
CBI તપાસના આદેશની સત્તાનો ઉપયોગ સંયમપૂર્વક કરવા જણાવ્યુંકોર્ટો રૂટિન કેસોમાં નિયમિત રીતે CBI તપાસનો આદેશ ના આપે: સુપ્રીમ કોર્ટઅલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અંગે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતોદેશની કોર્ટ દ્વારા નિયમિત રીતે સીબીઆઈ તપાસનો આદેશ આપવો જાેઈએ નહીં અને અદાલતોએ તેનો ઉપયોગ સંયમ તથા સાવધાનીપૂર્વક કરવો જાેઈએ તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સર્વાેચ્ચ અદાલતના જજ જસ્ટિસ જે કે મહેશ્વરી અને વિજય બિશ્નોઈની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટનો એક આદેશ જેમાં સીબીઆઈ તપાસનો ર્નિદેશ આપવામાં આવ્યો હતો તેને બાજુમાં રાખતા આ અવલોકન કર્યું હતું.અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અંગે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે જણાવ્યું કે, સીબીઆઈ તપાસના ર્નિદેશ માટેની સત્તાનો ઉપયોગ સંયમપૂર્વક, સાવધાનીપૂર્વક તથા અપવાદરૂપ પરિસ્થિતિમાં જ કરવો જાેઈએ.
સુપ્રીમ કોર્ટે સતત ચેતવણી ઉચ્ચારી છે કે, સીબીઆઈ તપાસનો ઉપયોગ નિયમિત રીતે અથવા કોઈ પક્ષ રાજ્ય પોલીસ અંગે ચોક્કસ શંકાઓ વ્યક્ત કરે છે અથવા આત્મવિશ્વાસનો અભાવ ધરાવે તે માટે ના કરવો જાેઈએ. બેન્ચના મતે સંલગ્ન કોર્ટ એ બાબતથી સંતુષ્ટ થવી જાેઈએ કે રજૂ કરાયેલી સામગ્રી પરથી પ્રાથમિક દૃષ્ટિએ ગુનાનો સંકેત મળે છે અને નિષ્પક્ષ તથા ન્યાયી તપાસ સુનિશ્ચિત કરવા સીબીઆઈ તપાસ જરૂરી છે કે પછી મામલો વધુ જટિલ અથવા રાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડનારો છે જેમાં સીબીઆઈની કુશફ્રતા અનિવાર્ય જણાય છે.સુપ્રીમે વધુમાં ઉમેર્યું કે, સીબીઆઈ તપાસ સોંપવાના આદેશને અંતિમ ઉપાય તરીકે રાખવો જાેઈએ અને આ ત્યારે જ યોગ્ય હશેજ્યારે બંધારણીય કોર્ટને ખાતરી થાય છે કે તપાસ પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. કોર્ટાેએ એ બાબતે સંયમ રાખવો જાેઈએ કે, અપવાદરૂપ ના હોય તેવા કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપીને કેન્દ્રિય એજન્સી પર બિનજરૂરી ભારણ ના વધે.




