
વડાપ્રધાન મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતીમોદીએ દિવાળી પર INS વિક્રાંતની મુલાકાત લીધી : ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેનાઓની ભાગીદારીની પ્રશંસા કરતા કહ્યું કે આપણી સેના સૌથી મજબૂત છપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી ઉજવી છે. આ વખતે પીએમ મોદીએ દિવાળીની ઉજવણી કરવા માટે ગોવા અને કરવારના કિનારા પર સ્થિત INS વિક્રાંત પસંદ કર્યું. તેમણે જવાનોને સંબોધિત કરતા કહ્યુ કે ભારતીય થલસેના, એરફોર્સ અને ઈન્ડિયન નેવીના સમન્વયે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરમાં ઘૂંટણ ટેકવા મજબૂર કર્યું.
પીએમ મોદીએ નેવીના જવાનોને સંબોધિત કરતા કહ્યુ કે જેની પાસે પોતાના દમ પર લડવાનું સાહસ હોય છે, તેનું પલડું હંમેશા ભારે રહે છે. તેમણે કહ્યુ, ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેનાઓની ભાગીદારીએ તે સાબિત કર્યું કે આપણી સેના સૌથી મજબૂત છે અને જાંબાંજ જવાનોએ પાકિસ્તાનને ઘૂંટણ પર લાવી દીધું. જ્યારે દુશ્મન સામે હોય, યુદ્ધની આશંકા હોય, તેવામાં જેની પાસે ખુદના દમ પર લડવાનું સાહસ હોય તેનું પલડું હંમેશા ભારે રહે છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમની સામે સમુદ્ર છે અને તેમની પાછળ ભારત માતાના બહાદુર સૈનિકો છે. તેમણે INS વિક્રાંતને અનંત શક્તિનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે સમુદ્ર પર સૂર્યના કિરણો અને સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવાઓ મળીને દિવાળીની ખાસ ચમક બનાવે છે. સૈનિકોના દેશભક્તિ અને ઉત્સાહની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ગઈકાલે રાત્રે તેમણે તેમને દેશભક્તિના ગીતો ગાતા જાેયા અને ઓપરેશન સિંદૂરનું વર્ણન સાંભળીને તેમને યુદ્ધના મેદાનમાં ઉભેલા સૈનિકનો અનુભવ થયો. તેમણે ભાર મૂક્યો કે મોટા જહાજાે, વિમાનો અને સબમરીન પ્રભાવશાળી હોય છે, પરંતુ વાસ્તવિક શક્તિ તેમને ચલાવતા બહાદુર સૈનિકોમાં રહેલી છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “આપણા સુરક્ષા દળોની બહાદુરી અને હિંમતને કારણે, દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં બીજી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માઓવાદી આતંકવાદનો ખાત્મો છે.” પીએમ મોદીએ જવાનાના સમર્પણ, મહેનત અને સાહસની પ્રશંસા કરતા કહ્યુ કે આ અનુભવથી તેમણે સૈન્ય જીવનની મુશ્કેલી અને જીવંત ઉર્જાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે, આ તેમના માટે સૌભાગ્ય છે કે તેઓ દિવાળીનું પર્વ નૌસેનાના વીર જવાનો વચ્ચે મનાવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યુ કે આપણું લક્ષ્ય છે કે ભારત દુનિયાના op defence exporter દેશોમાં સામેલ હોય. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી આપણી સેનાઓ ઝડપથી આર્ત્મનિભરતા તરફ આગળ વધી રહી છે. આપણી સેનાઓએ હજારો એવા સામાનોનું લિસ્ટ બનાવ્યું જેને હવે બહારથી મંગાવવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે, રાત્રે ઊંડા સમુદ્ર અને સવારે સૂર્યોદય જાેવું તેમની દિવાળીને વધુ ખાસ બનાવે છે. આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ, અનંત આકાશ છે, અને બીજી તરફ આ ભવ્ય INS વિક્રાંત છે, જે અનંત શક્તિનું પ્રતીક છે. સમુદ્રના પાણીમાં ચમકતા સૂર્યના કિરણો બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા જેવા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, નૌકાદળના કર્મચારીઓને દેશભક્તિના ગીતો ગાતા અને તેમાં ઓપરેશન સિંદૂરનું ચિત્રણ કરતા જાેવું “યુદ્ધભૂમિ પર સૈનિકની લાગણીનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી.”
એરક્રાફ્ટ કેરિયર પર રાત્રિ વિતાવવાના પોતાના અનુભવને યાદ કરતા, તેમણે કર્મચારીઓને કહ્યું કે, “હું ગઈકાલથી તમારી વચ્ચે છું, અને દરેક ક્ષણે મેં તે ક્ષણને જીવવા વિશે કંઈક નવું શીખ્યું છે. તમારું સમર્પણ એટલું ઊંચું છે કે, હું કદાચ તેને જીવી તો શક્યો નથી, પરંતુ મેં ચોક્કસપણે તેનો અનુભવ કર્યો છે. હું કલ્પના કરી શકું છું કે, આમાંથી પસાર થવું કેટલું મુશ્કેલ હશે.”




