ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થવાના એંધાણ કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ! યુવાનોએ માંગ કરી કે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા સદંતર બંધ કરી તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે રાજ્યમાં ખેડૂતો,આંગણવાડી વર્કરો બાદ હવે સરકારી કર્મચારીઓએ પણ લાંબા સમયથી લટકતા પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારની નીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરીને પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકારને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જાે સરકાર નિયત સમયમાં પ્રશ્નો નહીં ઉકેલે તો રાજ્યભરના સરકારી કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનું શંખનાદ કરશે.સિટી ગાઇડ જુઓરાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો છેલ્લા ઘણાં સમયથી વણઉકેલ્યા રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા કર્મચારી આલમમાં અસંતોષ વ્યાપેલો છે. મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ દિવસ-રાત જાેયા વગર સરકારી યોજનાઓને જમીની સ્તર પર પહોંચાડે છે, પરંતુ તેમના હકોની સતત અવગણના થઈ રહી છે.તેમની રજૂઆત છે કે, વર્ષાેથી શોષણ સમાન ગણાતી ફિક્સ પગાર પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. સામાજિક સુરક્ષાના હિતમાં જૂની પેન્શન યોજના તાકીદે અમલમાં મૂકવામાં આવે. કર્મચારીઓને સમયસર પ્રમોશન આપવામાં આવે અને સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરીને મહેકમ વધારવામાં આવે જેથી વર્કલોડ ઘટે. ૫૦ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા વરિષ્ઠ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. પંચાયત, બોર્ડ-નિગમો અને નગરપાલિકાના કર્મચારીઓને પણ સમાન ગણીને તેમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જાે અને લાભો આપવામાં આવે. કર્મચારી મહામંડળે સરકારને ચીમકી આપી છે કે, વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લે. જાે ૧૫ દિવસમાં સકારાત્મક વલણ અપનાવીને પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થાય તેવા આંદોલનની શરૂઆત કરવામાં આવશે.ગુજરાતમાં રોજગારીના ગંભીર પ્રશ્નો વચ્ચે આજે ગાંધીનગર ખાતે ઉત્તર ગુજરાતના એપ્રેન્ટિસ કરેલા બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યાે હતો. યુવાનોનો આક્ષેપ છે કે સરકાર પરીક્ષા લે છે પરંતુ સમયસર અને પૂરતી ભરતી કરતી નથી. ૬ મહિના પહેલાં લેવાયેલી પરીક્ષામાં ૪૮૦૦ જેટલા ઉમેદવારો પાસ થયા હોવા છતાં, સરકારે માત્ર ૧૮૩ લોકોનો જ એક રાઉન્ડ બહાર પાડીને પ્રક્રિયા અટકાવી દીધી છે. ભરતીની જાહેરાત વખતે કુલ જગ્યાઓનો કોઈ ચોક્કસ આંકડો પણ જાહેર કરવામાં આવતો નથી, જેથી આગામી રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.યુવાનોએ માંગ કરી કે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા સદંતર બંધ કરી તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે. આંકડો જાહેર કરવામાં આવે. પરીક્ષા પાસ કરનાર ૪૮૦૦ ઉમેદવારોમાંથી વધુમાં વધુ યુવાનોને તાકીદે નોકરી આપવામાં આવે..




