Author: garvigujrat

રાકેશ રોશને બજેટ મુદ્દે તકલીફોની વાતને અફવા ગણાવી ક્રિશ ૪ મુદ્દે રિતિક અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ નથી છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એવા અહેવાલો આવતા રહ્યા છે કે રિતિક આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે જ્યારથી ક્રિશ ૪ મુદ્ગે રિતિક રોશન અને યશરાજ ફિલ્મ્સ ઘર્ષણના અહેવાલો આવ્યા છે, ત્યારથી આ ફિલ્મ અંગે કોઈ પણ અહેવાલ કે માહિતી બહાર ન જાય તે અંગે ઘણું ધ્યાન રાખવામાં આવે છે. એવા અહેવાલો હતા કે ક્રિશ ૪ના વધતા બજેટ મુદ્દે ફિલ્મના ડિરેક્ટર રિતિક રોશન અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ થઈ છે. ત્યારે હવે રાકેશ રોશને આ અફવાઓ અને અટકળો અંગે મૌન તોડ્યું છે.…

Read More

સોશિયલ મીડિયા પર ગીતનું એક ટીઝર પણ શેર કર્યું પરિણીતિ ચોપરા ટૉક શો પછી હવે આધ્યાત્મિક ગીતમાં જાેવા મળશે ફિલ્મોનાં વ્યસ્ત શીડ્યુલમાં તરત જ પાછા ફરવાને બદલે, તેણે ક્રિએટિવ ફિલ્ડમાં નવા વિકલ્પો અજમાવ્યા છે એક્ટર અને સિંગર પરિણીતિ ચોપરાએ એક નવા મ્યુઝિકલ પ્રોજેક્ટની ઝલક આપી છે અને તેમાંથી તે પોતાની વધુ એક અલગ સફર શરૂ કરવાની હોય એવો અંદાજ આવે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બહુ જલદી તેનું એક આધ્યાત્મિક ગીત આવશે અને આ વાતથી તેનાં ફૅન્સની પણ ઉત્સુકતા વધી હતી.તેણે પોતાના સોશિયલ મીડિયા પર આ ગીતનું એક ટીઝર પણ શેર કર્યું…

Read More

‘હું જે કામ કરતો આવ્યો છું, તેનાથી થોડો દૂર જવા માગું છું’ છેલ્લા ૧૦ વર્ષથી મને અભિનય છોડી દેવાનો વિચાર આવે છે : મનોજ બાજપેયી ભારતના ૧૯૯૦ના આર્થિક સંકટની ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ ૧૨ જૂને થિએટર્સમાં રિલીઝ થવાની છે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને અનેક એવોર્ડ વિજેતા ફિલ્મો છતાં, બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીએ સ્વીકાર્યું છે કે તેણે ઘણી વાર અભિનયને સંપૂર્ણપણે અલવિદા કહેવાનો વિચાર કર્યાે છે. એક પોડકાસ્ટ દરમિયાન મનોજે જણાવ્યું કે હવે તે સિનેમાનાં હળવા પાસાને અજમાવવા માંગે છે, જેમાં કોમર્શિયલ મનોરંજક ફિલ્મો અને સ્લેપસ્ટિક કોમેડીનો સમાવેશ થાય છે. આ પ્રકારની ફિલ્મો તેને તે સામાન્ય રીતે જે પ્રકારનાં…

Read More

તંત્રનો એક અધિકારી સસ્પેન્ડ બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીની પત્ની સાથે ૧૬.૨૪ કરોડની છેતરપિંડી! રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ સરકારી રજીસ્ટ્રેશનના નકલી અને બોગસ દસ્તાવેજાે તૈયાર કર્યા હતા મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદરામાં એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે બોલીવૂડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે ૧૬.૨૪ કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન ના કે-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાટીલની સસ્પેન્શન ઓર્ડર ૫ જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો અને ૭ જૂન, રવિવારના રોજ તેમને બજાવવામાં આવ્યો છે.આ મામલે હબીબા જાફરીની ફરિયાદના…

Read More

આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન વિજ્ઞાન અને ધર્મને કોઈ સીધો સંબંધ નથી. વિજ્ઞાન પોતે ધર્મમાંથી ઉદ્ભવ્યું છે, ધર્મ વિજ્ઞાનમાંથી નથી આવ્યો રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં રહેલો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર‘ આખરે પૂર્ણ થયો છે. જાેકે, કથા અને દરબારની પૂર્ણાહુતિ બાદ પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. દરબારના છેલ્લા દિવસે મંત્રશક્તિના પ્રયોગો દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ સ્વયંભૂ ધૂણવા લાગતા અંધશ્રદ્ધા વિરોધી સંસ્થાઓ મેદાને આવી છે, જ્યારે આયોજકો આ ઘટનાઓને સનાતન ધર્મની પરંપરા ગણાવી રહ્યા છે. આ સમગ્ર વિવાદ અંગે કથાના…

