી રોકાવવાનું નથી.
ભાજપના બંને દિગ્ગજ નેતાઓ અને આરએસએસ ચીફના નિવેદનથી ભાજપ અને સંઘ વચ્ચે સંબંધ સામાન્ય થવાના સંકેત મળી રહ્યા છે. હવે એ વાતની પ્રબળ સંભાવના છે કે બંને સંગઠન મળીને જલદી ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર અંતિમ મહોર લગાવી શકે છે. જાે કે સંઘે અનેક અવસરો પર કહ્યું છે કે સરકાર કે ભાજપના કાર્યોમાં આરએસએસનો હસ્તક્ષેપ હોતો નથી.
આરએસએસ અને ભાજપ વચ્ચે સામાન્ય થયેલા સંબંધોમાં અનેક દાવેદારોના નામ ચર્ચાવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમાં સૌથી પહેલું નામ શિવરાજસિંહ ચૌહાણનું આવે છે. જે હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે. જ્યારે નીતિન ગડકરીનું નામ પણ અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ રેસમાં સામેલ હોવાની ચર્ચા છે. ભાજપ પોતાના ર્નિણયોથી રાજકીય પંડિતોને ચોંકાવતું રહ્યું છે. આવામાં એ જાેવાનું રહેશે કે કોણ ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.




