અનેક મહત્વપૂર્ણ વિભાગોની સારવાર સામેલ આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને મળતી સારવારની વ્યવસ્થામાં મોટો ફેરફારની તૈયારી ૧ ડિસેમ્બરથી નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી; ગાયનેકોલોજી, સર્જરી, માનસિક રોગ સહિત અનેક સારવાર પેકેજ સામેલ
આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને મળતી સારવારની વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA) દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા નિર્દેશો અનુસાર, ૧૧૨ બીમારીઓ સાથે જાેડાયેલા સારવાર અને સર્જરીના પેકેજને સરકારી હોસ્પિટલોમાં આરક્ષિત કરવાની તૈયારી છે. નવી વ્યવસ્થા ૧ ડિસેમ્બરથી લાગુ કરવાની યોજના છે.
જાેકે, કયા પેકેજ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે કે નહીં તેનો અંતિમ ર્નિણય સંબંધિત રાજ્યો લઈ શકશે.
NHA દ્વારા અગાઉ આયુષ્માન યોજના હેઠળ ૨૩ પેકેજ સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા. હવે વધુ ૮૯ પેકેજને આ યાદીમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ફેરફારો ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરવાની તૈયારી છે.
નવી યાદીમાં ગાયનેકોલોજી, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, ENT અને નેત્રરોગ સહિતના વિવિધ વિભાગોની સારવારનો સમાવેશ થાય છે. દર્દીઓને ડે-કેર સારવાર, સર્જરી અને અન્ય તબીબી સેવાઓ આ સરકારી હોસ્પિટલોમાં મળી શકશે.
૧૧૨ પેકેજમાં હાઈ-રિસ્ક ડિલિવરી, ગંભીર એનિમિયા, આલ્કોહોલ સંબંધિત લિવર ડિસીઝ, પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા અને ડાયરિયા જેવી બીમારીઓની સારવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાયોપ્સી, સિસ્ટ અને ફિસ્ટુલા સંબંધિત પ્રક્રિયા, ગર્ભાશયની સર્જરી (હિસ્ટ્રેક્ટમી), મોતિયાની સારવાર, માનસિક વિકાર, એન્ઝાઈટી, હાડકાના ફ્રેક્ચર અને ઈદ્ગ્ સંબંધિત સારવાર પણ યાદીમાં સામેલ છે.
આ ફેરફાર પાછળ ખાનગી હોસ્પિટલો પર થતો સરકારી ખર્ચ ઘટાડવા અને સરકારી આરોગ્ય સુવિધાઓનો વધુ ઉપયોગ વધારવાનો હેતુ હોવાનું માનવામાં આવે છે.
સરકારનો પ્રયાસ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સેવાઓને વધુ મજબૂત કરવાનો પણ છે.
નવી યાદી અંગે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય સત્તાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જાેકે, પેકેજાેને ખાનગી હોસ્પિટલોમાંથી સંપૂર્ણપણે દૂર કરવા કે ચોક્કસ સેવાઓ ત્યાં ચાલુ રાખવા અંગે અંતિમ ર્નિણય રાજ્ય સરકારો લઈ શકશે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિત કેટલાક રાજ્યોમાં આવી વ્યવસ્થા આંશિક રીતે પહેલેથી અમલમાં હોવાનું જણાવાયું છે.




