
ઈરાનને ટ્રમ્પની અંતિમ ચેતવણી ડીલ કરો નહીંતર ખાર્ગ આઇલૅન્ડને રાખ કરી દઈશું હોર્મુઝ સ્ટ્રેટને ખોલવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવા, ખાર્ગ ટાપુને ઉડાવી દઈશું અમેરિકા ઈરાન યુદ્ધને હવે ૩૧ દિવસ થયા છે, અત્યાર સુધી અમેરિકા તે લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી, જેના માટે તેણે યુદ્ધ શરૂ કર્યું હતું. ઈરાન અત્યાર સુધી અમેરિકા સામે ન તો ઝૂક્યું છે અને ન તો તેણે કોઈ ઢીલ બતાવી છે. ઈરાનના આ પહાડ જેવા મનોબળને જાેઈને હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે. સોમવારે તેમણે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતાં કહ્યું કે, જાે હોર્મુઝ સ્ટ્રેટને સામાન્ય કામગીરી માટે ખોલવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવા અને ખાર્ગ ટાપુને ઉડાવી દઈશું.
ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું, યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાનમાં પોતાની સૈન્ય કાર્યવાહી ખતમ કરવા માટે એક નવી અને વધુ સમજદાર સરકાર સાથે ગંભીર વાતચીત કરી રહ્યું છે. આમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ જાે કોઈ કારણસર જલ્દીથી કોઈ સમજૂતી થઈ શકતી નથી – જેની શક્યતા છે – અને જાે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક સામાન્ય કામકાજ માટે ખોલવામાં નહીં આવે, તો અમે ઈરાનમાં અમારા આ સારા વલણને સમાપ્ત કરતાં તેમના તમામ પાવર પ્લાન્ટ, તેલના કૂવા અને ખાર્ગ ટાપુ (અને કદાચ તેમના તમામ ડિસેલિનેશન પ્લાન્ટ્સને પણ) બોમ્બથી ઉડાવીને સંપૂર્ણ રીતે તબાહ કરી દઈશું, જેને અમે જાણી જાેઈને અત્યાર સુધી હાથ લગાવ્યો નહોતો. આ અમારા એવા ઘણા સૈનિકો અને અન્ય લોકોની હત્યાના જવાબમાં કરવામાં આવશે, જેમને ઈરાને જૂની સરકારના ૪૭ વર્ષના આતંકના શાસન દરમિયાન ર્નિદયતાથી મારી નાખ્યા હતા.
બીજી તરફ, ઈરાનની સંસદના સ્પીકરે આરોપ લગાવ્યો છે કે અમેરિકા એક તરફ વાતચીત પર ભાર આપી રહ્યું છે, તો બીજી તરફ તે જમીની યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ પોતાના હજારો સૈનિકોને મધ્ય પૂર્વમાં તૈનાત કર્યા છે.
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ૈંઇદ્ગછ સાથે રવિવારે મોહમ્મદ બાઘેર ગાલીબાફે કહ્યું હતું કે, અમારા લોકો જમીન પર અમેરિકન સૈનિકોના આવવાની રાહ જાેઈ રહ્યા છે, જેથી તેમને આગને હવાલે કરી શકાય અને તેમના પ્રાદેશિક સહયોગીઓને હંમેશા માટે સજા આપી શકાય. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશના મધ્ય અને પશ્ચિમી વિસ્તારો પર ઈઝરાયલના વધતા હુમલાઓ વચ્ચે ઈરાન વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.





