
ISRO એ રચ્યો ઇતિહાસ રચ્યો : હવે સ્પેસમાંથી સીધું ઈન્ટરનેટ મળશે.નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-૨ લોન્ચ.આ સેટેલાઇટમાં ૨૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે ઈતિહાસ રચી દીધો છે. બુધવારે સવારે ૮:૫૪ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-૨નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે. ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લૉક-૨ કમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યાે હતો. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6)) છે. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) અને AST સ્પેસ મોબાઈલ વચ્ચે સમજૂતી હેઠળ કરાયું છે. આ મિશન હેઠળ લૉ અર્થ ઓર્બિટ (LEO) માં દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઈટ તરતું મૂકાશે જે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરું પાડશે. ઈસરોના અધ્યક્ષ ડો. વી. નારાયણે આ મિશનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બ્લુ બર્ડ ૬નું વજન અંદાજે ૬,૧૦૦ કિલોગ્રામ છે. આ આંકડો ભારતની લોન્ચિંગ ક્ષમતામાં એક મોટી છલાંગ સમાન છે. ભારતનો ‘બાહુબલી’ કહેવાતુ LVM3 રોકેટ, જેની ઊંચાઈ ૪૩.૫ મીટર અને વજન ૬૪૦ ટન છે, તે અત્યંત ભારે પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે સક્ષમ છે. આ મિશન ઈસરોની એન્જિનિયરિંગ શક્તિ અને વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતીક બની રહેશે.૨૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે.
તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ ગ્રાઉન્ડ સ્ટેશન કે સ્પેશિયલ ટર્મિનલબ્લુ બર્ડ ૬ સેટેલાઇટ ટેકનોલોજીની દ્રષ્ટિએ કોઈ ચમત્કારથી ઓછો નથી. આ સેટેલાઇટમાં ૨૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ ગ્રાઉન્ડ સ્ટેશન કે સ્પેશિયલ ટર્મિનલ વગર સીધા જ સામાન્ય સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે. આ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં દુનિયાના એવા વિસ્તારોમાં પણ ૫ય્ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે જ્યાં આજે મોબાઈલ નેટવર્ક પહોંચવું અશક્ય છે.અમેરિકાના ટેક્સાસ સ્થિત AST SpaceMobile કંપનીનો લક્ષ્યાંક ૨૦૨૬ સુધીમાં આવા ૪૫ થી ૬૦ સેટેલાઇટ લોન્ચ કરવાનો છે, જેથી વૈશ્વિક સ્તરે ડિજિટલ ડિવાઈડને નાબૂદ કરી શકાય. આ મિશનની સફળતા માત્ર નેટવર્ક કનેક્ટિવિટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આપત્તિ વ્યવસ્થાપનમાં પણ ક્રાંતિ લાવશે. કુદરતી હોનારત સમયે જ્યારે જમીન પરના ટાવરો નિષ્ફળ જાય છે, ત્યારે આ સેટેલાઇટ ટેકનોલોજી સીધી સ્માર્ટફોન કનેક્ટિવિટી આપીને હજારો લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.




