
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં, રોમારિયો શેફર્ડે છેલ્લી બે ઓવરમાં તોફાની ઇનિંગ્સ રમીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું છે. શેફર્ડ આઈપીએલ 2025 માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે, જ્યારે આઈપીએલના ઇતિહાસમાં આવું કરનાર ચોથો બેટ્સમેન બન્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં શેફર્ડે 14 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા.
IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે. તેણે 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 13 બોલમાં 50 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ, પેટ કમિન્સ અને રોમારિયો શેફર્ડે 14-14 બોલમાં અડધી સદી પૂરી કરી છે. રોમારિયોએ IPLમાં 19-20 ઓવર દરમિયાન 42 બોલમાં 128 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૩૦૫ રહ્યો છે. તે બે વાર આઉટ થયો છે. તેણે ૧૩ છગ્ગા અને ૧૦ ચોગ્ગા ફટકાર્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં, કેપ્ટન રજત પાટીદારના આઉટ થયા પછી રોમારિયો શેફર્ડ ક્રીઝ પર આવ્યો. તે પહેલા બે બોલમાં ફક્ત એક જ રન બનાવી શક્યો. આ પછી, તેણે ખલીલ અહેમદની ઓવરમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકારીને 33 રન બનાવ્યા. તેણે માત્ર 9 બોલમાં 33 રન બનાવ્યા. આ પછી, બીજી ઓવરમાં, તેણે 14 બોલમાં બે ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી, જે ચાલુ સિઝનની સૌથી ઝડપી અડધી સદી પણ છે. શેફર્ડે ૧૪ બોલમાં ૬ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૫૩ રન બનાવ્યા.
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી (બોલની દ્રષ્ટિએ)
13 – યશસ્વી જયસ્વાલ (RR) vs KKR, 2023
14 – કેએલ રાહુલ (પીબીકેએસ) વિ ડીસી, 2018
14 – પેટ કમિન્સ (KKR) વિ MI, 2022
14 – રોમારિયો શેફર્ડ (RCB) વિ CSK, 2025*





