
ઈજાને કારણે ન્યૂઝીલેન્ડના સ્ટાર ક્રિકેટરે લીધો ર્નિણય.ડગ બ્રેસવેલનું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન.ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે ૨૮ ટેસ્ટ, ૨૧ વનડે અને 20 T20 મેચ રમી છ.ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. ૩૫ વર્ષીય ખેલાડીએ છેલ્લે ૨૦૨૩માં ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ મેચ રમી હતી. પાંસળીની સતત ઈજાને કારણે તે આ સિઝનમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે રમી નહોતો શક્યો, તેના જ કારણે બ્રેસવેલે આ ર્નિણય લીધો. બ્રેસવેલે ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે ૨૮ ટેસ્ટ, ૨૧ વનડે અને 20 T20 મેચ રમી છે. તેના કરિયરની સૌથી યાદગાર ક્ષણ તેની ત્રીજી જ ટેસ્ટ મેચમાં આવી હતી, જે ડિસેમ્બર ૨૦૧૧માં હોબાર્ટમાં રમાયી હતી, જ્યારે તેણે ૯ વિકેટો લઈને ન્યૂઝીલેન્ડને ૨૬ વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ જીત અપાવી હતી. તે તે દેશમાં તેની છેલ્લી ટેસ્ટ જીત પણ છે. એકંદરે, બ્રેસવેલની ઘાતક મીડિયમ પેસ બોલિંગે તેને ૨૮ ટેસ્ટમાં ૩૮.૮૨ની એવરેજથી ૭૪ વિકેટો અપાવી. તેણે ન્યૂઝીલેન્ડ માટે વ્હાઈટ બોલ મેચોમાં પણ ૪૬ વિકેટ ઝડપી હતી.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના એક નિવેદનમાં બ્રેસવેલે કહ્યું કે, આ મારા જીવનનો એક ગૌરવપૂર્ણ હિસ્સો રહ્યો છે અને એક યુવાન ક્રિકેટર તરીકે મેં તેનું સ્વપ્ન જાેયું હતું. હું ક્રિકેટ દ્વારા મને મળેલી તકો અને પોતાના દેશ માટે રમવાની તક માટે હું હંમેશા આભારી રહીશ. આ સાથે જ મારા સમગ્ર ઘરેલુ કારકિર્દી દરમિયાન સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે રમવાની તક માટે પણ હું આભારી રહીશ. ફર્સ્ટ-ક્લાસ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવું એ એક સૌભાગ્યની વાત છે અને હું આભારી છું કે મેં આટલા લાંબા સમય સુધી રમત રમી અને તેનો આનંદ માણ્યો.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ માટે ઘરેલુ ક્રિકેટ ઉપરાંત બ્રેસવેલ IPL ૨૦૧૨માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે કેપિટલ્સ), SA૨૦ ૨૦૨૪માં જાેબર્ગ સુપર કિંગ્સ અને આ વર્ષની શરૂઆતમાં ગ્લોબલ સુપર લીગમાં સેન્ટ્રલ સ્ટેગ્સ માટે પણ રમ્યો હતો.
બ્રેસવેલે ન્યૂઝીલેન્ડમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૪૦૦૦થી વધુ રન અને ૪૦૦થી વધુ વિકેટ લેવાના દુર્લભ રેકોર્ડ બનાવીને નિવૃતિ લીધી. ઓફસ્પિનર જીતન પટેલ એકમાત્ર અન્ય ખેલાડી છે જેમણે આ ડબલ સિદ્ધિ હાંસલ કરી છે. પોતાના ૧૩૭ મેચના ફર્સ્ટ-ક્લાસ કરિયરમાં બ્રેસવેલે ૩૧.૦૮ની એવરેજથી ૪૩૭ વિકેટ લીધી અને ત્રણ સદી સહિત ૨૫.૪૫ની એવરેજથી ૪૫૦૫ રન બનાવ્યા હતા.




