
વિરાટ કોહલીએ મોટો રેકોર્ડ તોડ્યોકોહલી બન્યો વન ડેમાં સૌથી વધુ રન બનાવનારો બીજા નંબરનો બેટ્સમેનત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં સંગાકારાને પાછળ રાખી દીધોભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ સતત બે મેચમાં ફ્લોપ રહ્યા બાદ જબરદસ્ત વાપસી કરી હતી. વર્લ્ડ ક્રિકેટમાં હવે ખાલી સચિન તેંદુલકર જ એક એવા બેટ્સમેન છે, જે રનની બાબતમાં કોહલીથી આગળ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં શ્રીલંકાના પૂર્વ કપ્તાન કુમાર સંગાકારાને પાછળ રાખી દીધા છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની વન ડે સિરીઝની પહેલી બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના પરત ફરેલા વિરાટ કોહલીએ ધમાકેદાર વાપસી કરી છે. તેમણે પોતાના અંદાજમાં બેટિંગ કરતા ફેન્સથી ફરીથી ખુશીઓ મનાવવાનો મોકો આપ્યો હતો. સિડની વન ડેમાં વિરાટ કોહલીએ વધુ એક ખાસ સિદ્ધિ મેળવી છે. આ મેચ શરુ થતા પહેલા વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબર પર રહેલા કોહલીએ બીજું સ્થાન મેળવ્યું છે. શ્રીલંકાના કુમાર સંગાકારાને પાછળ રાખતા આ ખાસ સિદ્ધિ મેળવી છે.
વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરના નામે છે. ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટરે ૪૫૨ વન ડે મેચ રમ્યા બાદ ૧૮૪૩૬ રન બનાવ્યા હતા. શ્રીલંકાના કુમાર સંગાકારાએ ૩૮૦ મેચમાં ૧૪૨૩૪ રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ ૨૯૩ વન ડે માં આ ખાસ સિદ્ધિ મેળવી છે.
આજની મેચની વાત કરીએ તો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ શનિવારે સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ ગઈ. આ મેચમાં ભારતીય ટીમે ૯ વિકેટથી જીત મેળવી લીધી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ૨૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આસાનીથી ટીમ ઇન્ડિયાએ ચેઝ કરી લીધો હતો.




