લોસ એન્જેલસ એરપોર્ટના ટર્મિનલની છતની ટાઇલ્સ તૂટી કેલિફોર્નિયામાં ૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકોમાં ભાયનો માહોલ ધરતી ધ્રૂજતાં લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા; ૪૫ મિનિટમાં ચાર આફ્ટરશોક નોંધાયા લોસ એન્જેલસ, અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે ૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા લોસ એન્જેલસ સુધી અનુભવાયા હતા. ધરતી ધ્રૂજતાં જ અનેક વિસ્તારોમાં લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા. ભૂકંપની અસર લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ જાેવા મળી હતી, જ્યાં એક ટર્મિનલની છતની કેટલીક ટાઇલ્સ તૂટી નીચે પડ્યાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, મુખ્ય ભૂકંપ બાદ પણ ધરતીના આંચકા અનુભવાયા હતા. શરૂઆતના ૪૫ મિનિટમાં ૨.૫થી ૩.૭ની તીવ્રતાના ચાર આફ્ટરશોક નોંધાયા હતા. વારંવારના આંચકાને કારણે લોકોમાં વધુ ફફડાટ ફેલાયો હતો. ભૂકંપની અસર લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક ટર્મિનલમાં પણ જાેવા મળી હતી. ટર્મિનલની છતમાંથી ટાઇલ્સ તૂટીને નીચે પડી હતી. જાેકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી અહેવાલમાં આપવામાં આવી નથી.
ભૂકંપ બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા ટીમો સક્રિય બની હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઇમારતો અને જાહેર સ્થળોની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. લોસ એન્જેલસના મેયરે પણ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને સુરક્ષા ટીમો દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
પ્રાથમિક અહેવાલો મુજબ, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જાેકે, ભૂકંપની સંપૂર્ણ અસર જાણવા માટે વિવિધ વિસ્તારોમાં તપાસ ચાલુ રાખવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મેન્હેટન બીચથી આશરે ૩.૭ માઇલ દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્રકાંઠે હતું.USGS ના પ્રાથમિક આંકડા મુજબ તેની તીવ્રતા ૫.૦ હતી. ત્યારબાદ ૪.૫ની તીવ્રતાનો આફ્ટરશોક પણ નોંધાયો હતો. પછીના અહેવાલો મુજબ ૪૦થી વધુ આફ્ટરશોક નોંધાયા હતા. ન્છઠના ટર્મિનલમાં કાચ તૂટ્યા અને છતની ટાઇલ્સ પડી હતી, પરંતુ ફ્લાઇટ કામગીરી પર મોટી અસર થઈ નહોતી.