Read More

ઓગસ્ટથી થશે હાઇ-ટેક બુકિંગ ભારતીય રેલ્વે બદલશે ૪૦ વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ નવી રિઝર્વેશન સિસ્ટમ અદ્યતન ક્લાઉડ અને ઉચ્ચ-ક્ષમતાવાળી ટેકનોલોજી પર કામ કરે છે તાજેતરમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મેગા પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે રેલ્વે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે કે જ્યારે ઓગસ્ટથી ટ્રેનો ધીમે ધીમે નવી સિસ્ટમમાં સંક્રમિત થશે, ત્યારે સામાન્ય મુસાફરોને ટિકિટ બુકિંગમાં કોઈ તકનીકી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. ભારતીય રેલ્વેનું વર્તમાન ટિકિટ બુકિંગ માળખું ૧૯૮૬માં વિકસાવવામાં આવ્યું હતું. છેલ્લા ૪૦ વર્ષોમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. જ્યારે ૨૦૦૨માં પહેલી વાર ઇન્ટરનેટ ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ઓનલાઈન ગ્રાહકોની સંખ્યા ખૂબ ઓછી હતી. પરંતુ…

Read More

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપ્યું રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા બંગાળ બાદ હવે દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. ્સ્ઝ્રના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે તેમણે સાંસદ પદની સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સુખેન્દુ શેખર રાય આ સમયે દેશની રાજધાની દિલ્હીમાં જ હાજર છે. તેમણે સોમવારે સીધા…

Read More

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની જાહેરાત કોકરોચ જનતા પાર્ટી બાદ હવે ઈશ્ક કરો પાર્ટી સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજે સોશિયલ મીડિયા પર ઈશ્ક કરો પાર્ટી વિશે જાહેરાત કરતા લોકોમાં કૂતુહલ સર્જાયું સીજેઆઈની એક કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર ફટાફટ કોકરોચ જનતા પાર્ટી પણ બની ગઈ જેના ફાઉન્ડર અભિજીત દીપકે છે. આ પાર્ટીએ હાલમાં જ દિલ્હીના જંતર મંતર પર એક વિરોધ પ્રદર્શન કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીના ૨૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હવે સીજેપીની ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજે ઈશ્ક કરો પાર્ટી નામના એક ડિજિટલ ઈનિશિએટિવની શરૂઆતની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કેન્ડેય કાત્જૂએ એક્સ…

Read More

ભારતના સ્પિનરો સામે અફઘાન બેટરો ફ્લોપ અફઘાનિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સૌથી મોટી જીતનો બનાવ્યો રેકોર્ડ કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની શાનદાર સદી, તો ડેબ્યૂ મેચમાં સ્પિનર માનવ સુથારે ૬ વિકેટ ઝડપીને અફઘાનિસ્તાનની કમર તોડી નાખી નવા ચંદીગઢના મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. ૮ જૂનના રોજ પૂરી થયેલી આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ૧ ઇનિંગ અને ૩૦૦ રનથી કચડીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની ધમાકેદાર સદીઓ અને ત્યારબાદ પોતાની પહેલી જ મેચ રમી રહેલા સ્પિનર માનવ સુથારની ૬ વિકેટના…

Read More

તીર્થધામોમાં બુકિંગ કરાવતા પહેલાં ચેતજાે.દ્વારકામાં રૂમ બુક કરાવનાર યુવકે ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટથી છેતરાયો.યુવકે તપાસ કરતા ખોટી વેબસાઇટ મારફતે તેની સાથે ૧૯,૮૦૦ રૂપિયા નું સાયબર ફ્રોડ થયુ હતું.ગુજરાત સહિતના રાજ્યોમાં આવેલા તીર્થધામોની આસપાસ હોટલ, વાડીઓની ફેક વેબસાઇટથી અનેક લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા બનવા પામ્યા છે. અગાઉ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે આ નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ પણ હજુ લોકો ફેક વેબસાઇટથી સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તેવામાં શહેરમાં રહેતા એક યુવકે દ્વારકા ખાતે કડવા પટેલ સમાજ ભવનમાં રૂમ બુક કરાવવા ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટના માધ્યમથી ગઠિયાઓએ સાયબર ફ્રોડ આચર્યુ હતું. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ…

Read More