
અચાનક ટીમમાં થઈ એન્ટ્રી.ખૂંખાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે ૨ વર્ષ બાદ સંન્યાસમાંથી કરી વાપસી.તેને પાકિસ્તાન સામે વન-ડે અને ટી૨૦ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો છ.સાઉથ આફ્રિકાના ધાકડ વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે સંન્યાસમાંથી કમબેકનો ર્નિણય કર્યો છે. ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ પછી ડીકોકે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
હવે તેને પાકિસ્તાન સામે વન-ડે અને ટી૨૦ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકન ટીમનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા હાલ ઇજાગ્રસ્ત છે, એવામાં પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ, ટી૨૦ અને વન-ડે માટે અલગ અલગ કેપ્ટન પસંદ કરવામાં આવ્યાં છે.
ક્વિન્ટન ડીકોકને પાકિસ્તાન સામે વન-ડે અને ટી૨૦, બંને સિરીઝ માટે સાઉથ આફ્રિકન સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો છે. ટેમ્બા બાવુમાની ગેરહાજરીમાં ડીકોકની વાપસી સાઉથ આફ્રિકાને બૂસ્ટ આપવાનું કામ કરશે. ક્વિન્ટન ડી કોક છેલ્લે ૨૦૨૩ વનડે વર્લ્ડ કપમાં રમતો જાેવા મળ્યો હતો, જે વ્યક્તિગત રીતે તેના માટે સારો રહ્યો હતો. ડી કોકે વર્લ્ડ કપની ૧૦ મેચમાં ૫૯.૪૦ની શાનદાર સરેરાશથી ૫૪૯ રન બનાવ્યાં હતા.
સાઉથ આફ્રિકાનો પાકિસ્તાન પ્રવાસ ૧૨ ઓક્ટોબરથી શરૂ થશે. બંને ટીમો વચ્ચે ૨ ટેસ્ટ, ૩ ટી૨૦ અને ૩ વન-ડે મેચ રમાશે. ક્વિન્ટન ડી કોક વન-ડે અને ટી૨૦ સિરીઝમાં રમતો જાેવા મળી શકે છે. ડી કોક પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધીમાં ૧૨,૬૫૪ રન બનાવી ચૂક્યો છે. તેણે ત્રણેય ફોર્મેટ મળીને ૨૮ સદી અને ૬૮ ફિફ્ટી પણ ફટકારી છે.
પાકિસ્તાન પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની સ્ક્વોડ : મેથ્યૂ બ્રિત્ઝકે (કેપ્ટન), કોર્બિન વોશ, ડેવાલ્ડ બ્રેવિસ, નન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જાેરજી, ડોનોવન ફરેરા, બ્યોર્ન ફોર્ટુઇન, જાેર્જ લિંડે, મફાકા, લુંગી એનગિડી, નકાબા પીટર, લુઆન-ડ્રે પ્રીટોરિયસ, સિનેથેમ્બા કેશિલે.
પાકિસ્તાન ટૂર માટે સાઉથ આફ્રિકાની ટી૨૦ સ્ક્વોડ : ડેવિડ મિલર (કેપ્ટન), કોર્બિન વોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, ડોનોવન ફરેરા, રિજા હેન્ડ્રિક્સ, જાેર્જ લિંડે, મફાકા, લુંગી એનગિડી, નકાબા પીટર, લુઆન-ડ્રે પ્રીટોરિયસ, એન્ડિલે સિમલેન, લિજાદ વિલિયમ્સ.





