Swineflu Case: ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે. માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ કાળો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા…અચાનક સ્વાઈફ્લુના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાંમાં વધારો થયો છે.
બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે
શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળોએ પણ માજા મૂકી છે. અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે વધુ ખતરનાક બને છે.
સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે
સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.