
પાકિસ્તાન તરફથી સરહદ પરની હિંમત વધી રહી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જણાવ્યા અનુસાર, શુક્રવાર અને શનિવાર રાત્રિ દરમિયાન પાકિસ્તાન તરફથી જમ્મુ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે સૈનિકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે ઘૂસણખોરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ સમગ્ર ઘટનામાં એક પાકિસ્તાની ઘુસણખોર પણ માર્યો ગયો છે.
બીએસએફના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે, અમારા સૈનિકોએ જમ્મુ સરહદ વિસ્તાર નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ… જ્યારે તેઓએ તેના પર ધ્યાન આપ્યું, ત્યારે તેમને એક ઘુસણખોર સરહદ પાર કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. અમારા સૈનિકોએ ઘુસણખોરને આગળ ન વધવા અને આત્મસમર્પણ કરવા કહ્યું… પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો અને આગળ વધતો રહ્યો… આખરે ભયનો અહેસાસ થતાં, અમારા સૈનિકોએ તેને મારી નાખ્યો.