૩ વર્ષ પછી દિગ્ગજ ખેલાડીની વાપસી ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત લોકી ફર્ગ્યુસન ૩ વર્ષ બાદ વનડે ટીમમાં પરત ફર્યો; વનડે સિરીઝ ૪ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી રમાશે ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે અંતિમ ૨ વનડે મેચ માટે કેટલાક અન્ય ખેલાડીઓને પસંદ કર્યાં છે, જ્યારે ડેવોન લોનવે અને જેકબ ડફી જેવા ખેલાડી અંતિમ ૨ મુકાબલા રમશે નહીં. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે સિરીઝ ૪ નવેમ્બર-૧૫ નવેમ્બર સુધી રમાશે. દિગ્ગજ ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ૩ વર્ષ બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે.
ટીમની કમાન મિચેલ સેન્ટરનર સંભાળશે. તો ફિન એલન અને લોકી ફર્ગ્યુસન લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરી રહ્યાં છે. તેણે કીવી માટે છેલ્લી વનડે ૨૦૨૩મા રમી હતી. આ સિવાય ટીમ સાઇફર્ટે પણ છેલ્લા ૧૮ મહિનામાં કોઈ ૫૦-ઓવરની મેચ રમી નથી. તે છેલ્લે એપ્રિલ ૨૦૨૫મા પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતર્યો હતો. સાઇફર્ટને ચોથી અને પાંચમી વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
રચિન રવીન્દ્ર ઈજાને કારણે ટી૨૦ સિરીઝમાં નથી. તેને પ્રથમ ત્રણ વનડે માટે ટીમમાં તક મળી છે. જેક ફાઉલ્કેસ, વિલિયમ ઓરૂર્કે અને બેન સીયર્સને ઈજાને કારણે ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી.
ન્યૂઝીલેન્ડની ટીમ (પ્રથમ ૩ વનડે): મિચેલ સેન્ટરન (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાઇલ જેમીસન, ટોમ લેથમ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, વિલ યંગ, બ્લેયર ટિકનર.
ન્યૂઝીલેન્ડની ટીમ (અંતિમ ૨ વનડે): મિચેલ સેન્ટરન (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, લોકી ફર્ગ્યુસન, મિચ હે, નિક કેલી, ટિમ સાઇફર્ટ, બ્લેયર ટિકનર, વિલ યંગ.
ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝનો કાર્યક્રમ
ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ૨૨ ઓક્ટોબરથી શરૂ થશે, પરંતુ પહેલા પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમાશે. જ્યારે વનડે સિરીઝની શરૂઆત ૪ નવેમ્બરથી થશે.
૪ નવેમ્બર- પ્રથમ વનડે
૭- નવેમ્બર- બીજી વનડે
૧૦ નવેમ્બર- ત્રીજી વનડે
૧૩ નવેમ્બર- ચોથી વનડે
૧૫ નવેમ્બર- પાંચમી વનડે




