- 1win — зеркало официального сайта букмекера, рабочее на сегодня
- FatPirate free spins in the UK – how to claim, use & maximise rewards
- Fat Pirate Casino account verification guide for UK players
- Kinghills legit account verification guide
- Kinghills Mobile: Full UK Guide to Registration, Bonuses, Payments & Play
- Non-GamStop Casinos 2026 – New Casino Sites not on GamStop
- Pin Up Casino Online Güncel Giriş Türkiye
- BoomsBet – registratie en starten in het online casino
Author: garvigujrat
કેબીસીને ટક્કર આપશે.અનિલ કપૂર એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે.આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી.શાહરુખે લગભગ ૧૬ વર્ષ પહેલાં એક ક્વિઝ શો હોસ્ટ કર્યાે હતો, જેનું નામ હતું, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ?’. એવા અહેવાલો છે કે સ્ટાર પ્લસ નેટવર્ક લાંબા સમય પછી એક એવો રિયાલિટી શો બનાવશે, જે બિગ બોસ અને લાફ્ટર શેફ્સ જેવા શોને ટક્કર આપશે. આ શોથી લાંબા સમય પછી સ્ટાર નેટવર્ક ફરી રિયાલિટી નોન ફિક્શન શોના જાેનરમાં પાછું ફરી રહ્યું છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનિલ કપૂર આ શોના સંચાલક તરીકે પહેલી…
યશસ્વી જયસ્વાલ લેશે જગ્યા ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી પોતાના ૧૮ વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૧૩ જૂનથી શરૂ થઈ રહેલી ૩ મેચોની વનડે સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આ ઇજા તાજેતરમાં રમાયેલી IPL ૨૦૨૬ દરમિયાન થઈ હતી. સીરિઝની પ્રથમ મેચ ૧૩ જૂને ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં હવે કોહલીના સ્થાને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં…
CM યોગીની ચેતવણી રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી સંતોએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાના જીવન-મરણનો પ્રશ્ન બનાવ્યો હતો, કારણ કે રામ આપણા આદર્શ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રભુ શ્રીરામની આલોચના કરનારાઓ અને દેશવિરોધી તત્વો પર આકરા પ્રહારો કર્યા છે. લખનૌમાં આયોજિત ૯ દિવસીય રામકથા મહોત્સવના સમાપન સમારોહમાં રામભક્તોને સંબોધિત કરતા સીએમ યોગીએ બેતૂક શબ્દોમાં કહ્યું કે, જેમના મનમાં ભારત પ્રત્યે આસ્થા અને નિષ્ઠા નથી, તેઓ માટે ભારતની ધરતી ધર્મશાળા હોઈ શકે નહીં. પ્રભુ શ્રીરામ સાથે દ્રોહ કરનારાઓને આ ધરતી પર જગ્યા નથી. પોતાના સંબોધનમાં સીએમ યોગીએ ‘લવ જિહાદ’ અને ‘લેન્ડ જિહાદ’ ના જાેખમો સામે…
સુનામીનો ડર અને ભૂસ્ખલનથી મોટી જાનહાનિ ફિલિપાઇન્સમાં છેલ્લા ૫૦ વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓ મંગળવારે પણ ધરાશાયી થયેલી ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૭ લોકોના મોત થયા છે અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આપત્તિના કારણે ૨૦,૦૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે, જેમને ઈમરજન્સી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ મુજબ હાલમાં માત્ર ૪ લોકો જ ગુમ છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ…
દીપક મોદી બિનહરીફ ચૂંટાયા હતા વિસનગરના વોર્ડ નં.૧ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈકાલ સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુ:ખદ ઘટના બની હતી વિસનગર પાલિકાના વોર્ડ નં.૧માં બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા તરીકે નિયુક્ત કરેલા દીપકકુમાર મોદીએ સોમવારે સવારે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા ભાજપના સેવાભાવી કાર્યકર તરીકેની છાપ ધરાવતા દીપકકુમાર ડાહ્યાલાલ મોદી (ઉં.વ.૫૪) તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપ…
