
શનિવારે IPL 2025 ની 18મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું. આ જીત સાથે સંજુ સેમસને એક નવો રેકોર્ડ બનાવ્યો.
મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવી શક્યું. રોયલ્સની ચાર મેચમાં આ બીજી જીત હતી અને તેઓ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.