
વીજળીની કિંમતો આસમાને.ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારીમાં વધારો થયા.ટ્રમ્પને જ ભારે પડી ટેરિફ સહિતની નીતિ, વધારી મુશ્કેલી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યાના માત્ર સાત મહિનામાં જ અમેરિકનો ભયાનક સંકટનો સામનો કરી રહ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં ટ્રમ્પની સત્તામાં એન્ટ્રી થતાં અને ટેરિફના કારણે અમેરિકનો માઠી દશાનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પ નીતિઓના કારણે ‘જાેબ માર્કેટ’ કડડભૂસ થઈ ગયું છે. એટલું જ નહીં, બેરોજગારી, મોંઘવારી અને વીજળી સહિતની કિંમતો આસામાને પહોંચી ગઈ છે.
ટ્રમ્પ નીતિના કારણે અમેરિકામાં નવી નોકરીઓનું સર્જન લગભગ અટકી ગયું છે અને મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. શુક્રવારે જાહેર થયેલા ઑગસ્ટ મહિનાના જાેબ્સ રિપોર્ટ મુજબ, માત્ર ૨૨૦૦૦ નવી નોકરીઓનું સર્જન થયું, જે અપેક્ષા કરતાં ખૂબ ઓછું છે. આ ઉપરાંત બેરોજગારીનો દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ૪.૩ ટકા પર પહોંચ્યો છે. આ ડેટા ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદવાની નીતિ અપનાવ્યા બાદ સામે આવ્યા છે.
રિપોર્ટ મુજબ, ડિસેમ્બર ૨૦૨૦ બાદ પહેલીવાર એવું થયું છે કે, જૂન મહિનામાં અમેરિકામાંથી ૧૩૦૦૦ નોકરીઓ ઘટી ગઈ છે. ફેક્ટરીઓ અને બાંધકામ ક્ષેત્રમાં નોકરીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ટેરિફ પોલિસીના કારણે નોકરીઓ અને ફેક્ટરીઓમાં વધારો થશે, જાેકે ત્યારથી મેન્યુફેક્ચરિંગમાં ૪૨૦૦૦ અને બાંધકામ સેક્ટરમાં ૮૦૦૦ નોકરીઓ જતી રહી છે. ૨૦૨૪માં ટ્રમ્પે અર્થતંત્રને ઊંચાઈ પર લઈ જવાનું પણ વચન આપ્યું હતું, જાેકે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે.
ટ્રમ્પે સત્તા સંભાળી હતી, ત્યારે તેમણે પહેલા જ દિવસે વચન આપ્યું હતું કે, મોંઘવારી ખતમ કરવા અને વીજળીના ભાવ અડધા કરીશું. જાેકે, એપ્રિલમાં ૨.૩ ટકાનો વાર્ષિક મોંઘવારી દર જુલાઈમાં વધીને ૨.૭ ટકા પર પહોંચી ગયો છે. આ વર્ષે વીજળીના ભાવમાં પણ ૪.૬ ટકાનો વધારો થયો છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે અનેક કંપનીઓ કિંમતો વધારવા મજબૂર થઈ છે. બીજીતરફ ટ્રમ્પનું વલણ ‘ઉલટા ચોર કોટવાલને દંડે’ જેવું છે. તેમણે ખરાબ આર્થિક ડેટાઓ માટે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે, જાે વ્યાજ દરો ઘટાડવામાં આવ્યા હોત, તો નોકરીઓ વધી હોત.
ટ્રમ્પે ૨૦૨૪માં કહ્યું હતું કે, ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને બહાર કાઢવાથી બ્લેક જાેબ્સ સુરક્ષિત થશે, પરંતુ તેમાં બેરોજગારી દર વધીને ૭.૫ ટકાએ પહોંચ્યો છે અને આ આંકડો ઑક્ટોબર-૨૦૨૧ પછી સૌથી વધુ છે. તદ્દન નબળા જાેબ્સ રિપોર્ટ બાદ ટ્રમ્પે બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ (મ્ન્જી)ના કમિશ્નર એરિકાના મેકએન્ટારફરને પદ પરથી હટાવી દીધા હતા. તેમણે કોઈ પણ પુરાવા વગર દાવો કર્યો હતો કે આંકડાઓ સાથે ચેડાં કરવામાં આવ્યા છે.