સુપ્રીમ કોર્ટે સહમતિથી બનાવેલા સંબંધો પર અપરિણીત યુગલોને રાહત આપી લગ્ન પૂર્વે સંમતિથી બંધાયેલા સંબંધો ખરાબ કેરેક્ટર નથી સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભરતી બોર્ડનો ર્નિણય મનસ્વી હતો, કારણ કે લોક અદાલતમાં થયેલું સમાધાન ગુનો કબૂલવા સમાન નથી ભારતમાં ઘણીવાર લગ્ન પહેલાના શારીરિક સંબંધોને ‘ચારિર્ત્યહીનતા’ સાથે જાેડવામાં આવે છે. સામાજિક બદલાવ અને વ્યક્તિગત સ્વતંત્રતાના યુગમાં નૈતિકતાના માપદંડો અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયની વ્યક્તિઓ દ્વારા પરસ્પર સહમતિથી રાખવામાં આવેલા સંબંધોને તેના ચારિર્ત્યના આંકલનનો આધાર બનાવી શકાય નહીં. આવા સંબંધો કોઈ વ્યક્તિના ખરાબ ચારિર્ત્યનું પ્રમાણપત્ર નથી. જસ્ટિસ મનોજ મિશ્રા અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક અઠવાડિયા પહેલા વેડ દરવાજા જીલાની બ્રિજ પાસે વહેલી સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં નાસિનગરના મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની નોટિસ વિના અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફરી વળવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ૫૦ વર્ષો ઉપરાંત થી વસવાટ કરતા પરિવારો રાતોરાત બેઘર બની જતા નાસિરનગરના મકાનોના રહેવાસીઓ માં પણ આક્રોશ ફેલાયો હતો. આખરે ડિમોલિશનની આ ઘટનામાં ભારે વિવાદ સર્જાતા મહાનગરપાલિકાના અધિકારીઓ ભેખડે ભેરવાયા હતા. અને આ ડિમોલિશન મામલે હાથ ઊંચા કરી દેતા સમગ્ર વિવાદ હાઇકોર્ટમાં પહોંચતા હવે બહાર આવશે કયો મોરલો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના વિવિધ શહેરોના વર્ષોથી વસતા અને જેમનો તો જન્મ જ ગુજરાતમાં થયો છે એવા રાજસ્થાની સમાજના પરિવારો વિવિધ વ્યવસાયોમાં આજે વ્યસ્ત થઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા સાથે બાળકોને સારું શિક્ષણ આપવા તનતોડ મહેનત કરી રહ્યા છે. એવો રાજસ્થાની સમાજ ધંધામાં જેમાં મુખ્યત્વે ટેક્ષટાઇલ્સ, અનાજ કરિયાણાની દુકાનો, આઇસક્રીમ, ઠંડા પીણા, ભોજનલાય, ચાની હોટેલ થી લઈને મીઠાઇની બ્રાન્ડેડ આઇટમોમાં નામ કાઢી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે નાની મોટી કરિયાણાની કે આઇસ્ક્રીમ જેવી દુકાનોમાં પરિવારના સભ્યો જ મોટાભાગે કામ કરી દુકાન ચલાવતા હોય છે. આજ નાના મોટા ધંધા માંથી પોતાના સંતાનોને પછી એ છોકરો હોય કે છોકરી…
ટ્રમ્પનો સૌથી મોટો દાવો પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, અમેરિકા સાથે કરશે ડીલ ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા…
આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને તારણોની માહિતી આપી. અમેરિકામાં કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, કૃષિ વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી હસ્તાંતરણ તથા ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓથી મંત્રીશ્રીને જાણકારી આપેલ. બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, સહકારિતા, કૃષિ વ્યવસાય, ખાદ્ય સુરક્ષા, કૃષિ ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને ભાગીદારી અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. શ્રી સંઘાણીએ કૃષિ અને ગ્રામ વિકાસ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


