
ચેન્નાઈ સુપર કિંગ્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. KKR એ આ મેચ 8 વિકેટથી જીતી લીધી. મહેન્દ્ર સિંહ ધોની પહેલી વાર IPL 2025 માં કેપ્ટન તરીકે રમ્યો હતો. તેણે CSK ની હાર પર પ્રતિક્રિયા આપી હતી. હારનું કારણ જણાવતા ધોનીએ કહ્યું કે ટીમે પૂરતા રન બનાવ્યા ન હતા. આ મેચમાં ચેન્નાઈ ફક્ત 103 રન બનાવી શક્યું.
ચેન્નાઈની હાર બાદ ધોનીએ કહ્યું, “છેલ્લા કેટલાક મેચ અમારા માટે સારા નહોતા. આ અમારા માટે પડકારજનક હતું. મને લાગે છે કે આજે અમે પૂરતા રન બનાવી શક્યા નહીં. જ્યારે તમે ઘણી બધી વિકેટ ગુમાવો છો ત્યારે દબાણ વધી જાય છે. અમારી ટીમે ભાગીદારી પણ બનાવી ન હતી. અમારા ઓપનર્સ સારા છે. તે ખૂબ સારા શોટ રમે છે. પરંતુ આ લાઇનઅપ સાથે 60 રન બનાવવા પણ મુશ્કેલ છે.”